કોંગ્રેસ માટે મુસ્લિમો માત્ર વોટ બેન્ક: મોહમદ ઈરફાન એહમદ

abtak chai pe charcha
abtak chai pe charcha

રાષ્ટ્રીય લઘુમતિ મોરચાના ઉપાધ્યક્ષ તથા હજ કમિટિના સદસ્ય સાથે ‘અબતક’ ચાય પે ચર્ચા

કોંગ્રેસ માટે મુસ્લિમો માત્ર વોટ બેન્ક હોવાનો મત રાષ્ટ્રીય લઘુમતિ મોરચાના ઉપાધ્યક્ષ, હજ કમિટિના સદસ્ય તેમજ રેલ્વે બોર્ડના સદસ્યની જવાબદારી નિભાવતા મોહમ્મદ ઈરફાન અહેમદે ‘અબતક’ના ખાસ કાર્યક્રમ ચાય પે ચર્ચા દરમિયાન વ્યકત કર્યો હતો. આ તકે તેમણે ‘અબતક’ સાથે રસપ્રદ મુદ્દાઓની છણાવટ કરી હતી.

પ્રશ્ર્ન: એવું માનવામાં આવે છે કે, મુસ્લિમ કમ્યુનિટીએ પ્રો-કોંગ્રેસ છે. આ જૂનો ખ્યાલ છે. હવે તેમાં બદલાવ આવ્યો છે, શું કહેશો ?

જવાબ: હા એ વાત સાચી હતી કે, પહેલા લઘુમતી સમાજ દલિત સમાજ કોંગ્રેસ તરફ રહેતો પરંતુ હાલ પરિસ્થિતિ અલગ છે, અત્યારે ઓબીસી, લઘુમતી, દલિત સમાજમાં જાગૃતતા આવી છે તે લોકો સમજે છે કે કોંગ્રેસ એ ૬૦ વર્ષ તેમને વોટબેંક બનાવીને જ રાખ્યા છે. પરંતુ હાલ પરિસ્થિતિ અલગ છે. આ સમાજના આગેવાનો કે જેઓ જાગૃત છે તેમણે સમાજને સમજાવ્યું છે કે ૬૦ વર્ષથી કોંગ્રેસ ફકત તેમનો વોટબેંક તરીકે ઉપયોગ કરી રહી છે. ત્યારથી એ બધા સમાજના લોકોએ કોંગ્રેસના બદલે ભાજપને સમર્થન આપવાનું કામ કર્યું છે.

પ્રશ્ર્ન: ગુજરાતમાં તમે ઘણા સમયથી ભર્મણ કરો છો, લોકોને મળો છો ત્યારે ગુજરાતમાં તમને માઈનોરીટીનું સ્ટેન્ડ શું લાગે છે?

જવાબ: કોંગ્રેસ એ હાલ બધે જ પોસ્ટર લગાવેલ છે કે ‘કોંગ્રેસ આવે છે’ તો હું કોંગ્રેસને જણાવવા માંગીશ કે હું ગ્રાઉન્ડ લેવલથી કામ કરતો કાર્યકર છું, ૧૮ તારીખે પરિણામ સામે આવી જ જશે તો “કોંગ્રેસ આવે છે નહીં પરંતુ “કોંગ્રેસ જાય છેના પોસ્ટર લગાડવાનું શ‚ કરી દે.

પ્રશ્ર્ન: યુપીમાં કોંગ્રેસની જે હાલત થઈ છે, કોંગ્રેસ ૫માં ક્રમાંકે આવી ગઈ છે તેને આપ કઈ રીતે જોઈ રહ્યાં છો ?

જવાબ: તેનું એક માત્ર કારણ એ છે કે કોંગ્રેસનું લક્ષ્ય તેના ખાનદાન પરિવારનો વિકાસ કરવાનું તેમના સ્નેહી મિત્રોને વિકાસ કરવાનું હતું, ધારાસભ્ય તથા પાર્લામેન્ટ મેમ્બરનો વિકાસ થતો હતો પરંતુ સામાન્ય જનતાના વિકાસથી કોંગ્રેસ ખુબ દૂર રહેતી હતી, તો જેમ પહેલા જણાવ્યું કે, હાલ બધા સમાજના લોકો જાગૃત થઈ ગયા છે તે લોકો જાણી ગયા છે કે અમારા કામ કોણ કરી રહ્યું છે, કોણ વિકાસના કામો કરી રહ્યું છે, કોણ રોજગારી આપવાનું કામ કરી રહ્યું છે. થોડા જૂના આંકડા પર આપણે નજર નાખીયે તો બંને મા-દિકરાની જે સીટો છે તે સીટના નગર પંચાયતને જીતાડવાની પણ તેમનામાં હિંમત નથી રહી, તો અહીંયા ગુજરાતમાં આવીને શું કરશે ?

