ભાજપને મત આપવા મુસ્લિમ મહિલાઓ આગળ આવશે

bhajap
bhajap

ગુજરાત વિધાનસભાની ચૂંટણી દર વખત કરતા આ વખતે ઘણી રીતે અલગ છે. નવી ટેકનોલોજી સાથે મતદારોની નવી વિચારસરણી પણ મહત્વની બની છે. ચૂંટણીમાં અત્યાર સુધી મુસ્લિમ સમાજ ભાજપથી દૂર રહેતો હતો. જો કે આ વખતે પરિસ્થિતિ અલગ છે.

મુસ્લિમ મહિલાઓ ભાજપને વોટ આપવા આગળ આવે તેવી શકયતા છે જે ભાજપને ઘણા અંશે લાભદાયી બનશે. ઉત્તરપ્રદેશની મુસ્લિમ મહિલાઓએ ગુજરાતમાં ભાજપને વોટ આપવા આહ્વાન કર્યું છે. ત્રિપલ તલાક મુદ્દે ભાજપ તરફી મુસ્લિમ મહિલાઓના મત પડશે તેવું માનવામાં આવે છે. ત્રિપલ તલાકથી છૂટકારો મુસ્લિમ મહિલાઓ માટે રાહત સમાન હોવાનું પણ મનાય છે જે ભાજપને ચૂંટણીમાં લાભદાયી બનશે.

Loading...