Abtak Media Google News

ભારતની નારી ‘માઁ ’ પછી ‘મધર ઇન્ડિયા’પહેલા

માત્ર ૬ વર્ષની વયે ‘તલાશ-એ-હક’ (૧૯૩૫) ફિલ્મમાં બાળ કલાકાર તરીકે શરૂઆત કરીને ૧૯૬૭માં ‘રાત ઔર દિન’ફિલ્મમાં છેલ્લે અભિનય કરીને નેશનલ એવોર્ડ મેળવ્યો હતો. ૩ મે ૧૯૮૧ માં માત્ર પ૧ વર્ષની વયે નિધન થયું

નરગિશે મધર ઈન્ડિયામાં પુત્રી-પત્ની-ર્માંનો રોલ કરીને સમાજમાં નારી શકિતનું ઉદાહરણ રજૂ કરેલ કર્મ કરવાનું આવે ત્યારે સગા પુત્રને હણતા પણ ન ખચકાય તેમ સંદેશ આપીને તે પરિવારની માતા નહીં પણ દેશની મતા બની હતી. રાજકપૂર સાથે પણ તેમન અફેરની ખૂબ ચર્ચા ચાલી હતી. નરગિશ એક નારી ધર્મ બજાવ્યો લગ્ન બાદ ઘર અને સમાજ બંનેની સેવા કરીને અમર થઈ ગયા. તેમના મધર ઈન્ડિયાના પાત્ર થકી માનવ જીવનના તમામ પાસાઓને બખુબી નિભાવીને ‘આજની’ નારીઓને હજી પણ શિક્ષિતક અને દિક્ષિત કરી રહી છે. તેમની આ એકજ ફિલ્મે ‘બોલીવુડ’ જગતનાં તમામ રેકોર્ડ બ્રેક કર્યા. સાથે નરગિશે પોતાના જીવનમાં ઘણું શિખ્યા હોવાની વાત કરી હતી. આ ફિલ્મના સમયની નારીની વ્યથા-જીવન સાથે આજે ૨૧મી સદીમાં પણ આ ફિલ્મ એટલી જ ચોટડુક છે, નરગિશના અભિનયથી ફિલ્મને ચાર ચાંદ લાગી ગયા હતા. આજે પણ જયારે સફળ મહિલાઓની વાત આવે છે. ત્યારે તેઓ પણ મોટાભાગે આ મહાન અભિનેત્રીના જીવનથી પ્રેરિત થઈને વિકાસ કર્યાની વાતો જણાવે છે.

આજે નરગિશ જીવતા હોત તો ૯૦ વર્ષના હોત, ૧લી જુન ૧૯૨૯ના કોલકતા ખાતે જન્મ થયો. તેમના માતા મશહુર ગાયિકા જદનબાય પિતા અબ્દુલ રશીદ ઉર્ફે મોહનબાબુ જેમણે મુસ્લીમ ધર્મ અંગીકાર કર્યો હતો. નરગીશનું મુળ નામ ફાતિમા રશીદ હતું. નરગિશને કલા વારસામાં મળી હતી. તેમનાં પિતા ડોકટર હતા. ‘મધર ઇન્ડિયા’ની ભૂમિકાથી ફિલ્મ જગતમાં તેઓ અમર થઇ ગયા. સુનિલ દત્ત સાથે લગ્ન બાદ ફિલ્મ અભિનય છોડીને સામાજીક કાર્યો જોડાઇ ગયા. પતિ સુનિલ દત્ત સાથે અંજતા કલ્ચર ગ્રુપની સ્થાપના કરી. દેશની સિમા ઉપર જઇને જવાનોનુ મનોરંજન કર્યુ. રાજયસભાના સભ્ય તરીકે પણ તેઓ ચુંટાયા હતા.