પ્રશ્ર્ન: હાલ કોંગ્રેસ જે વિકાસને ગાંડો ગણાવી રહી છે “વિકાસ ગાંડો છેને જે રીતે ચલાવી રહી છે. તો રાજનીતિ ખરેખર કઈ રીતની હોવી જોઈએ ?

જવાબ: હું સ્પષ્ટ શબ્દોમાં જણાવવા માંગુ છું કે, કોંગ્રેસની પહેલાથી જ નજરીયો ગુજરાતના વિકાસો રહ્યો જ નથી ઘણા ઉદાહરણો પણ આપની સમક્ષ છે. નર્મદા ધારી પર જે બંધ બનાવવાનો હતો તેની ઉંચાઈ માટે ભારત સરકારને ઘણા સમય પહેલા અરજી સોંપાઈ હતી તે પણ સમસ્યા નહોતી હલ કરવામાં આવી તો તેના પરથી માંની શકાય છે કે કોંગ્રેસ ગુજરાતનો વિકાસ ઈચ્છે છે કે વિનાશ ? ત્યારે નરેન્દ્ર મોદી જયારે ગુજરાતના મુખ્યમંત્રી હતા તેમણે આ અરજી ભારત સરકારે આપી હતી.

તેમણે કહેલું પણ હતું કે જો નર્મદાની ઉંચાઈ વધારવામાં આવશે તો ગુજરાતના પ્રાણ પ્રશ્ર્ન પાણીની સમસ્યાનો હાલ આવશે સાથે ખેડૂતોને સિંચાઈ માટે પુરતુ પાણી મળી રહેશે તથા ઉદ્યોગકારોને પણ ઘણો ફાયદો થશે પરંતુ કોંગ્રેસ સરકારે આ બાબતને કયારેય ગંભીરતાપૂર્વક ન લીધી પરંતુ મુખ્યમંત્રીથી વડાપ્રધાન બનતાની સાથે જ નરેન્દ્ર મોદીનું એ કેબીનેટમાં સૌથી પહેલા નર્મદાની ઉંચાઈ પાસ કરવાનું કામ કર્યું હતું. આ પરથી આપણે અંદાજો લગાવી શકીએ છીએ કે કોંગ્રેસ વિનાશ ઈચ્છે છે કે વિકાસ.

પ્રશ્ર્ન: આપ માઈનોરીટીના પણ નેતા છો, માઈનોરીટીની પણ ઘણી સંસ્થાઓ સાથે જોડાયેલા છો, ત્યારે રામ મંદિરને લઈને જે રીતે પગલા લેવામાં આવે છે, અત્યાર સુધી ઘણુ પોઝીટીવ રહ્યું છે તો સમાજ પર આની શું અસર રહેશે. આ નિર્ણયથી ધર્મ અને જાતીની જે સ્થિતિ છે તેના પર શું અસર થશે ?

જવાબ: બાબરી મસ્જિદ અને રામ જન્મભૂમિના મુદ્દે ઝઘડાની જેને નીવ મુકી હતી તે દેશ આઝાદ થયા પછીના પ્રધાનમંત્રી જવાહરલાલ નહે‚ હતા. કોંગ્રેસ એ હંમેશા દેશને ભાગલા પાડવાનું કામ કર્યું છે. કોંગ્રેસ અંગ્રેજોની જ ટુ કોપી છે. ભાગલા પાડો અને રાજ કરોની નીતિ જ કોંગ્રેસની હંમેશા માટે રહી છે. જયારે ભાજપે હંમેશા બધા સમાજને સાથી રાખીને ચાલવાનું કામ કર્યું છે પરંતુ દેશને તોડવાનું કામ ફકત કોંગ્રેસ એ જ કર્યું છે. પરંતુ આપણે દેશ એક તાંતણે બંધાયને રહેવા માંગે છે અને જયાં સુધી આપણે એક નહી થાય ત્યાં સુધી આ દેશનો વિકાસ નહીં થાય અને આ વિકાસની સૌથી મોટો પાયો અયોધ્યામાં રાખવા આપણે જઈ રહ્યાં છીએ. ભારતીય જનતા પાર્ટી આ માટે એક સેતુ તરીકે કામ કરી રહી છે.

