Abtak Media Google News

અંગદાન પહેલાની જટીલ અને ધીમી પ્રક્રિયાને ઝડપી તથા સરળ બનાવવા અમદાવાદ સિવિલ હોસ્પિટલના નિષ્ણાંતોની ટૂકડી જહેમત ઉઠાવશે

રાજયમાં અંગદાન અંગેની જાગૃતિનો અભાવ તેમજ અંગદાન માટેની કાર્યવાહી ધીમી અને જટીલ હોવાના કારણે દર વર્ષે અનેક લોકો મોતને ભેટે છે. અંગદાનની પ્રક્રિયા આંટીઘુંટી ધરાવતી હોવાી સમય માંગી લે છે. માટે આવી બ્રેઈનડેડ વ્યક્તિના અંગદાનની પ્રક્રિયા સરળ અને ઝડપી બને તેવા હેતુી તંત્ર દ્વારા ખાસ કમીટીની રચના કરવામાં આવી છે.

અમદાવાદ સિવિલ હોસ્પિટલના મેડિકલ સુપ્રીટેન્ડેન્ટ એમ.એમ.પ્રભાકરના વડપણ હેઠળ ચાર નિષ્ણાંતોની ટૂકડી કાર્યરત રહેશે જેમાં ન્યુરોફિઝીશ્યન, ન્યુરો સર્જન, એનેેસ્ટીસ અને ફિઝીશ્યનનો સમાવેશ કરવામાં આવ્યો છે. આ કાર્યવાહીને ઝડપી બનાવવા અન્ય નિષ્ણાંતોની મદદ પણ લેવાશે તેવું જાણવા મળે છે.

નોંધાયેલા બ્રેઈનડેડ દર્દીના અંગોના રિ-હાવેસ્ટીંગની કાર્યવાહી ઝડપી બનાવવા માટેની જવાબદારી આ કમીટી બનાવશે. બ્રેઈનડેડ દર્દીના અંગ માટે તેના પરિવારજનની મંજૂરીની જરૂરીયાત રહે છે. આ પ્રક્રિયા બાદ જ અંગ કાઢવાની કાર્યવાહી હાથ ધરવામાં આવે છે. આ મામલે એમ.એમ.પ્રભાકરે જણાવ્યું હતું કે, કમીટી નિશ્ર્ચિત કરશે કે વ્યક્તિ બ્રેઈનડેડ છે કે નહીં, આ ઉપરાંત અંગદાન પહેલાની પ્રક્રિયાને જેમ બને તેમ ઝડપી બનાવવામાં આવશે.

કમીટી અંગદાન અંગેની જાગૃતિ લાવવાની જહેમત પણ ઉઠાવશે. કમીટી અંગે કિડની હોસ્પિટલના નેફ્રોલોજી વિભાગના વડા ડો.પંકજ શાહે કહ્યું હતું કે, કમીટીના ગઠન બાદ જરૂરીયાતમંદ વ્યક્તિને ઓછા સમયમાં અંગદાન ઈ શકે તેવું સુનિશ્ચિત કરવામાં આવશે. કિડની હોસ્પિટલના ઈન્ચાર્જ ડિરેકટર ડો.વિણા શાહે કહ્યું હતું કે, બ્રેઈનડેડ વ્યક્તિના અંગ કાઢવાની કામગીરી પહેલા તેનું દર છ કલાકે બે વખત પરિક્ષણ થાય છે. ત્યારબાદ જ અંગદાનની મંજૂરી આપવામાં આવે છે. આ પરિક્ષણમાં અલગ અલગ તબીબો જોડાયેલા હોય છે.

અહીં ઉલ્લેખનીય છે કે, બ્રેઈનડેડ વ્યક્તિના અંગદાનના કારણે અનેક લોકોને નવું જીવન મળે છે. જો કે રાજયમાં અંગદાન અંગેની જાગૃતિના અભાવે આ કાર્ય માટે ખૂબ ઓછા લોકો જોડાયેલા છે. ત્યારે સરકાર તેમજ સ્વૈચ્છીક સંસઓ અંગદાન માટે જાગૃતિ લાવવાના હેતુથી અભિયાન ચલાવી રહી છે.

(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebookhttps://facebook.com/abtakmedia/ અને Twitterhttps://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ abtakmedia.com

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.