ભારતીય સિનેમાની પ્રસિઘ્ધ અભિનેત્રી નરગિશે રાજકપૂર, દિલીપકુમાર સાથે વધુ કામ કર્યુ, રાજ-નરગિશની જોડી તો એવરગ્રીન ગણાતી, રાજકપૂર સાથે શ્રી ૪ર૦, આવારા, આહ, પાપી, અનહોની, બેવફા, ચોરી ચોરી, બરસાત, અંદાજ, આગ, આશિયાના જેવી અનેક હિટ ફિલ્મોમાં અભિનય કર્યો. અંદાજમાં રાજ, દિલિપ, નરગિશની જોડી જોવા મળી હતી.

અંદાજે ત્રણ દાયકાની ફિલ્મ કેરીયરમાં તેમણે શ્રેષ્ઠ ફિલ્મો આપી, જે આજે પણ લોકોના હ્રદયમાં વસી છે. તેમને પદમશ્રી નો સર્વોચ્ચ એવોર્ડ ૧૯૫૮માં મળેલ હતો, આ ઉપરાંત મધર ઇન્ડિયા અને રાત ઔર દિન ફિલ્મ માટે શ્રેષ્ઠ અભિનેત્રીનો એવોર્ડ મળેલ હતો. મધર ઇન્ડિયા તો એ જમાનામાં વિદેશમાં પણ એવોર્ડ માટે નોમિનેટ થઇ હતી. આ ફિલ્મમાં જાુવાન અને વૃઘ્ધ બન્ને પાત્રમાં નરગિશે લા જવાબ અભિનય કર્યો હતો.

તેમના અમર પાત્રોમાં મધર ઇન્ડિયામાં ‘રાધા’, ચોરી ચોરીમાઁ ‘કમ્મો’, દિદારમાં ‘માલા’નું પાત્ર, આવારાની રીટા, અંદાજમાં નિના, લાજવંતીમાં કવિતા નિર્મલનું પાત્ર જેવા શ્રેષ્ઠ અભિનય પાત્રો ફિલ્મને હિટ બનાવી હતી મધર ઇન્ડિયા ના આગના દ્રશ્ય વખતે બચાવનાર સુનિલ દત્ત સાથે લગ્ન કર્યા હતા, નરગીશના પુત્ર સંજય દત્ત ખુબ જ સારો કલાકાર છે, તેમને પરિવારમાં બે પુત્રી અને એક પુત્ર છે. નરગિશને સાડી પહેરવાનો બહુ જ શોખ હતો. સુનિલ દત્ત સાથે તેમની પ્રથમ મુલાકાત ‘દો બીધા જમીન’ ફિલ્મ શુટીંગ વખતે થઇ હતી. જયારે સુનિલ દત્ત ફિલ્મ જગતમાઁ નવા નવા હતા. તેમની પુત્રી પ્રિયા અને નમ્રતા છે. નરગિશનું અવસાન ર મે ૧૯૮૧ના રોજ પૈંક્રિયાટિક કેન્સરને કારણે થયું હતું. ત્યારે તેની ઉમર માત્ર પ૧ વર્ષ હતી.

પ્રારંભે નરગિશ ડોકટર બનીને લોકોની સેવા કરવા માંગતી હતી. પણ માતાના આગ્રહથી ફિલ્મી કેરિયર પસંદ કરવું પડયું, તેમને જયારે ખ્યાતનામ નિર્દેશ મહેબુબખાન પાસે સ્ક્રીન ટેસ્ટ માટે માતા લઇ ગયા ત્યારે ફેલ થવા માટે જેવા તેવા સંવાદો બોલ્યા જેથી ફેલ થાય પરંતુ મહેબુબખાને તેની ફિલ્મ ‘તક દિર’માટે સિલેકટ કરી હતી. પછી તો ૧૯૪૯માં બરસાત અને અંદાજ આ બે ફિલ્મે તેમને અભિનેત્રી તરીકે સ્થાપિત કરી દીધી હતી.

