Abtak Media Google News

એનડીએને ૨૫૨, યુપીએને ૧૪૭, અન્યને ૧૪૪ બેઠકો મળવાનો સર્વે: ચૂંટણી બાદ વાયએસઆર અને એઆઇડીએમકે એનડીએની નજીક જાય તેવી સંભાવના

મઘ્યપ્રદેશ અને રાજસ્થાનમાં ભાજપે સત્તા ગુમાવી છતાં લોકસભાની સીટોમાં સામાન્ય ઘટાડો થશે: જયારે ગુજરાતની તમામ ર૬ બેઠકો પર ભાજપ આગળ

 

લોકસભાની ચુંટણીની તૈયારીઓના ધમધમાટ વચ્ચે અત્યારે એકઝીટ પોલના આંકડાઓની ભરમારનો વંટોળીયો શરુ થવાની તૈયારીમાં છે જેમાં ટાઇમ્સનાવ અને વી.એમ.આરે હાથ ધરેલા એકઝીટ પોલ સર્વેમાં એન.ડી.એ.ના ૨૦૧૪ના મત ટકાવારીની ૩૮.૭૨ ટકા ની સામે ૩૮.૨૦ ટકા ઉપર આવે તેવું દેખાઇ રહ્યું છે. જયારે યુ.પી.એ.ના જનાધારમાં ૨૪.૪ ટકા થી સુધારો થઇને ૩૨.૬ ટકા સુધી પહોંચવાનું માનવાય રહ્યું છે.

એન.ડી.એ.ને ૨૦૧૪ ની સરખામણીમાં ઉત્તર પ્રદેશમાં મોટો રકાશ ખમવાનો વારો આવે અને ૭૩ માંથી ર૭ બેઠકો સુધી પહોચવું પડે તેવું રૂઝાનમાં દર્શાવવામાં આવ્યું છે. ઉત્તર પ્રદેશ સિવાય બે આંકડાનું સંખ્યા જ નુકશાન કયાંક નહિ થાય પરંતુ  હાલની સ્થિતિએ ભાજપ માટે રાજકીય રીતે જાગી જવાનો સમય ગણવામાં આવી રહ્યું છે.

પ્રિપોલીંગ એકઝીટ પોલમાં હાથ ધરવામાં આવેલા સર્વેમાં ભાજપ અને એન.ડી.એ. ને ૨૫૨ બેઠકો પ્રાપ્ત થાય તેવું જાહેર કરવામાં આવ્યું છે. કોંગ્રેસ અને યુ.પી. એના ભાગે ૧૪૬ બેઠકો માનવામાં આવી રહી છે. જયારે અન્ય માટે ૧૪૫ નો આંકડો જાહેર કરવામાં આવ્યો છે.

તાજેતરમાં જ કરવામાં આવેલા સર્વેમાં બહાર આવેલા ઓપેનિયન પોલમાં સમાજવાદી પાર્ટી અને બહુજન સમાજ પાર્ટીનું ગઠબંધન ૫૧ બેઠકો જીતશે. તૃણમુલ કોંગ્રેસ ૩ર જગમોહન રેડ્ડીની વાય.એસ.આર.સી. ને ર૩ બેઠક તેમ છતાં ર૦ બેઠકો પર એન.ડી.ઓ. ર૦ બેઠકો પર હારજીતનો ખુબ જ પાતળો ગાળો મેળવશે.

ગઠબંધનના કોઇપણ દળને આ વખતે કિંગ મેકરનું રોલ મળે તે દેખાતું નથી. ભાજપ અને કોંગ્રેસ વચ્ચે હારજીત માટે પ્રાદેશિક પક્ષો નિર્ણાયક બને તેવું લાગતું નથી.

૨૦૧૪માં એન.ડી.એ. ને ૩૩૬ અને યુ.પી. એને ૬૦ બેઠકો મળી હતી. આ વખતે એન.ડી.એને સત્તા મળશે. પણ યુ.પી. એ તે ૮૬ બેઠકોનો લાભ થશે. એન.ડી.એ. ને ૮૪ બેઠકોનો ખાડો સહન કરવું પડે તેવું દેખાઇ રહું છે.

