Abtak Media Google News

સચિન કુર્તિકર જેસીઆઈ ઇન્ડિયાના રાષ્ટ્રીય ઉપ-પ્રમુખ છે. ગત તા. 10 માર્ચ ના રોજ જેસીઆઈ ઇન્ડિયા ના રાષ્ટ્રીય ઉપ-પ્રમુખ જેસીઆઈ સેનેટર સચીન કુર્તિકર ગોવાથી જેસીઆઈ  રાજકોટ  સિલ્વરની  મુલાકાતે આવેલ હતા. આ પ્રસંગે ઝોન 7 ના પ્રમુખ જેસીઆઈ સેનેટર હિતુલ કરીયા (જામનગર), ઉપ પ્રમુખ જેએફએમ  ડો. પરાગી ગાંધી (ગાંધીનગર) ઉપસ્થિત રહેલ  હતા. સમગ્રભારત માં અર્થપૂર્ણ પ્રોજેક્ટસ દ્વારા સ્થાનિક તેમજ વૈશ્વિક સ્તરે મજબુત  અસર ઉભી કરવી તેવા હેતુ લક્ષી ઉદેશ અને આવતા દિવસો માં ગોવા ખાતે જેસીઆઈ ઇન્ડિયા દ્વારા યોજનારી ઇન્ટરનેશનલ ઇવેન્ટ ધ્યાનમાં રાખીને આ મુલાકાત નું આયોજન કરેલ હતું.

Img 20180305 Wa0049જે.સી.આઇ. રાજકોટ સિલ્વર એ ‘જુનિયર ચેમ્બર ઇન્ટરનેશનલ – ઇન્ડિયા’ ના સ્થાનિક એકમ તરીકે ૧૯૮૪થી કાર્યરત વ્યક્તિત્વ વિકાસ અને ઉદ્યોગસાહસીકતાના ગુણ કેળવવાની તક પ્રદાન કરતી સંસ્થા છે. સંસ્થા દ્વારા સભ્યો માટે તેમજ અન્ય યુવાન – યુવતીઓ માટે પ્રતિવર્ષ કલાસરૂમ અને પ્રોજેક્ટ્સ ના માધ્યમથી ‘સોફ્ટ સ્કીલ ડેવલપમેન્ટના કાર્યક્રમો આયોજિત થાય છે જેનો બહોળી સંખ્યાના લોકોને લાભ મળે છે.

આ કાર્યક્રમ ને સફળ બનાવવા  માટે પ્રમુખ જેસી રાકેશ વલેરા (૯૮૭૯૫ ૭૮૭૮૬), સેક્રેટરી જેસી પ્રશાંત સોલંકી (૯૯૦૪૭૦૦૬૨૮), ઉપ પ્રમુખ જેસી નુરુદ્દીન સાદીકોટ, ઉપ પ્રમુખ જેસી પ્રીતિ દુદકીયા તેમજ હોઝેફા લોટીયા વગેરે એ  જહેમત  ઉઠાવેલ હતી. સંસ્થાના નેશનલ ટ્રેનર જેસી ભારત દુદકીયા, પ્રાઈમ ટ્રેનર જેસી હિરેન આચાર્ય, પાસ્ટ ઝોન ઓફીસર જેસી મનીષ માલાની, જેસી મોઈઝ કપાસી, પાસ્ટ પ્રેસિડન્ટ જેસી અતુલ અહ્યા, ગત વર્ષના પ્રમુખ જેસી મધુર નર્સીયન આ ઉપરાંત જેસી યુસુફ શામ, જેસી વિરલ ઝાટકીયા, જેસી રવિ પોપટ, જેસી પ્રતીક દુદકીયા, જેસી મેઘા ચાવડા, જેસી વૈશાલી માનસેતા, જેસી રાજકુમાર પાટાડીયા પણ આ પ્રસંગે હાજર રહેલ હતા. તેમ  પી.આર.ઓ જેસી હરિકૃષ્ણ ચાવડા એ જણાવેલ.

(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને  અન્ય માહિતી મેળવવા માટે અમને Facebookhttps://facebook.com/abtakmedia/ અને Twitterhttps://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ abtakmedia.com

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.