Abtak Media Google News

સેવન સિસ્ટર કહેવાતા પૂર્વોત્તર ભારતના સાત રાજ્યોમાં એક સમયે કોંગ્રેસ અને પ્રાદેશિક પક્ષોનો દબદબો હતો. આ રાજ્યોમાં ભાજપે પોતાનો રાજકીય પગદંડો જમાવવા લાંબા સમયથી પ્રયત્ન કરી રહ્યું હતું. છેલ્લા થોડા સમયમાં ભાજપને આ મહેનત રંગ લાવી હોય તેમ પૂર્વોત્તર ભારતના મોટાભાગના રાજ્યોમાં ભાજપ સત્તામાં છે કે સત્તામાં ભાગીદાર કે કીંગમેકરની ભૂમિકા છે. નાગાલેન્ડ સહિતના રાજ્યોમાં લાંબા સમયથી ચાલતા નાગા જુથોના ઉગ્રવાદી આ રાજ્યોમાં અશાંતિ પ્રવર્તતી રહી છે. જેથી આ રાજ્યોમાં શાંતિ સપવા કેન્દ્રની મોદી સરકારે ઉગ્રવાદી નાગા જુથો સાથે છેલ્લા ત્રણ માસની વાટાઘાટો કરી રહી છે. આ વાટાઘાટો પૂર્ણ થતાં હકારાત્મક પરિણામો ભાવી રહ્યાંના દાવો થઈ રહ્યો છે. જેથી આગામી સમયમાં આ રાજ્યોમાં શાંતિ સપવાની સાથે ભાજપ રાજકીય જશ પણ ખાટશે તેમ મનાય રહ્યું છે.

ગઈકાલે નાગા શાંતિ મંત્રણાની મડાગાંઠનો ઉકેલ લાવવામાં આવ્યાના દાવો કરવામાં આવ્યો છે. નાગા જુથો એનએસસીએન (આઈએમ) કેન્દ્ર સાથેના કરાર કરવા પર સહમત થયું છે. જો કે, એનએસસીએન (આઇએમ)ના અલગ ધ્વજ, અલગ બંધારણ અને ઉત્તર પૂર્વના તમામ નાગા પ્રભાવિત ક્ષેત્રોના એકીકરણ જેવી માંગણીઓ અંગે બંને પક્ષોએ તેમના તાજેતરના વલણને સ્પષ્ટ કર્યું નથી. વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા ત્રણ મહિના પહેલા નિર્ધારિત શાંતિ વાટાઘાટ પૂર્ણ કરવા માટે અંતિમ સમયગાળા પૂરો થવાની સાથે અંતિમ વાટાઘાટ હકારાત્મક વલણ સાથે પૂર્ણ થઈ છે. એક સત્તાવાર સૂત્રના જણાવ્યા અનુસાર વડાપ્રધાન મોદી ૧ થી ૧૦ ડિસેમ્બર દરમિયાન હોર્નબિલ ફેસ્ટિવલ દરમિયાન તેમની નાગાલેન્ડ મુલાકાત દરમિયાન  આ અંગે ‘અંતિમ જાહેરાત’ કરી શકે છે. હોર્નબિલ ફેસ્ટિવલ એક વાર્ષિક મહોત્સવ છે જે રાજ્ય પ્રવાસન વિભાગ દ્વારા કિહિસામા, નાગા હેરિટેજ વિલેજમાં, કોહિમા નજીક છે. આ સુત્રોના અનુસાર, એકવાર પરસ્પર કરારના મુદ્દાઓ પહોંચી ગયા બાદ આખરી જાહેરાત કરવામાં આવશે.

આ કિસ્સામાં, એનએસસીએન (આઇએમ) કહે છે કે કેન્દ્ર સાથે ૨૦૧૫માં થયેલા કરાર હેઠળ શાંતિ વાટાઘાટો થઈ હતી. એક જૂથના નેતાએ કહ્યું, નાગાલેન્ડમાં કોઈ વધુ લોહીલુહાણ માંગતો નથી. અમે કરાર પર સહમત થયા છે. જો કે, આ નેતાએ એમ પણ કહ્યું નહીં કે તેમની બધી માંગણીઓ સ્વીકારવામાં આવી છે કે નહીં. જો કે કેન્દ્રએ કહ્યું હતું કે તેણે હજી સુધી નાગા આતંકવાદી જૂથો સાથે વાતચીત પૂર્ણ કરી નથી અને કોઈ કરાર પર પહોંચતા પહેલા આસામ, મણિપુર અને અરુણાચલ રાજ્યો સહિતના તમામ પક્ષોની સલાહ લેશે. કેન્દ્રીય ગૃહમંત્રાલયે એક નિવેદનમાં જણાવ્યું છે કે સરકારના ધ્યાનમાં આવતા એ વાતની જાણ થઈ છે કે મીડિયા અને સોશ્યલ મીડિયામાં અફવાઓ ફેલાવવામાં આવી રહી છે કે અંતિમ નાગા કરાર થઈ ગયો છે અને ટૂંક સમયમાં તેની જાહેરાત કરવામાં આવશે. નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, તે દેશના કેટલાક ભાગોમાં ચિંતાનું કારણ બની રહ્યું છે.કેન્દ્ર સરકાર નાગા જૂથો સાથે કોઈ પણ સમજૂતી પર પહોંચતા પહેલા આસામ, મણિપુર અને અરુણાચલ રાજ્ય સહિતના તમામ પક્ષોની યોગ્ય સલાહ લેવાનું વલણ અપનાવ્યું છે અને તેમની ચિંતાઓ ધ્યાનમાં લેવામાં આવશે. આવી અફવાઓ અને ખોટી માહિતીને ધ્યાનમાં લેવાની જરૂર નથી. કેન્દ્ર સરકારે મણિપુર, અરુણાચલ પ્રદેશ અને આસામમાં નાગા પ્રભાવિત વિસ્તારોના એકીકરણની એનએસસીએન-આઈએમની માંગ પહેલાથી જ ફગાવી દીધી છે. પૂર્વોત્તરના ત્રણ રાજ્યોએ પણ આ માંગનો સખત વિરોધ કર્યો હતો. પૂર્વોત્તરના ત્રણ રાજ્યોએ પણ આ માંગનો સખત વિરોધ કર્યો હતો. દરમિયાન, નાગા શાંતિ વાટાઘાટોને રાજ્યની પ્રાદેશિક અખંડિતતા અને વહીવટી માળખાને અસર ન થવી જોઇએ તે માગણીના સમર્થનમાં બંધને કારણે મણિપુરના ઘણા વિસ્તારોમાં સામાન્ય જનજીવન અસ્ત વ્યસ્ત યું હતું.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.