Abtak Media Google News

દિલ્હીમાં થયો એક સાથે ૩૯ ગુજરાતી સંત-સતીજીઓનો પ્રથમવાર મંગલમય પ્રવેશ

લાખ સંસારી મળે ત્યારે લાખે એકાદ સંત-સતીજીના દર્શનનો યોગ થાય

સદભાગ્ય જાગે ત્યારે સંતોના ચરણ નગરમાં અને આવાસમાં પડતાં હોય છે. સદભાગ્ય જાગ્યા દિલ્લી મહાનગરીના જ્યારે,હજારો લોકોના હૃદયમાં આદરણીય સ્થાને બિરાજમાનએવારાષ્ટ્રસંત પરમ ગુરુદેવશ્રીનો  ૩૯ સંત સતીજીઓ સાથે, મંગલપ્રવેશ થતાં રાજધાની દિલ્લીના ગુજરાતી સ્થાનકવાસી જૈન સંઘમાં અનેરો ઉત્સાહ છવાયો હતો.

દિલ્લી મહાનગરને ધન્ય કરવાં પધારેલા રાષ્ટ્રસંત પરમ ગુરૂદેવ આદિ ૩૯ સંત સતીજીઓની પધરામણીના અત્યંત આનંદ અને ઉત્સાહના માહોલ વચ્ચે પરમ ગુરૂદેવના બ્રહ્મનાદે પ્રગટ થતો શ્રી ઉવસગ્ગહર સ્તોત્રનો મંત્ર ઘોષ સર્વત્ર છવાયો હતો.કુંથુનાથ મહિલા મંડળ અને ધોળકીયા પરિવારના બહેનો દ્વારા સ્વાગત ગીત અર્પણ થયાં બાદ પરમ સંબોધિજી મહાસતીજી અને પરમ સમ્યક્તાજી મહાસતીજી દ્વારા સર્વ દિલ્લીવાસીઓને બોધ વચન ફરમાવવામાં આવેલ.

Img 3416

બાળપણમાં પાંચ વર્ષ દિલ્લીમાં અભ્યાસ કર્યા બાદ, સંયમ જીવનના ૨૯ વર્ષ બાદ, જ્યારે પરમ ગુરુદેવનું ફરી એકવાર દિલ્લી આવવાનું થયું ત્યારે પરમ ગુરુદેવશ્રીએ ફરમાવ્યું કે, સદભાગ્ય જાગે ત્યારે એક સાથે ૩૯ સંત સતીજીઓના દર્શનથઈ શકે. લાખ સંસારી મળે ત્યારે લાખે એકાદ સંત સતીજીના દર્શનનો યોગ સર્જાય. ભગવાનના રજ્ઞહહજ્ઞૂયતિ  નાફેસ પર સ્માઈલ રાખીને સ્માઈલનું ડોનેશન કરતાં આવડવું જોઈએ. પરમ ગુરુદેવશ્રીએ ફરમાવ્યું કે, “મંત્રને મિત્ર બનાવવું જોઈએ.મંત્ર સાધક ક્યારેય ફેલ ન થાય. પ્રભુનો ભક્ત કોઈ માટે ક્યારેય નેગેટિવ ન હોય. તમારી આંખ અમારા દર્શન કરે તે શ્રેષ્ઠ છે, પણ અમારા દર્શન કરીને તમારી આંખમાંથી બીજા માટેની નેગેટિવિટી દૂર થઈ જાયતે સર્વશ્રેષ્ઠ છે.

શ્રી દિલ્લીસ્થાનકવાસી ગુજરાતી જૈન સમાજ દ્વારા પરમ ગુરુદેવશ્રીને શાલ અર્પણ કરવામાં આવેલ. ત્યારબાદ, અખીલ ભારતીય સ્થાનકવાસી જૈન ફૌઉન્ડેશનના પદાધિકારી વતી શ્રી સુભાષભાઈ ઓસવાલ દ્વારા પરમ ગુરુદેવશ્રીને દીર્ઘ કાલમાટે રાજધાની દિલ્લીમાં સ્થિરતા પ્રદાન કરવાની વિનંતી કરવામાં આવેલ. જેનો સાથ સર્વ દિલ્લીના ભાવિકો દ્વારા ઉભા થઈને માનપૂર્વક આપવામાં આવેલ.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.