મૈસુર અને પંજાબ ઝુને બે સફેદ વાઘ અને ત્રણ સિંહ આપશે રાજકોટ ઝુ

133

રોયલ બેંગાલ ટાઈગર, સફેદ મોર, આફ્રિકન ગ્રે પોપટ, હિમાલીયન રીંછ, જંગલ કેટ, ઝીબ્રા ફિન્ચ સહિતના અનેક પશુ-પક્ષીઓ પ્રદ્યુમન પાર્ક ઝુની શોભા વધારશે

એનીમલ એક્ષચેન્જ પ્રોગ્રામ અંતર્ગત રાજકોટ મહાનગરપાલિકા સંચાલીત પ્રદ્યુમન પાર્ક ઝુ મૈસુર અને પંજાબ ઝુને બે સફેદ વાઘ તથા બે સિંહ અને એક સિંહણ આપશે જેના બદલામાં આ બન્ને ઝુ દ્વારા સફેદ મોર, આફ્રિકન ગ્રે પોપટ, હિમાલીયન રીંછ, જંગલ કેટ, ઝીબ્રા ફિન્ચ સહિતના પશુ-પક્ષીઓ રાજકોટ ઝુને આપવામાં આવશે.

આ અંગે પ્રાપ્ત થતી વધુ વિગતો મુજબ રાજકોટ મહાનગરપાલિકા સંચાલીત પ્રદ્યુમન પાર્ક ઝુ દ્વારા મૈસુરના શ્રી ચમા રાજેન્દ્ર ઝુલોઝીકલ ગાર્ડનને એક એશિયાઈ સિંહ અને એક સફેદ વાઘ આપશે જેના બદલામાં મૈસુર ઝુ દ્વારા પ્રદ્યુમન પાર્ક ઝુને સારસ ક્રેઈનની એક જોડી, જોસીલાની એક જોડી, સફેદ મોરની એક જોડી, સ્કારલેટ આઈબીસની એક જોડી, બ્લોક શ્ર્વાનની બે જોડી, ઈલેકટ્રક પેરોટની એક જોડી, એક નંગ આફ્રિકન ગ્રે પોપટ, એક રોયલ બેંગાલ ટાઈગર, ગ્રે ઈન્ડિયન વુલ્ફ (વ‚)ની એક જોડી તથા યલો ગોલ્ડ ફીઝન્ટ એક નર અને એક માદા એમ આપશે.

જયારે રાજકોટ ઝુ દ્વારા શ્રી એમસી ઝુલોઝીકલ પાર્ક છતબીર પંજાબને એક જોડી એશિયાઈ સિંહ, એક સફેદ વાઘ અને જંગલ કેટ આપવામાં આવશે જેના બદલામાં છતબીર ઝુ રાજકોટને એક હિમાલીયન રીંછ, એક જોડી જંગલ કેટ, એક જોડી હમદ્રાયસ બનુન, ત્રણ જોડી રોજ રીંગ પેરાકીટ, બે જોડી એલેક્સ્ઝાન્ડીન પેરાકીટ, ૧૦ પેન્ડેટ સ્ટોક, બે જોડી કોમ ડક અને ૧૦ નંગ ઝીબ્રા ફિન્ચ આપશે.

Loading...