Abtak Media Google News

૧૦ વર્ષની સત્તાથી કોંગ્રેસમાં કેટલાક અંશે અભિમાન આવી ગયું હોવાનો રાહુલ ગાંધીનો એકરાર     

નેતા બનવા લોકોને સાંભળવા પણ પડે છે: કોંગ્રેસ અધ્યક્ષને બ્રહ્મજ્ઞાન લાદ્યુ

૧૦ વર્ષ સત્તામાં રહેલી કોંગ્રેસને સત્તાના નશાના કારણે ૨૦૧૪ની લોકસભામાં પરાજય મળ્યો હોવાનો સ્વીકાર કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ કર્યો છે. લંડન ખાતે ઈન્ટરનેશનલ ઈન્સ્ટિટયુટ ઓફ સ્ટ્રેટેજીગ સ્ટડીઝના કાર્યક્રમમાં રાહુલ ગાંધીએ આ વાત સ્વીકારી હતી.

રાહુલે કહ્યું હતું કે, ૧૦ વર્ષની સત્તા ભોગવવાથી કોંગ્રેસમાં કેટલાક સ્તરે અભિમાન આવી ગયું હતું. જેનાથી અમને નવો પાઠ શિખવા મળ્યો છે નેતા બનવા માટે ઘણું શિખવું જરૂરી છે, ઘણુ સાંભળવું પણ પડે છે. વર્ષ ૨૦૧૪ની લોકસભા ચૂંટણીમાં કોંગ્રેસના કારમા પરાજય પાછળ અનેક કારણો જવાબદાર હતા. ત્યારે લંડન ખાતે રાહુલ ગાંધીએ એક કાર્યક્રમ દરમિયાન કોંગ્રેસને સત્તાનો મદ ચડયો હોવાથી પરાજય મળ્યો હોવાનો એકરાર કર્યો છે.

તેમણે કાર્યક્રમ દરમિયાન મોદી સરકારના રોજગારીના વચન ઉપર તડાફડી બોલાવતા કહ્યું હતું કે, ચીન દર ૨૪ કલાકે ૫૦ હજાર રોજગારીની તકો ઉત્પન્ન કરે છે. જયારે ભારતમાં માત્ર ૪૫૦ રોજગારીની તકો જ ઉત્પન્ન થાય છે. હાલ ભારતમાં બેરોજગારી ભરડો લઈ ગઈ હોવાનો મત પણ તેમણે વ્યકત કર્યો હતો.

રાહુલ ગાંધીએ મોદી સરકારની કૃષિ નીતિને પણ આડેહાથ લીધી હતી. તેમણે કહ્યું હતું કે, ખેતી ક્ષેત્રને નજર અંદાજ કરવામાં આવી રહ્યું છે. છેલ્લા ૭૦ વર્ષમાં કૃષિ ક્રાંતિ, દૂધ ક્રાંતિ અને ટેલીકોમ ક્રાંતિ થઈ છે. પાવરના વિકેન્દ્રીકરણથી વિકાસ સધાતો હોવાનો મત પણ રાહુલ ગાંધીએ વ્યકત કર્યો હતો. છેલ્લા ચાર વર્ષમાં (મોદી શાસન) સત્તાનું કેન્દ્રીયકરણ થયું છે. વર્ષ ૨૦૧૪ સુધી સરકાર ખેડૂતો અને સમાજના અન્ય નબળા વર્ગને સંભાળતી હતી.

રાહુલ ગાંધી લંડન ખાતે ૨૦૧૪ની લોકસભામાં કોંગ્રેસને મળેલી સીકસ્ત અંગે સત્તાનો મદ કારણભૂત હોવાની વાતનો એકરાર કર્યો છે. આ સાથે જ રાહુલ ગાંધીએ મોદી સરકારની રોજગારી મામલે ઘડાયેલી નીતિને પણ આડેહાથ લીધી છે. ભારતના કૃષિ ત્રેત્રને મોદી સરકારે નજર અંદાજ કર્યું હોવાનો આક્ષેપ રાહુલ ગાંધીએ કર્યો છે. તેમણે રોજગારીના સર્જન બાબતે ચીનનું ઉદાહરણ પણ ટાકયું છે. ૨૪ કલાકમાં ચીનમાં ૫૦ હજાર નોકરીનું સર્જન થાય છે જયારે ભારતમાં માત્ર ૪૫૦ રોજગારીની તકો જ સર્જાતી હોવાનો દાવો તેમણે કર્યો છે.

દેવાદાર અને અણઆવડતવાળા અનિલના રફાલ કોન્ટ્રાક્ટને લઇ રાહુલની તડાપીટ

અનીલ અંબાણી રૂ.૪૫૦૦૦ કરોડના દેણામાં છે. તેમણે તેમની જિંદગીમાં કયારેય વિમાન બનાવ્યું નથી છતાં પણ તેમને વિશ્ર્વનો સૌથી મોટો ડિફેન્સ કોન્ટ્રાકટ આપી દેવાયો હોવાનો આક્ષેપ કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ કર્યો છે. તેમણે સરકારની નીતિ પર સવાલ ઉઠાવતા લંડનની યુનિવર્સિટી ખાતે કહ્યું હતું કે, હિન્દુસ્તાન એરોનોટિકસ લી. (એચએએલ) છેલ્લા ૭૦ વર્ષથી એરક્રાફટનું નિર્માણ કરે છે. સુખોઈ, હોક સહિતના લડાકુ પ્લેન એચએએલ બનાવી ચૂકયું છે. એચએએલ કોઈપણ જાતના દેણામાં નથી. ૭૦ વર્ષનો અનુભવ છે.

યુપીએ સરકારે ફ્રેન્ચની કંપની ડેસલ્ટ રફાલ સાથે કરાર કર્યા હતા અને કોન્ટ્રાકટ એચએએલને આપ્યો હતો. પ્લેન દીઠ ૫૨૦ કરોડનું અંદાજીત ચૂકવણું કરવાનું નક્કી થયું હતું. જો કે, મોદી ફ્રાન્સ ગયા અને વાતાવરણ પલ્ટાઈ ગયું. ૧૨૬ પ્લેનની જગ્યાએ ૩૬ પ્લેન અને ૫૨૦ કરોડની જગ્યાએ ૧૬૦૦ કરોડનું નક્કી થયું અને કોન્ટ્રાકટ અનિલ અંબાણીને આપી દેવાયો.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.