આ માટે અંદરો-અંદરની સહમતીથક્ષ કામ થશે અથવા તો સુપ્રીમ કોર્ટ જે નિર્ણય આપે તેને સ્વીકારીને કામ થશે. કામ થશે જ અને જે વસ્તુ જવાની છે તે ત્યાં બનશે છે ભારતીય જનતા પાર્ટીનું સ્પષ્ટ માનવું છે કે, જયારે આપણે બધા એક-સૂત્રમાં બંધાઈને એક સાથે બેસીને બધા રાજી થઈ જાશે ત્યારે એ આપણું કામ ખૂબ જ ઈમાનદારીથી થશે અને એકતા તથા સદભાવનાનું કેન્દ્ર પણ બની રહેશે.

પ્રશ્ર્ન: હમણા રાહુલ ગાંધીએ ચૂંટણી પ્રચાર માટે ગુજરાતની મુલાકાત લીધી ત્યારે દ્વારકાથી શઆત કરી ભગવાનને શીશ નમાવ્યું, ચોટીલા દર્શન માટે ગયા તો આ હિન્દુત્વના મુદ્દાને કયાંક સ્પર્શી રહ્યાં છે ? કોંગ્રેસને એવું પણ માને છે કે બીજેપીને સફળતા ભગવાન કે હિન્દુત્વના નામ પર મળે છે, ખરેખર શું છે ?

જવાબ: કોંગ્રેસ કોઈપણ આઈડીયોલોજી લઈને ચાલે પરંતુ સોમનાથ જતા જતા જ જાણે હવા નીકળી ગઈ, જો કે ખુદને ખુબ મોટા પંડીત છે તેવું સાબીત કરવા માંગતા હોય તો તેમણે રજીસ્ટ્રરમાં તેની સાઈન કરીને નામ લખવાની શી જ‚ર હતી ? હું બધા નાગરિકોને અપીલ કરવા માંગુ છું કે તે લોકો ઓળખે કે કોણ કયા વેશમાં ફરી રહ્યું છે ? તેમની શું આઈડીઓલોજી છે ? પરંતુ જે વ્યક્તિને પોતે હિન્દુ છે તે કહેવામાં ગર્વ મહેસૂસ ન થતો હોય, ને પોતે કિશ્ર્ચન છે તે કહેવામાં ગર્વ મહેસૂસ થાય છે, હજી સુધી રાહુલ ગાંધી એ પ્રમાણીત નથી કરી શકયા કે તે છે કોણ ?

પ્રશ્ર્ન: કોંગ્રેસના સમયમાં ગુજરાતમાં કોંગ્રેસને ૧૪૯ સીટો મળી હતી ત્યારે હાલ બીજીપીએ ગુજરાતમાં ૧૫૦ પ્લસનો ટાર્ગેટ રાખ્યો છે. આને આપ કઈ રીતે જોઈ રહ્યાં છો ?

જવાબ: ઘણા મીડિયા મિત્રોએ એવું સાબીત કરવાના પ્રયત્નો કર્યા છે કે બીજેપી હારી જવાનું છે. બીજું ૩ આપણા ભટકેલા નવયુવાનો ઝાંસામાં લેવાની રાહુલ ગાંધીએ કોશીષ કરી અને એવી પરિસ્થિતિની નિર્માણ કરવાના પ્રયત્નો કર્યા કે ગુજરાતમાં ખબર નહીં શું થવાનું છે ? પરંતુ બીજેપીના એક એક કાર્યકર્તાઓએ નવેમ્બરથી જ ઘરે-ઘરે જવાનું, એમના એક એક મતદારને મળવાનું કામ શ‚ કરી દીધેલું છે.

