Abtak Media Google News

સરકારી નોકરી દરેક યુવાનોને વ્હાલી હોય છે.આજના હરીફાઇ વાળા યુગમાં મોભાદાર નોકરી બધાને પસંદ હોય છે. પણ પ્રશ્ન એ છે કે આવી નોકરીઑ જલ્દી મળે છે ક્યાં? અને એનામાટે શું કરવું પડે છે? તો આજે તમારી સમક્ષ આવી જ તમને મનગમતી અને તમારા કેરેક્ટરને અનુરૂપ નોકરી વિષે માહિતગાર કરીશ.

બેંક ઓફ બરોડા (Bank of Baroda)માં સિનિયર રિલેશનશિપ મેનેજર અને ટેરીટરી પ્રમુખની પોસ્ટ પર ભરતી કરવામાં આવશે. યુનિયન બેંક (Union Bank)માં અર્થશાસ્ત્રી, સુરક્ષા અધિકારીઓ, ક્રેડિટ અધિકારીઓ, વગેરેની પોસ્ટ પર ભરતી કરવામાં આવશે, જેના માટે અરજીઓ પ્રગતિમાં છે. આઇડીબીઆઇ બેંક (IDBI Bank)માં મેનેજર, ડેપ્યુટી જનરલ મેનેજર, સહાયક જનરલ મેનેજરની પોસ્ટ પર ભરતી કરવામાં આવશે.


આઇડીબીઆઈ બેંક:-

  • પોસ્ટનું નામ: મેનેજર, ડેપ્યુટી જનરલ મેનેજર
  • સહાયક જનરલ મેનેજર લાયકાત: ગ્રેજ્યુએટ, પોસ્ટ ગ્રેજ્યુએટ, સીએ
  • કુલ પોસ્ટની સંખ્યા : 40 પોસ્ટ
  • પગાર : 31705 – 45950 / – પ્રતિ મહિને
  • ડેપ્યુટી જનરલ મેનેજર : 33,600 – 53,900 / – પ્રતિ મહિને
  • સહાયક જનરલ મેનેજર : 42,020 – 51,490 / – પ્રતિ મહિને
  • અરજી માટેની છેલ્લી તારીખ: 31/ 03/ 2019

યુનિયન બેંક:-

  • પોસ્ટનું નામ: નિષ્ણાત અધિકારી, અર્થશાસ્ત્રી, સુરક્ષા અધિકારી, ક્રેડિટ અધિકારી વગેરે. લાયકાત: સ્નાતક, અનુસ્નાતક (જુદી જુદી જગ્યાઓ માટે જુદી જુદી લાયકાત નક્કી કરવામાં આવી છે)
  • કુલ પોસ્ટની સંખ્યા: 181 પોસ્ટ
  • અરજી કરવાની છેલ્લી તારીખ: 29/ 03/ 2019

બેંક ઓફ બરોડા:-

  • પોસ્ટનું નામ: સિનિયર રિલેશનશિપ મેનેજર (વરિષ્ઠ સંબંધ વ્યવસ્થાપક), ટેરીટરી હેડ (પ્રદેશ પ્રમુખ)
  • લાયકાત: સ્નાતક, એમબીએ / પીજીડીએમ
  • પોસ્ટ્સની સંખ્યા: 100
  • પોસ્ટ્સ અનુભવ :  સિનિયર રિલેશનશિપ મેનેજર (વરિષ્ઠ સંબંધ વ્યવસ્થાપક) માટે  3 – 5 વર્ષનો અનુભવ જરૂરી ટેરીટરી હેડ (પ્રદેશ પ્રમુખ) માટે 8 – 10 વર્ષનો અનુભવ જરૂરી
  • અરજી કરવાની છેલ્લી તારીખ : 29/ 03/ 2019

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.