કોઠારીયા રોડ ઉપર કોર મોબાઈલનું નવું નજરાણું

90

ગ્રાહકો માટે અનેક આકર્ષક ઓફર ઉપલબ્ધ

વર્તમાન સમયમાં લોકો સ્માર્ટફોનનો સૌથી વધુ ઉપયોગ કરતા હોય છે જેના કારણે ભારત સહિત વિશ્ર્વભરમાં સ્માર્ટફોનનું  વેંચાણ પણ દીન-પ્રતીદીન વધતું જાય છે. રાજકોટમાં કોર મોબાઈલના નવા આઉટલેટનો તાજેતરમાં કોઠારીયા રોડ પર શરૂ કરવામાં આવ્યું છે. આ આઉટલેટના પ્રારંભ પ્રસંગે કોરના નવા આઉટલેટમાં ગ્રાહકોને વિવિધ ઓફર અને ડિસ્કાઉન્ટ આપવામાં આવ્યું હતું. પ્રારંભ પ્રસંગે જયારે દરમિયાન આવનાર ગ્રાહકોને ફ્રી ઓફમાં હેન્ડસફ્રી આપવામાં આવી હતી આ અવસરે બહોળી સંખ્યામાં લોકોએ ઓફરનો લાભ લીધો હતો.

કોઠારીયા રોડ પર આવેલ અબતક સાથેની વાતચિત દરમિયાન કોર મોબાઈલના ઓનર મયુરભાઈ લાવડિયાએ જણાવ્યું હતું હું  છેલ્લા ૧૪ વર્ષથી મોબાઈલના ધંધા સાથે સંકળાયેલો છું. અમે કોઠારીયા રોડ પર કોર મોબાઈલની એક ફેનચાઈઝીમાં જોડાયા છીએ. જોડાવાનું કારણએ છે કે એક વિશ્ર્વાસ પાત્ર ચેનલ હતી.તેના કારણે જોડાયા છીએ. અમે તા.૧૨ ફેબુઆરીના રોજ શોરૂમનું ઓપનીંગ કર્યુ છે. કસ્ટમર્સને ત્રણદિવસ માટે સારામાં સારી ઓફર્સ આપી છે. જેમ કે વેલેન્ટાઈન ડે ત્યાં મોબાઈલ સાથે એસેસરીઝ પણ ઉપલબ્ધ છે. જેમાં એસેસરીઝમાં ૫૦ થી શરૂ થઈ ૫૦૦૦ રૂપિયા સુધીની આઈટમો ઉપલબ્ધ છે. કસ્ટમર્સને સારામાં સારી સુવિઘા મળે તે જ અમારો લક્ષ છે. મને છેલ્લા ૧૪ વર્ષથી ગ્રાહકોનો ખુબજ સાથ-સહકાર મળ્યો છે અને આગળ પણ મળશે તેવી આશા છે અને તેમનો આભાર પણ માનું છું.

Loading...