Abtak Media Google News

સૌરાષ્ટ્રમાં અવિરત વરસાદના કારણે જળાશયોમાં સતત પાણીની આવક ચાલુ

રાજકોટ સહિત સમગ્ર સૌરાષ્ટ્રમાં છેલ્લા ૬ દિવસથી અવિરત વરસી રહેલા વરસાદના કારણે જળાશયોમાં સતત પાણીની આવક ચાલુ છે. રાજકોટની જળજ‚રીયાત સંતોષતા ત્રણ મુખ્ય જળાશય ભાદર, આજી અને ન્યારીમાં આજે સતત ચોથા દિવસે પાણીની આવક નોંધાઈ છે.

મહાપાલિકા અને સિંચાઈ વિભાગના સુત્રો પાસેથી પ્રાપ્ત થતી વધુ વિગત મુજબ ભાદર-૧ ડેમમાં નવું ૨ ફુટ પાણી આવ્યું છે. ૩૪ ફુટે ઓવરફલો થતા ભાદરની જીવંત જળસપાટી ૭.૫૦ ફુટે પહોંચી જવા પામી છે અને ડેમમાં ૨૮૫ એમસીએફટી પાણી સંગ્રહિત છે. આજી ડેમમાં છેલ્લા ૨૪ કલાક દરમિયાન નવું ૦.૩૦ ફુટ પાણી આવતા ડેમની સપાટી ૨૦.૭૦ ફુટે પહોંચી જવા પામી છે. હવે આજી ઓવરફલો થવામાં માત્ર ૮ ફુટ બાકી રહ્યું છે. આજીમાં ૪૩૯ એમસીએફટી પાણી સંગ્રહિત છે.

આ ઉપરાંત મહાપાલિકાની માલિકીના ડેમમાં પણ નવું ૦.૬૬ ફુટ પાણી આવ્યું છે. ૨૧.૭૦ ફુટની સપાટીએ ઓવરફલો થતા ન્યારીની જીવંત જળ સપાટી હાલ ૧૩.૯૦ ફુટે પહોંચી જવા પામી છે અને ડેમમાં ૩૪૮ એમસીએફટી પાણી સંગ્રહિત છે. આ લખાય રહ્યું છે ત્યારે પણ તમામ જળાશયોમાં ધીમીધારે પાણીની આવક ચાલુ હોવાનું જાણવા મળી રહ્યું છે. જોકે મહાપાલિકા દ્વારા એક પણ જળાશયમાંથી દૈનિક પાણી વિતરણ માટે પાણી ઉપાડવામાં આવતું નથી. હાલ નર્મદાના નીર પુરતા પ્રમાણમાં મળી રહ્યા હોય તેના સથવારે વિતરણ વ્યવસ્થાની ગાડી ચલાવવામાં આવી રહી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.