જેના પરિણામે એક-એક ઘર સુધી બીજેપી ૩ વખત પહોંચી શકી છે. બીજેપીનું સંગઠન ખુબ જ મજબૂત છે. બીજેપીને દરેક કાર્યકર પર સંપૂર્ણ ભરોસો છે. સાથે સાથે બીજેપીના ૩ મોટા નેતા રાષ્ટ્રીય અધ્યક્ષ અમીત શાહ કે જેઓ હંમેશા કાર્યકર્તાઓને એક ઉર્જા આપવાનું કામ કરે છે, પ્રેરણા આપવાનું કામ કરે છે તથા ગુજરાતના અને રાજકોટના પોતીકા મુખ્યમંત્રી વિજયભાઈ તથા લોકપ્રિય નરેન્દ્ર મોદી જે બીજેપી પાર્ટીને ખુબ જ પ્રેરણા આપે છે અને બીજેપીના ૧૫૦ પ્લસનો જે ટાર્ગેટ છે તે ભારતીય જનતા પાર્ટીને ૧૮ તારીખે મળવાની જ છે અને તે માટે અત્યારથી જ હું અભિનંદન પાઠવું છું.

૨૦૧૪ના બીજેપીની લહેર જે ગુજરાતના વિકાસ માટેની હતી. દેશના વિકાસ માટેની હતી તે આજે પણ છે જ હું ખુબ સ્પષ્ટ રીતે જોઈ શકુ છું. ૨૦૧૪માં ૨૬ માંથી ૨૬ લોકસભાના સાંસદ જે જીત્યા હતા તેને જ પાછુ દોહરાવવા માટે ૨૦૧૭ની ચૂંટણીમાં જોવા મળશે. ખુબ મોટા-માર્જીનથી બીજેપી જીતો.

પ્રશ્ર્ન પાટીદારની બીજેપી પર કેટલી અસર રહેશે ?

જવાબ: ભેદભાવનું કામ તથા ભાગલા પાડો રાજ કરોની નીતિ કોંગ્રેસની પહેલેથી જ રહી છે. પાટીદાર ભાઈઓના નસ-નસમાં બીજેપી છે. આ પહેલાના ૨૦૦૭ કે ૨૦૧૨ના ચૂંટણીમાં પણ પાટીદારોની કંઈકને કંઈક માંગ હોય છે, પરંતુ પાટીદારના વિકાસનું કામ બીજેપીએ કર્યું છે તે લોકોને માન-સન્માન આપવાનું કામ બીજેપીએ કર્યું છે. ૨૦૧૭ની ચૂંટણીમાં પણ પાટીદારના ભાઈએ બીજેપીને જ વોટ આપશે. કોંગ્રેસ આ જાતિ-જ્ઞાતિની રાજનીતિ બંધ કરે તેવું હું સ્પષ્ટપણે માનુ છું.

પ્રશ્ર્ન: ૨૦૧૨ અને ૨૦૧૭ ચૂંટણીની પરિસ્થિતિ કઈ રીતે જોઈ રહ્યાં છો ?

જવાબ: ભૂતકાળની આપણે વાત કરીએ તો ૨૦૧૨માં પણ પાટીદારોને ઘણા પ્રશ્ર્નો હતા પરંતુ પરંપરાગત પાટીદાર ભાઈઓ બીજેપીના મતદાર રહ્યાં છે અને આવનારી ૨૦૧૭ની ચૂંટણીમાં હું ગ્રાઉન્ટ લેવલથી જોઈ ને કહી શકું છુ કે આ સમયે પણ પાયીદારો બીજેપીને જ સ્પોર્ટ કરશે છેલ્લા ૨૦ દિવસના સુરતના પ્રવાસે મે ગ્રાઉન્ડ ઝીરોથી જયારે જોયું ત્યારે ત્યાં કોઈપણ લઘુમતી સમાજ, ઓબીસી સમાજ કે પાટીદાર સમાજના વિસ્તારમાં કોંગ્રેસના કોઈ ઝંડો ઉપાડવાવાળુ કે કોંગ્રેસના કાર્યકર્તા મને મળ્યા નથી ત્યારે કેવી રીતે કહી શકાય કે તે સમાજ કોંગ્રેસના સમર્થનમાં છે.

