Abtak Media Google News

‘મારા દાદાએ મને ‘હુગલી’ નામથી બોલાવતા. આ દાદા તરફથી મને મળેલા આશિર્વાદ હતા. એટલેજ મને મારૂ આ હુલામણું નામ અત્યંત પ્રિય છે.’

આ શબ્દો છે હેતલબેન ત્રિવેદીના. હેતલબેને જણાવ્યું હતું કે, દાદા પોતાના આઘ્યાત્મીક સિઘ્ધાંતોને ચુસ્ત રીતે વળગી રહેનાર કર્મઠ માનવ હતા. તેમણે હંમેશા દરેકની મદદ કોઇપણ અપેક્ષા રાખ્યા વગર કરી છે. કોઇપણ વ્યક્તિ કે સંસ્થા ગમે ત્યારે ગમે તેવી સમસ્યાઓને દાદા પાસે નિર્ભીકપણે આવી શકતી અને દાદા નિર્લેપભાવે એ સમસ્યાનું નિવારણ કરી આપતા જે તેમની વ્યવહાર કુશળતાને સાબિત કરે છે.

સ્વભાવે આનંદી એવા દાદાને ભાગ્યે જ ગુસ્સો આવતો. એમ કહેતા હેતલબેને દાદા સાથેના જુના સ્મરણોને વાગોળ્યા હતા.

હેતલબેને જણાવ્યું હતું કે, જ્યારે નાની હતી અને અણસમજૂ હતી ત્યારે દાદાની જમવાની થાળીમાંથી બધુ વેરણછેરણ કરી નાખતી અને મને ઠપકો આપતા. તે સમયે દાદા મારા ટપારતા કે એને જે કરવું હોય તે કરવા દો એને રોકો નહીં. મારા બાલ્યાવસ્થાના તોફાનોને દાદાએ બિલકૂલ ગુસ્સો કર્યા વગર સહન કર્યા છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.