78

રાજ- નરગિશની જોડીએ પપ જેટલી ફિલ્મોમાં કામ કર્યુ, ૧૯૫૬માં આવેલી ‘ચોરી ચોરી’આ જોડીની છેલ્લી ફિલ્મ હતી, એકવાર રાજકપૂર માતા જદનબાયને મળવા ઘેર ગયાને બારણુ નરગિશે ખોલ્યું ત્યારે તેના હાથને માથે લોટ ચોટતા એ દ્રશ્ય રાજકપૂરે બોબી ફિલ્મમાં ખુબ જ શ્રેષ્ઠ રીતે દર્શાવેલ હતું. ટી જર્યોર્જ લખેલી બુક ‘ધ લાઇફ એન્ડ ટાઇમ્સ ઓફ નરગીશ’માં આ વાતનો ઉલ્લેખ કર્યો છે. આગ ફિલ્મ માટે પૃથ્વીરાજ કપૂરના કહેવાથી નરગિશે દશ હજાર રૂપિયામાં કામ કર્યુ હતું. લતાજીને બે જ અભિનેત્રી પસંદ હતી જેમાં મીનાકુમારી અને નરગિશ હતા. આવાર રીલીઝ થવાનું હતુંને નરગિશની માઁ નું અવસાન થયું તેવી જ રીતે પુત્ર સંજય દત્તને ચમકાવતી ફિલ્મ ‘રોકી’રિલીઝ થવાનું હતું એ પહેલા નરગિશનું મૃત્યું થયું હતું. આર.કે. સ્ટુડીયોમાં પૈસાની કમી આવી ત્યારે નરગિશે પોતાના સોનાના કડા વેચ્યા હતા.

નરગિશે અદાલત, ઘર સંસાર, લાજવંતી જેવી શ્રેષ્ઠ ફિલ્મો બહારના નિર્માતા સાથે કરી હતી રાજકપૂરે એક વાર કહેલું કે મારી પત્ની મારા બાળકોની માઁ છે, પણ મારી ફિલ્મસની માઁ તો નરગિસ છે. શશીકપૂરે પણ જણાવેલ કે તે આર.કે. ફિલ્મસની જાન હતી. નરગિશનો કોઇ સીન ન હોય તો પણ તે શુટીંગમાં અચુક હાજર રહેતી, ૧૯૪૦ થી ૧૯૫૦ વચ્ચે આ અભિનેત્રીની શ્રેષ્ઠ ફિલ્મો આવી હતી. પણ ૧૯૫૭માં મધર ઇન્ડિયા ફિલ્મે નરગિશને અમર બનાવી દીધી, તેમની પુત્રી પ્રિયા દત્ત માતા-પિતાના પગલે રાજકારણ, સેવામાં સક્રિય છે. તો નમ્રતા દત્ત રાજેન્દ્રકુમારના પુત્ર કુમાર ગૌરવ સાથે સુખી લગ્ન જીવન માણી રહી છે. મુંબઇના પાલી હીલ, બાંદ્રા રોડને નરગિશ દત્ત રોડ નામ અપાયું છે. તેમના મૃત્યુ બાદ સુનિલ દત્તે કેન્સર ફાઉન્ડે.શનની સ્થાપના કરીને લોકસેવા કરી હતી.

મહાન અભિનેત્રી નરગિશ ઉપર ફિલ્માંકન થયેલા શ્રેષ્ઠ ગીતો

  • પ્યાર હુઆ ઇકરાર હુઆ….
  • યે રાત ભીગી ભીગી…..
  • રમૈયા વસ્તા વૈયા…..
  • દિલ કી ગીરહ ખોલ દે…..
  • ઘુંઘટ કે પટ ખોલ….
  • રાજ કી આયુેગી બારાત…..
  • યુ હસરતો કે દાગ…..
  • ઇચક દાના બિચક દાના….
  • દમ ભર જો ઉઘર મુહ ફેરે….
  • જહાઁ મે જાતી હું વહી ચલે આ તે હો….
  • આજા રે અબ મેરા દિલ પુકારે….
  • આજા સનમ મધુર ચાંદની મે હમ….
  • ઘર આયા મેરા પરદેશી….
  • જાને ન નજર પહચાને જીગર…..

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.