Abtak Media Google News

જાપાન, વિયેટનામ અને મ્યાનમાર સાથે સંરક્ષણ અને સુરક્ષાના સંબંધો થયા મજબુત

આંતરરાષ્ટ્રીય રાજકારણમાં ભારતનું વજન રહે તે માટે અગ્ની એશિયાના દેશો સાથે સંબંધો મજબુત બનાવવા વર્ષ ૨૦૦૨માં પૂર્વ વડાપ્રધાન અટલબિહારી વાજપાયીએ અનેક પ્રયાસો કર્યા હતા. હાલના વડાપ્રધાન મોદી પણ અટલબિહારી વાજપાયીના રસ્તે ચાલી અગ્ની એશિયા સાથે સંબંધો વિકસાવી રહ્યા છે.

અગ્ની એશિયાના દેશો સાથે આર્થિક સંબંધો મજબુત બનાવવા તેમજ ટેકનોલોજીના આદાન-પ્રદાન માટે મોદી ખાસ પ્રયાસો કરી રહ્યા છે. વર્ષ ૧૯૯૨માં પણ તે સમયના નાણાપ્રધાન મનમોહનસિંઘે આશિયાન દેશો સાથે સંબંધો ગાઢ બનાવવા પોલીસીની રચના કરી હતી.

સંરક્ષણ અને સુરક્ષા બાબતે મોદી સરકાર જાપાન અને વીયેટનામ સાથે કરાર કરી રહી છે. વિશ્ર્વમાં ચીનના વધતા પ્રભુત્વને ઘટાડવા અને ભારતનું કદ વધારવા માટે અગ્ની એશિયાના દેશોના સાથ ભારત માટે જ‚રી બને છે. આ દિર્ઘદ્રષ્ટી વાજપાયીમાં હતી અને તેમણે આ ક્ષેત્રે મહત્વના પગલા લીધા હતા. ભારત અને વિયેટનામ વચ્ચે સંરક્ષણ ક્ષેત્રે ૫૦૦ મીલીયન ડોલરના કરાર થયા છે. બન્ને દેશો શીપ બનાવવા માટે પાર્ટના વિકાસ ભાગીદારી કરવા પણ સહમત છે. ભારતે જમીનથી હવામાં હુમલો કરતા આકાશ મીસાઈલ વીયેટનામને આપવા પણ કરાર કર્યા છે. આ ઉપરાંત મ્યાનમાર અને જાપાન સાથે પણ ભારતની વિદેશનીતિ વાજપાયી સરકાર સમયની ‚પરેખા ઉપર જ છે. સાઉથી ચીન સમુદ્રમાં વધી રહેલા ચીનના પ્રભુત્વ ઉપર નિયંત્રણ લાવવા અને ચીનની દાદાગીરી રોકવા માટે પણ અગ્નિ એશિયાના દેશો સાથે ભારતના સંબંધો મહત્વના બની જાય છે. આ દેશો સાથે ભારતના પારંપરીક સંબંધો છે. જે અટલબિહારી વાજપાયીના સમયથી મજબુત થઈ રહ્યા છે.

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.