Abtak Media Google News

વર્ષ ૨૦૧૮માં દેશે વિવિધ ક્ષેત્રે સિધ્ધિ મેળવી હોવાનું અને ૨૦૧૯માં પણ આ સિધ્ધિની સફર ચાલુ રહેશે તેવો વડાપ્રધાન મોદીનો મન કી બાતમાં આશાવાદ

‘નકારાત્મકતા ફેલાવવી સરળ છે પણ પરંતુ લોકોએ હકારાત્મકતા માટે સંગઠ્ઠીત થઈને આગળ આવવું પડશે તેમ વડાપ્રધાન નરેન્દ્ર ભાઈ મોદીએ ‘મન કી બાત’માં જણાવ્યું હતુ. લોકોનાં સંયુકત પ્રયાસોના કારણે ભારતે વર્ષ ૨૦૧૮માં વિવિધ ક્ષેત્રોમાં સફળતા મેળવી છે. તેમને એમ પણ જણાવ્યું હતુ કે જો નિશ્ચય મજબુત હોય તો મુશ્કેલીઓ, અવરોધો નિષ્ફળ જાય છે.

વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી દર માસે રેડીયોમાં ‘મન કી બાત’ કાર્યક્રમ દ્વારા દેશની જનતાને વિવિધ મુદે પોતાના વિચારો રજૂ કરે છે. વર્ષ ૨૦૧૮ના છેલ્લા ‘મન કી બાત’ કાર્યક્રમમાં સંબંધોતા ચાલુ વર્ષે વિવિધ ક્ષેત્રોમાં ભારતે મેળવેલી સિધ્ધિઓ અને પ્રગતિઓનો ઉલ્લેખ કરીને નરેન્દ્રભાઈ મોદીએ જણાવ્યું હતુ કે હું પ્રમાણિકપણે આશા રાખું છુ કે વર્ષ ૨૦૧૯માં પણ દેશ પ્રગતિ અને પ્રગતિના પથ પર સફર કરતું રહેશે. અને આંતરીક શકિતઓને નવી ઉંચાઈઓ પર લઈ જવામાં સફળ થશુ તેવો આશાવાદ વ્યકત કર્યો હતો.

હકારાત્મકતા વાયરલ બનાવવા માટે એક સાથે આગળ આવીએ તેવી અપીલ કરતા મોદીએ જણાવ્યું હતુ કે મને લાગે છે કે, આમ કરવાથી સમાજમાં જે જાગૃતિ લાવે છે. તેવા આપણા આદર્શો વિશે લોકોને વધુમાં વધુ જાણ થશે. જે સમાજમાં બદલાવ લાવશે. નકારાત્મકતા ફેલાવવી ખૂબજ સરળ છે. પરંતુ કેટલાક ખરેખર સારાકામો આપણી આસપાસ કરવામાં આવી રહ્યા છે. તેની લોકોને જાણ થવી જોઈએ.

ઘણી વેબસાઈટો હકારાત્મક સમાચાર ફેલાવી રહી છે. લોકોએ તેમની લિંકસ શેર કરવી જોઈએ જેથી હકારાત્મકતા વાયરલ બની શકે તેમ જણાવીને વડાપ્રધાન મોદીએ દેશમાં ૨૦૧૮માં વિશ્વની સૌથી મોટી આરોગ્ય વિમા યોજના ‘આયુષ્યમાન ભારત’ની રજૂ થઈ છે. તેનો ઉલ્લેખ કરીને જણાવ્યું હતુ કે આ વર્ષે દેશના દરેક ગામોમાં વીજળ પહોચી ગઈ છે. જાણીતી વિશ્વ સંસ્થાઓએ પણ સ્વીકાર્યુ હતુ છે કે દેશમાંથી ગરીબી દૂર કરવાનાં ક્ષેત્રે આપણે રેકોર્ડ ગતિથી આગળ વધી રહ્યા છીએ.

