Abtak Media Google News

ભોપાલ બેઠક પર કોંગ્રેસનાં દિગ્ગજ નેતા દિગ્વિજયસિંહ સામે પ્રજ્ઞા ઠાકુર આગળ: મેનકા ગાંધી, વરૂણ ગાંધી, નીતીન ગડકરી, રાજનાથસિંહ સહિતનાં દિગ્ગજોને તોતીંગ લીડ

લોકસભાની ૫૪૨ બેઠકો માટે સવારથી મતગણતરી ચાલી રહી છે જેમાં પ્રારંભિક પરીણામમાં ભાજપને સ્પષ્ટ બહુમતી મળી રહ્યાનો આસાર દેખાઈ રહ્યા છે. ઉતર પ્રદેશની વારાણસી બેઠક પરથી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી આગળ ચાલી રહ્યા છે તો ગુજરાતની ગાંધીનગર લોકસભા બેઠક પરથી ભાજપનાં રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહને તોતીંગ લીડ હાંસલ થઈ રહી છે. ગાંધી પરિવારની પરંપરાગત એવી રાયબરેલી બેઠક પરથી યુપીએનાં ચેરપર્સન સોનિયા ગાંધી પોતાનાં ઉમેદવારથી આગળ ચાલી રહ્યા છે.

વારાણસી બેઠક પર એક તરફી પરીણામ આવે તેવું શરૂઆતથી જ માનવામાં આવી રહ્યું હતું. આજે સવારથી જ હાથ ધરાયેલી મતગણતરીમાં વારાણસી બેઠક પર વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી તોતીંગ લીડ સાથે આગળ ચાલી રહ્યા છે તો ગુજરાતની રાજધાની એવી ગાંધીનગર લોકસભા બેઠક પરથી ચુંટણી લડી રહેલા ભાજપનાં રાષ્ટ્રીય અધ્યક્ષ અમિતભાઈ શાહ પોતાનાં નજીકનાં હરીફ એવા સી.કે.ચાવડાથી બે રાઉન્ડનાં અંતે ૨૫ હજાર મતથી આગળ ચાલી રહ્યા છે.

રાયબરેલી બેઠક પરથી સોનિયા ગાંધી આગળ ચાલી રહ્યા છે. અન્ય દિગ્ગજ નેતાઓની વાત કરવામાં આવે તો સુલતાનપુર બેઠક પરથી કેબિનેટ મંત્રી મેનકા ગાંધી, પીલ્લીભત બેઠક પરથી વરૂણ ગાંધી, નાગપુર બેઠક પરથી નિતીન ગડકરી, લખનઉ બેઠક પરથી રાજનાથસિંહ, ગોરખપુર બેઠક પરથી રવિ કિશન, ભોપાલ બેઠક પરથી સાઘ્વી પ્રજ્ઞા ઠાકુર પોતાના નજીકનાં પ્રતિસ્પર્ધીથી આગળ ચાલી રહ્યા છે તો મહારાષ્ટ્રની મુંબઈ વેસ્ટ વિધાનસભા બેઠક પરથી ફિલ્મ અભિનેત્રી ઉર્મિલા માતોડકર પાછળ ચાલી રહ્યા છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.