Abtak Media Google News

ગુરુવારે નાસાએ દુનિયાનો સૌથી નાનો ઉપગ્રહ લોન્ચ કાઈને ઇતિહાસ રચ્યો હતો. આ ઉપગ્રહ બનાવવામાં ભારતના તામિલનાડુના વિદ્યાર્થી દ્વારા તૈયાર કરવામાં આવ્યો છે. 18 વર્ષીય રિફ્ત શાહરૂખ અને તેની ટીમે આ નાના ઉપગ્રહની ડિઝાઈન બનાવી હતી અને તેનું નામ “કલામસેટ” આપવામાં આવ્યું હતું. આ ઉપગ્રહને ‘કલામસેટ’ નામ આપી ભુતપૂર્વ ભારતના રાષ્ટ્રપતિ એપીજે અબ્દુલ કલામને શ્રદ્ધાંજલી આપી હતી. આ નાના ઉપગ્રહનું વજન ફક્ત 64ગ્રામ છે વાલ્પ્સ દ્વીપમાં નાસાની સુવિધાથી ઉપગ્રહ નાસા ધ્વનિ રોકેટ અંતરિક્ષમાં ઘૂસી ગયો હતો. આ ઉપગ્રહના લોંચ સાથે ભારતે એક વિશ્વ સ્પેસ રેકોર્ડ બનાવ્યો છે. રિફ્તએ જણાવ્યુ કે આ શક્ય ન હતું જો તેને તેની ટીમે સાથ આપ્યો ન હોત તો. આ એક થ્રીડી પ્રિંટેડ ઉપગ્રહ હતો. આવું પહેલી બન્યું કે સ્પેસમાં થ્રીડી પ્રિંટિંગ ટેકનૉલોજિનો ઉપયોગ કરવામાં આવ્યો છે. અમે એક હિસ્ટરી બનાવી. દુનિયાનો સૌથી નાનો ઉપગ્રહ સ્પેસમાં લોંચ થયો. આ પ્રોજેકટ ડૉ. શ્રીમથી કેસનના નીચે તૈયાર થઈ રહ્યો હતો. ડૉ. શ્રીમથી કેસન કિડ્સ સ્પેસના સ્થાપક અને સીઇઓ છે. સેટેલાઈટ  ઊડ્યાં પછી રોકેટથી 125 મિનિટ પછી છૂટું પડ્યું.  તેણીએ ઉમેર્યું કે કલામસેટ દરિયામાં પડ્યું હતું અને તેને ફરીથી રિકવર કરીને પાછું મોકલીને ફરીથી ડેટાને ડેકોડ કરશે. આ લોંચને દેવીનું હસ્થક્ષેપ એવું વર્ણવામાં આવ્યું. કેસેન આગળ ઉમેર્યું હતું કે 3.8 સે.મી. ક્યુબ રચાયેલ – ઉપગ્રહ એક પામ માં ફિટ થઈ શકે છે અને સંપૂર્ણપણે થ્રીડીથી પ્રિંટેડ છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.