પ્રશ્ર્ન: સાઉદી અરેબીયામાં પહેલા કોટા સિસ્ટમ હતી હજ યાત્રીઓને પણ ધણી મુશ્કેલીનો સામનો કરવો પડતો હાલ હવે વિઝા ઓપન કરી દેવામાં આવ્યા છે. તો આનાથી મુસ્લિમ સમાજને શુ કાયદાઓ થશે?

જવાબ: ૨૦૧૮-૨૦૨૨ની એક નવી પોલીસી છે, જે ૨૦૧૨માં સુપ્રીમ કોર્ટ આદેશ આપેલ હતો તેના અનુસંધાને આપણી સરકારે અફઝલ અમાનુલ્લા જે ભારત સરકારના રીટાયર્ડ સેક્રેટરી હતા તેમના નેનૃત્વમાં ૪ સદસ્યોની કમીટી બનાવવામાં આવ્યા છે જે કોઈ પણ ભેદભાવ વગર હજ પર થતી મુશ્કેલીઓ જાણી શકે. ૪ સદસ્યોની કમીટીએ રીપોર્ટ તૈયાર કર્યો જ અને એક પહેલ કરી કે કેવી રીતે હજ પર જતા યાત્રીઓને વધારે ‚પીયા આપી શકી જે ૨૦૧૮નું હજ થશે તેમાં સાઉદી અરેબીયા તથા ભારતમાં કોઈ પરેશાની નહી થાય તેવી પોલીસી બનાવાય છે. સહકાર બધી રીતે આ યાત્રાને મોનીટરીંગ કરવાનું કામ કરશે હાજી ખુબ ખુશી સાથે જાત્રા કરી શકશે.

પ્રશ્ર્ન: ત્રીપલ તલાકનો જે નિર્ણય આવ્યો છે જેની મુસ્લિમ સમાજ પર શુ અસરો થશે.

જવાબ: મુસ્લિમ સમાજના મૌલાના એવું માને છે કે ત્રીપલ તલાક મામલે સરકારના કોઈ સંબંધ નથી ખૂદ એક મુસ્લીમ મહિલા જેનામાટે ત્રીપલ તલાક એક પરંપરા રહી છે જે કોર્ટમાં જઈ રજુઆત કરે પોતાના ન્યાય માટે લડે છે તો સરકાર પણ ન્યાયપ્રિય છે. તેમણે ખૂદ નિર્ણય લેવાને બદલે લો કમિશનને તેની જવાબદારી સોપી કે તમે ભારતનાં લઘુમતી સમાજને પૂછો કે તેમને શું જોઈએ છે. તે રીપોર્ટને સુપ્રિમ કોર્ટમાં લઈ જવામાં આવ્યું ત્યારબાદ સરકારે નિર્ણય જાહેર કર્યો હતો.

તેનાથી ત્રિપલ તલાકથી પીડીત મહિલાઓને રાહત મળી સાચા ઈસ્લામીક લો પ્રમાણે ત્રીપલ તલાકનો કોન્સેપ્ટ છે તે ૧,૨,૩ કહેવાથી નથક્ષ થતો તેની પણ એક પ્રક્રિયા એક શૈલી હોય જેમા જો કોઈ હસબન્ડ વાઈફનો જગડો થયો હોય અને તેઓ બંને અનેક કોશીષો બાદ પણ સાથે રહી શકતા ન હોય તો ૧૪૦૦ વર્ષ પહેલા કુરાન શરીફમાં કહેવાયું હતુ કે તેઓ એક મહિના સુધી વાટ જોવે કે કદાચ તેમના સંબંધો ફરી એક વખત ફરીથી પહેલા જેવા થઈ શકે જો તેવું શકય ન હોય તો પતિ તેની પત્નિને ત્રણ વખત તલાક તલાક તલાક કહે છે. આમ કહ્યા બાદ પણ તેમને એક મહિનાની મુદત આપવામાં આવે છે.

પરંતુ આજે તો લોકો ફોન, વોટસએપ અને ટેલીફોનના માધ્યમથી તલાક લઈ લે છે જે ઈસ્લામિક ધર્મના વિ‚ધ્ધ છે. સરીયતના વિરોધમાં છે. માટે ઓલ ઈન્ડીયા મુસ્લિમ બોર્ડ પણ ફરમાન લખી સુપ્રિમ કોર્ટમાં દાખલ કર્યો છે. હા. આ ઈસ્લામિક ધર્મનાં વિરોધમાં છે. અમે અમારા સમાજને જાગૃત કરીશું. તેમાં સરકારનું કશુ હતુ નહી પરંતુ ધર્મના ઠેકેદારોએ તેમજ અમુક મોલાનાઓએ તેને સરકાર તરફ આરોપ લગાડયો.

