Abtak Media Google News

પાણી બચાવો, બેટી બચાવો, સ્વચ્છ ભારત, શ્રેષ્ઠ ભારત અને સંયુકત ભારત સહિતની ૨૮ કૃતિઓ રજુ કરાઈ

નિધિ સ્કૂલ દ્વારા હેમુગઢવી હોલ ખાતે વાર્ષિક મહોત્સવ સુનહરે પલ-૨૦૧૮નું આયોજન કરવામાં આવ્યું હતું. આ વાર્ષિક મહોત્સવમાં વિદ્યાર્થીઓ દ્વારા અલગ-અલગ જે પાણી બચાવો, બેટી બચાવો, સ્વચ્છ ભારત, શ્રેષ્ઠ ભારત, સંયુકત ભારત જેવી ૨૮ કૃતિઓ રજુ કરવામાં આવી હતી. નાના ભુલકાથી લઈને મોટા બાળકોએ ઉત્સાહભેર અલગ-અલગ કૃતિઓમાં ભાગ લીધો હતો. આ કાર્યક્રમમાં ચીફ ગેસ્ટ અને ઉદઘાટક તરીકે અબતક મીડિયાના મેનેજીંગ તંત્રી સતીષકુમાર મહેતા ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમ નિહાળવા બહોળી સંખ્યામાં વાલીઓ હાજર રહ્યાં હતા. Vlcsnap 2018 02 22 09H14M16S82

અબતક સાથેની વાતચીત દરમિયાન નિધિ સ્કૂલના ડિરેકટર યશપાલસિંહ ચુડાસમાએ જણાવ્યું કે, હેમુગઢવી હોલ ખાતે બાળકોનો વાર્ષિક મહોત્સવ સુનહરે પલ-૨૦૧૮નું આયોજન કરવામાં આવ્યું છે. દરેક વાલીઓની ઈચ્છા હોય છે કે પોતાનું બાળક સ્ટેજ ઉપર પરફોર્મન્સ કરે ત્યારે દરેક વાલીની અંદર એક ઉત્સાહ હોય છે અને તે ઉત્સાહનો તે સુનહરો પલ હોય છે. તેથી જ અમે કાર્યક્રમનું નામ સુનહરે પલ રાખવામાં આવ્યું છે.Vlcsnap 2018 02 22 09H01M45S7 1111

આ કાર્યક્રમની અંદર ૪૮૬ બાળકોએ ભાગ લીધેલ છે. તેઓ અવનવી ૨૮ કૃતિઓ રજુ કરશે. જેમાં એક થીમ બેઈઝ સંયુકત પરિવાર ડ્રામા બાળકો દ્વારા રજુ કરવામાં આવશે. બેટી બચાવો, જળ બચાવો, અખંડ ભારત જેવી કૃતિઓ રજુ કરશે. વિદ્યાર્થીઓ સાથે વાલીઓ પણ પરફોર્મન્સ આપશે.Vlcsnap 2018 02 22 09H02M32S220 11

અબતક સાથેની વાતચીતમાં નિધિ સ્કૂલના બપોર સ્ફિટના પ્રિન્સીપાલ ભટ્ટ અદિતિએ જણાવ્યું કે, નિધિ સ્કૂલ દ્વારા સુનહરે પલ વાર્ષિક મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં બધાની ખુબ જ મહેનત રહી છે. છેલ્લા દોઢ મહિનાથી બધા અથાગ મહેનત કરીને કાર્યક્રમને સફળ બનાવવાના પ્રયત્નો કર્યા છે. બાળકો દ્વારા વિવિધ ૨૮ જેટલી કૃતિઓ રજુ કરવામાં આવશે અને બાળકો ખુબ જ ઉત્સાહિત છે અને વાલીઓ પણ બાળકોને પ્રોત્સાહિત કરવા માટે આવ્યા છે.Vlcsnap 2018 02 22 09H10M03S111

અબતક સાથેની વાતચીત દરમિયાન કોરીયોગ્રાફર ત્રિલોચના ભટ્ટએ જણાવ્યું છે કે, નિધિ સ્કૂલ દ્વારા સુનહરે પલ વાર્ષિક મહોત્સવમાં મેં ઘણી બધી અલગ અલગ થીમ ઉપર કૃતિઓ કરાવેલી છે અને વિદ્યાર્થીઓ દ્વારા વાલીઓને કંઈક સંદેશો આપે તેવી અપેક્ષા સાથે મેં શીખવાડયું છે. વધુમાં જણાવ્યું કે નાના બાળકોને શિખતા થોડો સમય લાગે પરંતુ મોટા બાળકો ઝડપથી શીખી લે છે અને બાળકો અને શિક્ષકોનો પુરો સહકાર મળ્યો છે.Vlcsnap 2018 02 22 09H09M18S170

અબતક સાથેની વાતચીત દરમિયાન નિધિ સ્કૂલની ધોરણ-૧૨ની વિદ્યાર્થીની સહાની ‚બીએ જણાવ્યું કે, અમારી શાળામાં દર વર્ષે વાર્ષિક મહોત્સવ થાય છે. બેટી બચાવો અને બેટી પઢાઓ ઉપર અમારી શાળામાં ખુબ જ ભાર મુકવામાં આવે છે. જેથી વાલીઓ આગળ આવે અને તેની બાળકીઓને શાળાએ મોકલે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.