Abtak Media Google News

આતંકી સંગઠન અલ-કાયદા સાથે જોડાયેલો ઝાકીર અંસાર ગાજવત ઉલ હિન્દનો અધ્યક્ષ હતો

કાશ્મીરનો ખુંખાર અને આતંકી સંગઠન અલ કાયદા સાથે જોડાયેલો ઝાકીર મુસા એન્કાઉન્ટરમાં ઠાર મરાયો છે. ઝાકીર જમ્મુ-કાશ્મીરનો એક મોસ્ટ વોન્ટેડ આતંકી તરીકે ઘોષીત કરવામાં આવ્યો હતો. હિઝબુલ મુઝાહુદ્દીનનો ભૂતપૂર્વ કમાન્ડર તરીકે કામ કરેલા ઝાકીર અલ કાયદા સાથે પણ જોડાયેલ હતો. કે જે ઈસ્લામિક વિચારધારાને સમગ્ર ભારતમાં ફેલાવતો હતો.

વરિષ્ઠ પોલીસ અધિકારી દ્વારા મળતી વિગતો મુજબ ઝાકીર મુસા અન્સાર ગાઝવત ઉલ હિન્દનો ચિફ અને એ પ્લસ-પ્લસ આતંકી જાહેર કરાયો હતો. ૨૦૧૩માં મુસાએ આતંકી સંગઠનોમાં જોડાયો હતો જયારે બુરહાન વાનીને ઠાર મરાયો ત્યારબાદ તે સોશીયલ મીડિયા પર ખૂજબ પ્રચલીત થઈ ગયો હતો. ગુપ્તચર સંસ્થા તરફથી મળતી વિગતો અનુસાર ૨ થી ૩ આતંકીઓ કાશ્મીરના દાદાશ્રાત્રાલ વિસ્તારમાં રહેતા હોવાની વિગત મળતા ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું.

શુક્રવારના રોજ જમ્મુ-કાશ્મીરના વહીવટી તંત્ર દ્વારા બંધનું એલાન તમામ શૈક્ષણિક સંસ્થાઓમાં કરવાનો ઘોષીત કર્યું હતું. સાથો સાથ જમ્મુ-કાશ્મીરની વાદીઓમાં ઈન્ટરનેટ કનેકશનને પણ થોડા સમય માટે બંધ કરી દેવામાં આવ્યું હતું જેથી લો એન્ડ ઓર્ડરની સ્થિતિમાં કોઈપણ પ્રકારની ખલેલ ન પડે. સાથો સાથ રમઝાન માસ હોવાના કારણે કોઈ અનિચ્છનીય ઘટના તે સમયે ન ઘટે તે માટે પણ પુરતી તકેદારી વહીવટી વિભાગ દ્વારા રાખવામાં આવી હતી.

છેલ્લા ૧૮ દિવસમાં સિકયુરીટી ફોર્સ દ્વારા ૧૬ આતંકીઓને ઠાર કરવામાં આવ્યા છે. ૨૦૧૮ની વાત કરવામાં આવે તો રમઝાન માસ દરમિયાન નરેન્દ્ર મોદી સરકારે સીઝ ફાયર કરવાનું પણ જાહેર કર્યું હતું. પોલીસ પાસેથી મળતી વિગતો મુજબ પહેલા તબકકામાં દાદસરા ગામમાં પોલીસ સુરક્ષા દળો દ્વારા જે કોર્ડન ગોઠવવામાં આવ્યો હતો તેના પર ફાયરીંગ કરતા આતંકી નાસી છુટવાનો પ્રયાસ કર્યો હતો.

પરંતુ તેમાં સફળ ન નિવડતા પોલીસ તંત્ર દ્વારા જયારે તેઓને સરેન્ડર કરવાનું જણાવાયું તો આતંકી તરફથી ગ્રેનેડનો ઉપયોગ કરવામાં આવ્યો. પરંતુ ક્રોસ ફાયર દરમિયાન મોસ્ટ વોન્ટેડ આતંકી ઝાકીર મુસા ઓપરેશનમાં ઠાર મરાયો હતો. એન્જીનીયરીંગમાંથી હટાવાયેલા મુસાનું નામ સૌથી વધુ ત્યારે ચર્ચામાં જયારે હિઝબુલ મુજાહુદ્દીન ગ્રુપમાંથી નિકળી તે અલ કાયદા સાથેના લીંક ગ્રુપમાં જોડાયો હતો.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.