પ્રશ્ર્ન: મુસ્લિમ મહિલાઓને ડેવલોપ કરવા માટે એજયુકેશનથી લઈને સુવિધાઓની અછત રહી છે. તેના કારણો શું?

જવાબ: સમાજને દેશના કોંગ્રેસે કાપવાનો પ્રયાસ કર્યો છે. તેમને માત્ર વોટ બેંક પોલીટીકસ કરવી હતી તેમણે ભાજપા ને કોંગ્રેસે બિવડાવવાની જ કોશિષ કરી છે. પરંતુ આજે સમાજમાં જાગૃકતા આવી છે. અને જયારથી ભાજપાની સરકાર આવી છે. તેમણે લઘુમતી, મુસ્લિમ અને આદિવાસી સમાજોની મહિલાઓને રોજગાર દેવાનું કામ કર્યું છે.

ભારતનાં અલ્પસંખ્યક કલ્યાણ મંત્રાલયે પણ મહિલાઓનાં પ્રોત્સાહન માટે ‘નયી રોશની’ નામનો કાર્યક્રમ બનાવ્યો છે. ભારતમાં મહિલાઓની સંખ્યા ૫૦ ટકાની છે. જો કોઈ દેશની ૪૦ ટકાની વસતી અશિક્ષીત રહેશે તો વિકાસ કઈ રીતે થશે? જો કોઈ પણ કોમની ફકત એક મહિલા શિક્ષીત છે તો તે બિજા લોકોને પણ અભ્યાસ કરાવી શકે. માટે નરેન્દ્ર મોદીએ જો સૌથી પહેલુ કામ કર્યું હોય તો તે બેટી બચાવો બેટી પઢાઓનું કર્યું છે. હરિયાણામાં ૧૦૦૦ છોકરાઓની સામે ફકત ૭૯૦ છોકરીઓ હતી તો પંચ પ્રધાને હરિયાણામાં સૌથી પહેલા જાગૃકતા લાવવાની શ‚આત કરી હતી કારણ કે નરેન્દ્ર મોદી જાણે છે કે જયાં સુધી મહિલાઓ શિક્ષીત નહી બને ત્યાર સુધી દેશ સમાજનો વિકાસ થશે નહી.

પ્રશ્ર્ન: કોંગ્રેસે મુદો છેડયો છે કે બુલેટ ટ્રેન મામલે સરકારે જે નિર્ણય લીધો છે તે ભારત માટે યોગ્ય નિર્ણય છે કે કેમ, ભારત તેનું ભારણ લઈ શકશે કે કેમ, લોનની ભરપાઈ કરી શકશે કે કેમ?

જવાબ: કોંગ્રેસ અત્યાર સુધી કયારેય રેલવે સુવિધા વિશે ધ્યાન આપ્યુંન થી તેમણે માત્ર એટલું જ જોયું છે કે ‘હું પોતાની રાયબરેલી માટે અમેઠી કેટલી રેલ ચલાવું પરંતુ તેમણે જે રેલના પાટા ફેરવવાના હતા તેનું કશુ કર્યું નથી જે આપણે આજે નળી રહ્યું છે. તો એના પર પણ તેઓ ખૂબ જ આજે જવાબ ઉઠાવી રહ્યા છે. તેઓ તો દેશનો વિકાસ ઈચ્છતા જ નથી આથી દુનિયાને વોટ બેંકની રાજનીતિથી જોવા માગે છે. દેશના આગવી ભવિષ્યની તેમને પડી જ નથી છેલ્લા સાડા ત્રણ વર્ષોમાં અમે જૂની રેલવે લાઈનોને સતત સુધારવાનો પ્રયાસ કર્યો છે. આ વર્ષે જ તેમનો ૫૦૦૦ કી.મી.ની રેલવે લાઈન બદલવાનો પ્લાન છે. અને ટ્રેનની સ્પિડ એવરેજ ૧૫ થી ૨૦ કિ.મી. વધારવામાં આવી છે. પહેલા ટ્રેન મારફતે અમદાવાદ પહોચવામાં ૪ થી ૫ કલાકનો સમય થતો ત્યારે આજે ૩ થી ૩.૩૦ કલાકમાં પહોચી શકાય તેની સુવિધા કરાઈ છે. મુસાફરોનાં સમયનો પણ બચાવ થયો છે.

