Abtak Media Google News

સમાજવાદી, કોંગ્રેસ, ડાબેરીઓ અને જનતાદળ સહિતના પક્ષો હાથ મિલાવી ભાજપની વિચારધારા સામે લડશે

રાષ્ટ્રપતિની ચૂંટણી માટે ભાજપ સરકાર સામે ૯ પક્ષોએ મહાગઠબંધન રચ્યું છે. સામાજીક કાર્યકર્તા મધુ લીમીયાની ૯પમી જન્મજયંતિ નિમિતે ૯ પક્ષોએ જોડાણની જાહેરાત કરી છે. રાષ્ટ્રપતિની ચૂંટણી માટેના આ જોડાણને આગામી સમયમાં વિરોધપક્ષોની એકતા તરીકે જોવામાં આવશે તેવુ નિષ્ણાતોનું માનવું છે.

કોંગ્રેસ, સમાજવાદી કે કોમ્યુનિસ્ટ સહિતના પક્ષો ભાજપની કોમ્યુનલ વિચારધારા સામે લડવા તૈયાર હોવાનું વિરોધ પક્ષોનું કહેવુ છે. ભાજપ અને આરએસએસ સામે વિરોધપક્ષોની વિચારધારાની લડાઇ છે તેવુ કોંગ્રેસના જનરલ સેક્રેટરી દિગ્વીજયસિંઘનું માનવું છે.

હાલ દેશમાં મજબુત વિરોધ પક્ષની જ‚રિયાત જણાઇ રહી છે ત્યારે રાષ્ટ્રપતિની ચૂંટણી માટે ૯ પક્ષો ભેગા થઇને મહાગઠબંધન રચવા તૈયાર હોવાની વાતથી આગામી સમયમાં રાજકારણમાં મોટા ફેરફાર થઇ શકે તેવી શકયતા છે.

જેડીયુના નેતા શરદ યાદવ અગાઉ ભાજપ સામે વિરોધ પક્ષોનું સંગઠન સંસદમાં તૈયાર થઇ ચુક્યુ હોવાનું કહી ચુક્યા છે. હવેથી આ સંગઠન બહાર પણ પોતાની તાકાત બતાવશે તેવુ તેમનું માનવું છે. એનડીએ સરકારમાં જમ્મુ કાશ્મીર તેમજ નોર્થ થી સાઉથની સ્થિતિ ખુબજ તંગદીલીભરી બની રહી હોવાનું વિરોધપક્ષો માને છે. ભાજપ અને આરએસએસ તેમની વિચારધારા અને રાજકીય તથા સાંસ્કૃતિક માન્યતા તમામ જગ્યાએ ઠોપી બેસાડવાના આક્ષેપ થઇ રહ્યા છે.

યાદવે વધુમાં ઉમેર્યુ છે કે, હું આ સરકારને ચેતવી દેવા માગુ છુ કે, રાજકારણના કારણે જો જમ્મુ-કાશ્મીરની પરિસ્થિતિ હાથથી બહાર ગઇ તો  જિન્હાની બે દેશોની થીયરીને ટેકો મળશે. યાદવે ઇંદિરા ગાંધી સમયે પાકિસ્તાનના બે ટુકડા કરવાની સફળતાને પણ ઉચ્ચારી હતી. તેમણે પાકિસ્તાન સિવાયના દેશો સાથે ભારતના સંબંધોની સ્થિતિની વાત કરી હતી. હાલ મોદી સરકાર સમયે ભારતની આસપાસના દેશો સાથેના સંબંધો વણસ્યા હોવાનું તેમણે કહ્યું હતું.

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.