Abtak Media Google News

ભાડુતીમારા વિરૂધ્ધ ઠોસ પુરાવા એકઠાં કરવા ચોટીલા બાદ જામનગર અને નાસિકમાં તપાસનો ધમધમાટ: શાર્પ શુટરોને અનિશ ઇબ્રાહીમે જ હથિયાર પુરા પાડયાની કબૂલાત

જામનગરના શિપીંગ અને ગુટખાના વેપારીની હત્યાની નાસિકના શાર્પ શુટરોએ સોપારી લઇ હત્યા માટે જઇ રહેલા ચાર ભાડુતીમારાને રાજકોટ પોલીસે ઝડપી લીધા બાદ ચારેય શખ્સોની સાથે સ્થાનિક શખ્સની સંડોવણી હોવાની દ્રઢ શંકા સાથે પોલીસે ચારેયના મોબાઇલની કોલ ડીટેઇલ કઢાવી છે. શાર્પ શુટર વિરૂધ્ધ મજબુત પુરાવા એકઠાં કરવા ક્રાઇમ બ્રાન્ચના સ્ટાફે ચોટીલા બાદ જામનગર અને નાસિક ખાતે તપાસ કરવામાં આવનાર છે. અનિશ ઇબ્રાહીમે સોપારીની સાથે હથિયાર પુરા પાડયાની શાર્પ શુટર દ્વારા આપેલી કબૂલાત પોલીસના ગળે ઉતરી ન હોવાથી હથિયાર કોની પાસેથી મેળવ્યા તે અંગે પૂછપરછ હાથ ધરવામાં આવી છે. જામનગરના પંચવટી વિસ્તારમાં રહેતા અશ્ફાક ખત્રીના દુબઇ સ્થીત ભત્રીજા સફદરને દુબઇમાં ગુટખાના ધંધામાં ભાગીદારી માટે પાકિસ્તાનથી ફોન આવ્યા બાદ સફદરે ભારત સરકારની મદદ માગી પોતાના કાકા અશ્ફાક ખત્રીની અનિશ ઇબ્રાહીમના રાઇટ હેન્ડ મનાતા સલીમ ચીપલુન સોપારી આપી હોવાની માહિતી આપી હતી.

સફદરની માહિતીને ગંભીરતા સાથે પોલીસે ગુપ્તરીતે તપાસ શ‚ કરી નાસિકથી જામનગર જઇ અશ્ફાક ખત્રીની હત્યા કરવા જઇ રહેલા રામદાસ પરશુરામ રહાણે, વિનિત પુડલીંગ જાબરે, સંદિપ દયાનંદ શિલાંગ અને અનિલ રાજુ ધિલોડ નામના શખ્સોને ક્રાઇમ બ્રાન્ચના સ્ટાફે ઝડપી લીધા બાદ તેની સાથે સ્થાનિક શખ્સની સંડોવણી હોવાની શંકા સાથે પૂછપરછ કરવામાં આવી રહી છે.

રામદાસ રહાણે જામનગર રેકી કરવા આવ્યો હોવાથી તેને પંચવટી વિસ્તાર કોણે બતાવ્યો તેમજ રાજકોટ અને ચોટીલા રોકાયો હોવાથી તેની સાથે અન્ય કોણ હતુ તે અંગે તપાસ કરવા ચારેય શાર્પ શુટરના મોબાઇલની કોલ ડીટેઇલ કઢાવી છે. ચારેયને ગઇકાલે ચોટીલા જે હોટલમાં રોકાયા હતા ત્યાં જઇને હોટલના રજીસ્ટરના પુરવા એકઠાં કર્યા હતા. તેમજ રાજકોટના બસ સ્ટેશન પાસેની હોટલના સીસીટીવી ફુટેજની તપાસ કરી હતી.

અશ્ફાક ખત્રી પોતાના ડ્રાઇવર સાથે કારમાં જ ફરતા હોવાથી તેની છરીના ઘા ઝીંકી હત્યા કંઇ રીતે કરવાના હતા તે અંગે પૂછપરછ થઇ રહી છે. અશ્ફાક ખત્રીની હત્યા માટે અનિશ ઇબ્રાહીમે સોપારી આપી તેની સાથે હથિયાર પણ આપવામાં આવ્યાની ચારેય શાર્પ શુટરની કબુલાત પોલીસના ગળે ઉતરી ન હોવાથી હથિયાર અંગે તપાસ કરવા ચારેય શાર્પ શુટરને નાસિક લઇ જવામાં આવશે તેમ પોલીસસુત્રોએ જણાવ્યું છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.