પ્રશ્ર્ન: રેલવે પાસે ધણી જમીન પડી છે તો તેને કઈ રીતે ઉપયોગમાં લેવામાં આવશે?

જવાબ: પ્રધાનમંત્રીનું સ્વપ્ન છે કે આપણા રેલવે પાસે જે જમીનો પડી છે. તો રેલવે જે સૌથી મોટુ વિભાગ છે. જે ભારતને જોડવાનું કામ કર છે. કાશ્મીરથી ક્ધયાકુમારીને જોડવાનું કામ કરે છે. તો આપણે જૂના ટ્રેક પર કયા સુધી ટ્રેનો ચલાવશું માટે સરકારે હજુ એક રેલવે ટ્રેક બનાવવાનું વિચાર્યું છે માટે રેલવેની જમીન પણ સુરક્ષીત રહે અને રેવેન્યુ પણ જનરેટ થાય. ગુજરાતમાં સૌથી વધુ ગરમી પડે છે. અને પ્રદુષણ પણ વધી રહ્યું છે. ત્યારે ગુજરાતના રેલવે સ્ટેશનોમાં સોલાર પેનલ લગાવવામાં આવે તો વિજળી પણ ઉત્પન્ન થશે જે દેશ માટે ખૂબજ મોટો ફાળો રહેશે. આ ઉપરાંત જેટલી ખાલી જમીનો પડી છે. તેમાં તેઓ વૃક્ષારોપણ કરી રહ્યા છે. માટે પર્યાવરણ સુરક્ષીત રહે. વોટર મેનેજમેન્ટનું પણ કોઈ કાર્ય કરતુ હોય તો તે રેલવે વિભાગ છે.

પ્રશ્ર્ન: ગુજરાતની જનતાને તમારી શું અપીલ છે?

જવાબ: ગુજરાતની ૭ કરોડ જનતાને હું કહેવા માગુ છુ કે વિકાસની રોલ જે જરાતમાં ચાલી રહી છે. તેને બહુમત આપી જીતાડો અને આ વિકાસની રેલને વધુ વિકસાવો કારણ કે ભાજપાના જ પ્રધાન દેશને સેવા આપે છે. તમારા જ પંથ પ્રધાન દેશનું નેતૃત્વ કરી રહ્યા છે. ભાજપાના સૌથી વધુ ૧૩ કરોડ મેમ્બર છે. છેલ્લા ૨૨ વર્ષમાં જે કોંગ્રેસ સરકારે નથી કયુર્ં તેમા તમારા મતના યોગદાનથી ૬ કરોડ ગુજરાતીઓના સહકારથી વિકાસના દ્વાર ખોલે તેવી ફકત ગુજરાતને જ નહી પરંતુ ભારત ભરની આશા છે. તમે કોઈ પણની વાતોમાં આવ્યા વિના ભાજપાને મતદાન કરો અંતમાં તેમણે તેમનો નારો પણ ઉચ્ચાર્યો હતો. કે હું છુ ગુજરાત હું છું વિકાસ

પ્રશ્ર્ન: ભારતીય જનતા પાર્ટીમાં એવું શું છે જેનાથી માયનોરીટીનું આકર્ષણ વધ્યું છે?

જવાબ: કોંગ્રેસે સતત લઘુમતિ સમાજને પછાડવાનું જ કામ કર્યું છે. લઘુમતીનાં ઘણા પોલીંગ બુથોની ડીટેલ આવી છે. જેમાં સમાજવાદી પાર્ટી બહુજન પાર્ટીને કયાંક ૪૦ મત મળ્યા કયાક સો મત મળ્યા પણ ભાજપને ૩૫૦ મત મળ્યા છે. સિધ્ધ છે કે લોકો કોઈના ભ્રમ, છટકાવામાં આવતા નથી. તે પણ વિકાસનો સાથ આપે છે. અને હંમેશા વિચારીને જ મત આપશે.

Loading...