Abtak Media Google News

૮૦ ટીમો ભાગ લેશે

ભારતીય જનતા પાર્ટી પોતાના કાર્યકરોના ઉત્સાહ અને ઉમંગ માટે અનેકવાર જુદા જુદા કાર્યક્રમોનું આયોજન કરતું આવ્યું છે. અને તેના ભાગ રુપે અગાઉ પણ ક્રિકેટ ટુર્નામેન્ટનું સફળ આયોજન કરાવામાં આવેલ હતું. અને તે જ રીતે આગામી તા.૧૪ મે થી તા. ૪ જુન સુધી શહેરના હાર્દમાં આવેલ શાસ્ત્રી મેદાન ખાતે ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવેલ છે. ટુનામેન્ટમાં ભાગ લેવા યુવા ભાજપના પૂર્વેશભાઇ ભટ્ટ મો.નં. ૯૮૭૯૮ ૭૯૬૫૮ નો સંપર્ક કરવાનું જણાવવામાં આવેલ છે.

જેમાં ભાજપના અગણી નીતીનભાઇ ભારદ્વાજ,  પ્રદેશ ભાજપ અગ્રણી નીતીન ભારદ્વાજ, શહેર ભાજપ પ્રમુખ કમલેશ મિરાણી, મહામંત્રી દેવાંગ માંકડ, જીતુ કોઠારી, કિશોર રાઠોડના પરેશભાઇ પીપળીયાના નેતા હેઠળ જુદી જુદી કમીટીઓની રચના કરવામાં આવેલી છે.આ ટુર્નામેન્ટ દરમ્યાન કુલ ૮૦ ટીમ ભાગ લેશે. અખા ટુર્નામેન્ટમાં નોક આઉટ પઘ્ધતિથી પ્રથમ રાઉન્ડના મેચ રમાડવામાં આવશે અને દરેક મેચ ૧૨-૧૨ ઓવરના રહેશે અને આ ટુર્નામેન્ટમાં ભાગ લીધેલ દરેક ટીમે સ્પોર્ટસ સ્પીરીટ અને આયોજકોના નીતી નિયમોનો અમલ કરવાનો રહેશે.

આ ટુર્નામેન્ટમાં દરમ્યાન દરેક મેચમાં વિજેતા ટીમ, મેન ઓફ ધ મીચ અને રનર્સ-અપ ટીમને પણ જુદા જુદા પુરસ્કારો પણ આપવામાં આવશે. તેમજ ટુર્નામેન્ટની મેન ઓફ ધ સીરીઝની વિજેતા ટીમ, મેન ઓફ ધ મેચ, બેસ્ટ બોલર, બેસ્ટ ફીલ્ડર વિગેરેએ ઝાઝરમાન ઇનામો આપવામાં આવશે તેમજ સોશ્યલ મીડીયા મારફત ફેસબુક યુ-ટયુબ વિગેરેમાં તમામ મેચોનું લાઇવ પ્રસારણ કરવાનું ,પણ આયોજન કરવામાં આવેલ છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.