Abtak Media Google News

૧૪ દિવસ કવોરન્ટાઈન થયા બાદ ખેલાડીઓ ૮ જુલાઈએ પ્રથમ ટેસ્ટ રમશે

વૈશ્ર્વિક મહામારી કોરોના બાદ રમતોને તેની વિપરીત અને માઠી અસરનો સામનો કરવો પડી રહ્યો છે ત્યારે ક્રિકેટને ફરી વેગવંતુ બનાવવા અને તમામ ક્રિકેટ બોર્ડ કે જે આર્થિક સંકટનો સામનો કરી રહ્યા છે તેઓને તેમાંથી બહાર લાવવા હાલ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન શરૂ  કરી દેવામાં આવ્યું છે જે સંદર્ભે વેસ્ટ ઈન્ડિઝની ટીમ ઈંગ્લેન્ડ ખાતે ત્રણ ટેસ્ટ મેચ રમવા પહોંચી છે. વેસ્ટ ઈન્ડિઝનાં ખેલાડીઓ ૧૪ દિવસ કવોરોન્ટાઈન થયા બાદ ૮મી જુલાઈથી તેની પ્રથમ ટેસ્ટ રમશે. વેસ્ટ ઈન્ડિઝ તરફથી સેમરોન હેટમાયર અને ડેરન બ્રેવો અને કિમો પોલ ટીમ સાથે જોડાયા નથી.

વેસ્ટ ઈન્ડિઝની ક્રિકેટ ટીમ ૩ મેચની ટેસ્ટ સીરિઝ રમવા માટે મંગળવારે ઈંગ્લેન્ડ પહોંચી ગઈ છે. સીરિઝની પ્રથમ મેચ સાઉથમ્પ્ટનમાં ૮ જુલાઈથી રમાશે. આ કોવિડ-૧૯ મહામારીને કારણે લોકડાઉન લાગ્યા બાદ પ્રથમ ઈન્ટરનેશનલ સીરિઝ રહેશે. તમામ ખેલાડીઓ અને સપોર્ટ સ્ટાફનું વિન્ડીઝથી નીકળતા અગાઉ અને ઈંગ્લેન્ડ પહોંચવા પર ટેસ્ટ કરવામાં આવ્યા. ટીમના ખેલાડી ઓલ્ડ ટ્રેફર્ડમાં બાય-સિક્યોર વાતાવરણમાં રહે છે.

ટીમ ૧૪ દિનસ ક્વોરનટાઈન રહેશે અને પછી એક અઠવાડિયું ટ્રેનિંગ કરશે. ખેલાડી ૩ જુલાઈએ સાઉથમ્પ્ટન માટે નીકળશે, જ્યાં ટીમ ૮ જુલાઈથી પ્રથમ ટેસ્ટ રમશે.કોવિડ-૧૯ મહામારીની વચ્ચે વેસ્ટ ઈન્ડીઝની ટીમ ઈંગ્લેન્ડનો પ્રવાસ કરશે અને ત્યાં ત્રણ ટેસ્ટ મેચની સીરિઝ રમશે. આ બધાની વચ્ચે વેસ્ટ ઈન્ડીઝના ત્રણ ખેલાડીઓએ આ પ્રવાસ પર જવાની સ્પષ્ટ ના પાડી દીધી છે. ડેરેન બ્રાવો, શિમરોન હેટમાયર અને કીમો પોલે પોતાના ક્રિકેટ બોર્ડને કોવિડ-૧૯ના પ્રકોપ વચ્ચે વિદેશ પ્રવાસ કરવાની ના પાડી દીધી છે.

આની વચ્ચે ક્રૂમા બોનર અને ચેમાર હોલ્ડરને પહેલીવાર ટેસ્ટ ટીમમાં સ્થાન મળ્યું છે. વેસ્ટ ઈન્ડીઝ ક્રિકેટ બોર્ડે આ પ્રવાસ માટે આજે પોતાની ટીમની ઘોષણા કરી દીધી છે, જેમાં આ ત્રણેય ખેલાડીઓને આ પ્રવાસ જવાની ના પાડ્યા બાદ ટીમમાં જગ્યા મળી નથી. આ ત્રણ ખેલાડીઓમાં બે મહત્વના બેટ્સમેન શિમરોન હેટમાયર અને ડેરેન બ્રાવો શામેલ છે જ્યારે ત્રીજો એક મહત્વનો ખેલાડી ફાસ્ટ બોલર કીમો પોલ છે. માનવામાં આવી રહ્યું છે કે, કોવિડ-૧૯ સામે સુરક્ષા અંતર્ગત આ ખેલાડીઓએ આવું કર્યું છે.

જેરમાઈન બ્લેકવુડ, ક્રૂમા બૂન, ક્રેઈગ બ્રાથવેઈટ, શામાર બ્રૂક્સ, જોન કેમ્પબેલ, રોસ્ટન ચેઝ, રાહકીમ કોર્નવોલ, શેન ડોરિચ, ચેમાર હોલ્ડર, જેસન હોલ્ડર (કેપ્ટન), શાઈ હોપ, અલ્ઝારી જોસેફ, રેયમન રીઈફર, કેમાર રોચ. જણાવી દઈએ કે, આ પ્રવાસ માટે વેસ્ટ ઈન્ડીઝ બોર્ડે ૧૧ અન્ય ખેલાડીઓને રિઝર્વ રાખ્યા હતા.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.