Abtak Media Google News

કણસાગરા મહિલા કોલેજ ખાતે એનએસએસ કેમ્પમાં સેવા આપનારાઓનું સન્માન કરાયું: બે દિકરીઓને પણ સન્માનીત કરાઈ

રાજકોટ કણસાગરા મહિલા કોલેજ દ્વારા એનએસએસના કેમ્પ વર્ષોથી કરવામાં આવે છે.ત્યારે છેલ્લા દસ વર્ષથી કેમ્પસનું આયોજન થયું છે. તેમાં જે લોકોને સેવાઓ અપી છે. તેવા ડોકટરો, સમાજ સેવકો, સારા વકતાઓ અને નાટય કલાકારો તથા જે ગામમાં કેમ્પ થયા હોય ત્યાંના ગામવાસીઓનું સન્માન કરવાનો કાર્યક્રમ યોજાયો હતો.

સમાજના સેવા કરવાની ભાવનાને બરદાવવા તથા સમાજને એક સંદેશા માટે આ સન્માન સમારોહનું આયોજન કરાયું હતુ સેવકોની સાથેસાથે એન.એસ.એસ.માં સારી કામગીરી કરવા બદલ દિકરીઓને પણ સન્માનીત કરાયા હતા.

આ તકે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કુલપતિ નીતિનભાઈ પેથાણી ઉપકુલપતિ વિજય દેસાઈ તથા માતાજી ધનીયાજી ખાસ ઉપસ્થિત રહ્યા હતા.

નિતિનભાઈ પેથાણીએ અબતક સાથેની વાતમાં જણાવ્યું હતુ કે કણસાગરા મહિલા કોલેજ ખાતે આજે એક વિશેષ પ્રકારનો કાર્યક્રમ યોજાયો હતો. જેમાં છેલ્લા ૧૦ વર્ષના એન.એસ.એસ. કેમ્પમાં જે લોકોએ સેવાઓ આપી છે. તેવી સેવા આપનાર ડોકટરો, સમાજ સેવકો, સારા વકતાઓ અને નાટય કલાકારો આવા બધા લોકોને સન્માનીવાનો આજે મહિલા કોલેજ એ અવસર લીધો છે. આ કોલેજમાં એનએસએસનું યુનિટ છે. ચાલે છે. તે સૌરા.યુનિ.ના યુનિટનુ પર્યાય છે. દસ વર્ષમાં જે ગામમાં એન.એસ.એસ.નો કેમ્પ થયો છે. ત્યાં કેમ્પની સાચા અર્થમાં અસર જોવા મળી છે.

વ્યસન મૂકિતનું અભિયાન આ સાત દિવસના કેમ્પમાં બહેનો દ્વારા ચલાવવામાં આવે છે. અહીયા આજે ઘણાબધા ડોકટરો સમાજ સેવક અને ઘણા બધ કલાકારોને સન્માનવાનું છે. સામાન્ય રીતે કહેવાય છે કે જે સમાજ સદગુણોનું સન્માન નથી કરતો નગુણો છે. એટલે હુ કણસાગરા મહિલા કોલેજને અભિનંદન આપું છું એ લોકોને સન્માન કરવામાં આવ્યું છે જેથી કરીને સમાજમાં ત્યાગની ભાવના એક સદગુણ પ્રસરે છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.