આપણા દેશના લોકોએ અપનાવેલા સ્વચ્છતા સેનીટેશન કવરેજના નિશ્ચિત નિરાત્મકરણના કારણે આપણે ૯૫ ટકા ચિહન પાર કરી કરવા તરફ ઝડપથી આગળ વધી રહ્યા છીએ તેમ જણાવીને નરેન્દ્રભાઈએ વધુમાં જણાવ્યું હતુ કે આઝાદી બાદ સૌ પ્રથમ વખત લાલ કિલ્લા પર સ્વતંત્રતા દીનની ઉજવણી વખતે ત્રિરંગી કલર મૂકવામાં આવ્યો હતો. તે આઝાદ હિન્દ સરકારની રચનાની ૭૫મી વર્ષગાંઠના પ્રતિક તરીકે બનાવવામાં આવી હતી.

સરદાર વલ્લભભાઈ પટેલની વિશ્વની સૌથી ઉંચી મૂર્તિ ‘સ્ટેચ્યુ ઓફ લીબર્ટીનું અનાવરણ કરીને તેમને યથાચિત સન્માન આપવામાં આવ્યું છે. તાજેતરમાં તેમણે રાષ્ટ્રીય એકીકરણ માટે ‘સરદાર પટેલ પુરસ્કાર’ની પણ જાહેરાત કરી છે. તેનો ઉલ્લેખ કરીને વડાપ્રધાન મોદીએ જણાવ્યું હતુ કે આ પુરસ્કાર રાષ્ટ્રીય એકતા માટે કોઈ પર પ્રકારે કાર્ય કરનારા નાગરીકોને આપવામાં આવશે. સંયુકત રાષ્ટ્રનો પર્યાવરણ પુરસ્કાર ‘ચેમ્પીયન્સ ઓફ ધ અર્થ’ ભારત પર પણ પ્રદાન કરવામાં આવ્યો હતો.

સમગ્ર વિશ્વએ સૌર ઉર્જા અને આબોહવા પરિવર્તનના ક્ષેત્રોમાં ભારતે કરેલા પ્રયત્નોની નોંધ લીધી છે તે આપણા સામુહિક પ્રયાસોનાં કારણે છે કે આપણા દેશમાં ‘વ્યવસાય કરવાની’ સરળતા’ રેન્કીંગમાં અભૂતપૂર્વ સુધારણા જોવા મળી છે. તેમ જણાવીને નરેન્દ્રભાઈએ જણાવ્યું હતુ કે દેશની સ્વબચાવ પધ્ધતિ વધુ મજબુત બની છે. આજ વર્ષ દરમ્યાન આપણા દેશે સફળતાપૂર્વક ન્યુકિલયર ટ્રાયડને સફળતાપૂર્વક પૂર્ણ કરી દીધી છે. જેનો અર્થ એ થાય છે કે હવે આપણે પાણી જમીન અને આકાશમાં પરમાણુ ક્ષમતાઓ સાથે અશકત છીએ તેમ પરમાણુ સબમરીન આઈએનએસ અરિહંત દ્વારા હાથ ધરવામાં આવેલા પ્રથમ લડાયક પેટ્રોલીંગ અંગેની વિગતો આપતા ઉમેર્યું હતુ.

આંતરરાષ્ટ્રીય કક્ષાની કોમનવેલ્થ ગેમ્સ, પેરા એશિયન ગેમ્સ અને યુવા ઓલિમ્પિકમાં દેશનાં યુવા ખેલાડીઓ મેળવેલી સિધ્ધિઓનો ઉલ્લેખ કરતા વડાપ્રધાન મોદીએ વર્ષ ૨૦૧૮માં મૃત્યુ પામેલા દેશના સામાજીક, સેવાકીય પ્રવૃત્તિઓના પ્રણેતાઓને શ્રધ્ધાંજલી અર્પણ કરી હતી.

અંતમાં તેમણે જણાવ્યું હતુ કે જો તમારો ઉદેશ્ય મજબુત હોય તો, જો તમારો ઉત્સાહ સીમા વગરનો અપર હોય તો કોઈપણ અવરોધો તમને રોકી શકતા નથી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.