Abtak Media Google News

ઈઝ ઓફલીવિંગ ૨૦૧૯ માં રાજકોટનો ક્રમ ૧૧૧ શહેરોમાં ૩૮મો હતો

ભારત સરકારનાં મીનીસ્ટ્રી ઓફ હાઉસીંગ એન્ડ અર્બન અફેર્સ દ્વારા કરવામાં આવી રહેલ ઇઝ ઓફ લીવિંગ નાં સર્વેમાં ચછ કોડ સ્કેન કરી ફિડબેક આપવા અથવા યજ્ઞહ ૨૦૧૯.જ્ઞલિ  ઓપન કરી સીટીઝન ફીડબેક ઓપન કરી ત્યારબાદ રાજ્ય, શહેર, ભાષા પસંદ કરી અને રાજકોટ શહેરને લગતા પ્રશ્નોનાં જવાબ આપવાથી ઉચો ક્રમાક અપાવી ભવિષ્યની માળખાકીય અને લોકોની સુખકારીની સુવિધામાં વધારો કરવા આયોજનમાં મદદરૂપ થઇએ. તો આવો રાજકોટ શહેરને રહેવા લાયક છે કે કેમ ? તેનો ફીડબેક આપી રાજકોટ શહેરને ભવિષ્યમાં રહેવા લાયક શહેરમાં ઉચો ક્રમાક અપાવીએ. ભારત સરકારનાં મીનીસ્ટ્રી ઓફ હાઉસીંગ એન્ડ અર્બન અફેર્સ દ્વારા ભારતનાં વિભિન્ન શહેરો માટે ઇઝ ઓફ લીવિંગ ૨૦૧૮માં શરૂ કરવામાં આવેલ અને હાલમાં ઇઝ ઓફ લીવિંગ ૨૦૧૯ અંતર્ગત રાજકોટ મહાનગરપાલિકા તથા રાજકોટ સ્માર્ટ સીટી ડેવલપમેન્ટ લી. દ્વારા કામગીરી કરવામાં આવી રહેલ છે. શહેરનાં વિવિધ ક્ષેત્રો જેવા કે હેલ્થ, એજ્યુકેશન, હાઉસીંગ એન્ડ શેલ્ટર, મોબીલીટી સેફ્ટી તથા સિક્યોરીટી, એન્વાયરમેન્ટ, ગ્રીન બીલ્ડીંગ, એનર્જી ક્નઝમપશન જેવા પાસાઓનું મુલ્યાકન કરવામાં આવે છે. ઇઝ ઓફ લીંવીગ નથી,પુરાવા આધારીત શહેરની હાલની વ્યવસ્થામાં સુધારા લાવી શકાય, સતત વિકસતા જતા શહેરની વધુ સારી સુવિધા આપવામાં મદદરૂપ થઇ શકાય, લોકોની સુખાકારી માટે સરકારશ્રી દ્વારા રજુ થતી યોજનાઓનાં ફાયદા જાણી શકાય,  શહેરીજનો તથા જાહેર સત્તામંડળ વચ્ચે તાલમેલ સાધી ઝડપી વિકાસ કરી શકાય.

Img 20200215 Wa0115

ઇઝ ઓફ લીવિંગ ૨૦૧૯ની કામગીરી સબબ ગત વર્ષે રાજકોટ શહેરને કુલ ૧૧૧ શહેરો માથી ૩૮ મો ક્રમ મળેલ છે. આ વર્ષે રાજકોટ શહેરનો રેન્ક ઉચો જાય તે હેતુસર ઇઝ ઓફ લીવિંગ ૨૦૧૯ની માર્ગદર્શિકા મુજબ શહેરીજનોમાં બહોળી પ્રસિધ્ધી અર્થે શહેરનાં વિવિધ વિસ્તારો તથા જાહેર જગ્યાઓમાં લોકોને ઇઝ ઓફ લીવીંગની અવેરનેસ માટે જાહેર સ્થળો, કઊઉ બોર્ડ તથા સોશ્યલ મીડીયાનાં વિવિધ માધ્યમો દ્વારા જાહેરાત તા.૦૧/૦૨/૨૦૨૦ થી ૨૯/૦૨/૨૦૨૦ સુધી કરવામાં આવેલ છે. શહેરીજનોને અપીલ કરવામાં આવે છે કે તા.૨૯/૦૨/૨૦૨૦ સુધીમાં શહેરીજનો પોતાના ફિડ બેક આપી રાજકોટ શહેરએ રહેવા લાયક શહેરોની યાદીમાં દેશમાં કેટલા ક્રમે છે તે પોતે જ નક્કી કરી શકશે. જાહેરાતમાં જે ચછ કોડ/લીંક આપેલ છે તે ઓનલાઇન સ્કેન કરી ફિડબેક આપી શકાશે અથવા તો જ્યારે પણ ભારત સરકારશ્રીનાં પ્રતિનિધીઓ દ્વારા શહેરીજનોની સુખાકારી વિશે રૂબરૂ મળી સર્વે કરવામાં આવે ત્યારે રાજકોટ શહેરનો રેંન્ક ઉપર આવે તે માટે શહેરીજનોને મળતી સુવિધાઓની સાચી જાણકારી આપવા આગ્રહ ભરી અપીલ કરવામાં આવે છે.

ભારત સરકારનાં મીનીસ્ટ્રી ઓફ હાઉસીંગ એન્ડ અર્બન અફેર્સ દ્વારા કરવામાં આવી રહેલ ઇઝ ઓફ લીવિંગ નાં સર્વેમાંનીચે  ચછ કોડ સ્કેન કરી ફિડબેક આપવા અથવા યજ્ઞહ ૨૦૧૯.જ્ઞલિ  ઓપન કરી સીટીઝન ફીડબેક ઓપન કરી ત્યારબાદ રાજ્ય, શહેર, ભાષા પસંદ કરી અને રાજકોટ શહેરને લગતા પ્રશ્નોનાં જવાબ આપવાથી ઉચો ક્રમાક અપાવી ભવિષ્યની માળખાકીય અને લોકોની સુખકારીની સુવિધામાં વધારો કરવા આયોજનમાં મદદરૂપ થઇએ.

તો આવો રાજકોટ શહેરને રહેવા લાયક છે કે કેમ ? તેનો ફીડબેક આપી રાજકોટ શહેરને ભવિષ્યમાં રહેવા લાયક શહેરમાં ઉચો ક્રમાક અપાવીએ.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.