પાંચ વર્ષના સમયગાળા દરમ્યાન કોંગ્રેસને ફાયદો થયો . એન.ડી.એ. માટે નુકશાન કરનાર રાજયોમાં ઉત્તરપ્રદેશમાં ૪૬ બેઠકોનું નુકશાન માનવામાં આવે છે. ૨૦૧૪માં મળેલી ૭૩ બેઠકોના બદલે ૨૦૧૯ માં ર૭ બેઠકો મળે તેમ છે.

રાજસ્થાનમાં ૮ બેઠકોનું નુકશાન રપ માંથી ૧૭ બેઠકોની પીછેહઠ ખમવી પડશે. ઝારખંડમાં ૧ર માંથી ૬ બેઠકો એન.ડી.એ. ને પંજાબમાં હાલની સ્થિતિએ  ૬ માંથી એકપણ બેઠક મળે એમ નથી. બિહારમાં ૩૦ માંથી રપ છત્તીસગઢમાં અડધો અડધ નુકશાન ૧૦ માંથી માત્ર પ બેઠકો અને મઘ્યપ્રદેશમાં એન.ડી.એ. ને ૪ બેઠકોનું નુકશાન થવાની સંભાવના છે. ર૭માંથી ર૩ બેઠકો મળે તેમ છે. એન.ડી.એ. ને ફાયદો કરાવનારા રાજયોમાં ઓરિસ્સામાં ૧ માંથી ૧૩, પશ્ચીમ બંગાળમાં ર માંથી ૯ અને ત્રિપુરામાં ર માંથી ર બેઠકો પર નરેન્દ્ર મોદીનો કરિશ્મા  દેખાવનું નકકી છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદી શાસનમાં પાંચ વર્ષના ગાળામાં શાસક પક્ષને કેટલાક નકારાત્મક પરિબળોને કારણે બેઠકોનો ધસારો ખમવો પડે તેમ દેખાય રહ્યું છે.

હાલના ઓપીનિયર પોલમાં એમ.ડી.એ. ને સરકાર રચવા જેટલું સંખ્યા બળ મળી રહેશે. પરંતુ વિપક્ષનું જોર પણ વધશે.

ભાજપને ર૭રથી ઓછી બેઠકો મળશે તો નરેન્દ્ર મોદી વિપક્ષમાં બેસશે? અહેમદ પટેલનો ટોણો

કોંગ્રેસના વરિષ્ઠ નેતા એહમદભાઇ પટેલે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના એ વિધાન ઉપર પલટવાર કર્યો હતો જેમાં વડાપ્રધાને જણાવ્યું હતું કે ગઠબંધનની સરકાર દેશનો વિકાસ રૂધવે છે!

એહમદભાઇ પટેલે ગઠબંધન અંગે વડાપ્રધાનના નિવેદનમાં વિરોધ કરી જણાવ્યું હતું કે આગામી ચુંટણીમાં જો ભાજપને ૨૭૨ થી ઓછી બેઠકો મળશે તો વડાપ્રધાન વિપક્ષમાં બેસશે?

તેમણે એવો સવાલ પણ ઉઠાવ્યો હતો  કે શા માટે ભાજપે મહારાષ્ટ્ર, બિહાર અને ગોવાની સરકારમાંથી ખસી જવાનું નકકી કર્યુ.

જો વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી એવું માનતા હોય કે સહયોગથી ચાલતી સરકાર વિકાસમાં અવરોધ રુપ બને છે. તો શા માટે રાજય સરકારોમાં ભાજપે ગઠબંધનથી ગાડુ ગબડાવ્યું ગોવા, બિહાર અને મણિપુર, અરૂણાચલ પ્રદેશ અને ઉત્તરાખંડમાં પ્રજાએ આપલો જનાધારથી વડાપ્રધાને બોધપાઠ લેવાની જરુર હતી.

એહમદ પટેલે ભાજપ ઉપર પ્રહાર કરતા જણાવ્યું હતું કે છેલ્લા ૧પ વર્ષથી ભાજપની સ્પષ્ટ બહુમતિની સત્તા ધરાવતી સરકારોમાં પણ દેશની આર્થિક હાલત ભયંકર ખરાબ થઇ ગઇ છે.

વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ સુરત ખાતે એરપોર્ટ ટર્મીનલના શિલાન્યાસ ખાતે જણાવ્યું હતું કે કેન્દ્રમાં ગઠબંધનથી ચાલેલી સરકારોના ૩ દાયકાના શાસનથી દેશના વિકાસને ઘણું નુકશાન થયું છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.