Abtak Media Google News

જમીનના વિવાદમાં જનેતાએ પુત્રને રહેસી નાખ્યો, દારૂની મહેફીલમાં યુવાનનું બે શખ્સોએ ઢીમ ઢાળી દીધું અને નજીવી બાબતે છરીના ઘા ઝીંકી પિતા-પુત્રે કરી હત્યા

રાજકોટના ટ્રાફિક બ્રિગેડ જવાન સહિત બે યુવાન પર પ્રેમ પ્રકરણના કારણે ખૂની હુમલો

સૌરાષ્ટ્રના ભાવનગર, જેસર અને વિસાવદરના ઘોડાસણ ગામે ત્રણ યુવાનની હત્યા અને રાજકોટના ટ્રાફિક બ્રિગેડ જવાન સહિત બે યુવાન પર ખૂની હુમલાની ઘટના પોલીસ ચોપડે નોંધાઇ છે. લાંબા સમયના લોક ડાઉન બાદ આર્થિક અને માનસિક રીતે ભાંગી ગયેલાઓમાં આત્મહત્યા અને હત્યાના બનાવોમાં ઉતરોતર વધારો થયો છે.

જેસરમાં જમીનના ડખ્ખાના કારણે જનેતાએ પોતાના પુત્રને છરીના ઘા ઝીંકી કરપીણ હત્યા કર્યાની, વિસાવદરમાં દારૂની મહેફીલમાં ડખ્ખો થતા બે શખ્સોએ ધોકાથી માર મારી યુવાનને મોતને ઘાટ ઉતાર્યાનું અને ભાવનગરના કરચલીયાપરામાં ગાળો બોલવા જેવી સામાન્ય બાબતે પિતા-પુત્રએ યુવાનને છરીના ઘા ઝીંકી હત્યા કર્યાનું જ્યારે રાજકોટના ભગવતીપરામાં પ્રેમ પ્રકરણના કારણે ટ્રાફિક બ્રિગેડ અને તેના ભાઇ પર ચાર શખ્સોએ ઘરમાં ઘુસી છરીથી ખૂની હુમલો કર્યાનું પોલીસમાં નોંધાયું છે.

જેસર નજીક આવેલા કાતરોડી ગામે રહેતા ભીમજી ભીખાભાઇ નાગર નામના યુવાનની છરીના ઘા ઝીંકી હત્યા કર્યાની મૃતકના પિતરાઇ મનસુખ હીરાભાઇ નાગરે પોલીસમાં ફરિયાદ નોંધાવી હત્યાના ગુનામાં મૃતકની માતા હીરૂબેન ભીખાભાઇ નાગરે કરી હોવાની ફરિયાદમાં શંકા વ્યક્ત કરી માતા-પુત્ર વચ્ચે જમીન બાબતે વિવાદ ચાલતો હોવાનું ફરિયાદમાં જણાવ્યું છે.

વિસાવદરના ઘોડાસણ ગામે રહેતા કુરજી નારજી નામના યુવાનને દારૂની મહેફીલમાં નાનજી બચુ ડેડાણીયા સાથે ઝઘડો થતા નાનજી અને વનરાજ નાનજીએ ધોકા મારી હત્યા કર્યાની વજુભાઇ હીરાભાઇએ પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. પોલીસે હત્યાના ગુનામાં નાનીજી બચુની ધરપકડ કરી છે.

ભાવનગરના ગંગાજળીયા વિસ્તારમાં આવેલા કરચલીયાપરાના યુવાનને ઘર પાસે ગાળો બોલવા જેવી સામાન્ય બાબતે ઝઘડો કરી પિતા-પુત્ર છરીના ઘા ઝીંકી હત્યા કર્યાની પોલીસમાં ફરિયાદ નોંધાઇ છે.

આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ કરચલીયાપરામાં રહેતા અને મજુરી કામ કરતા મુન્ના બુધાભાઇ રાઠોડ નામના યુવાનને કિશોર રાઠોડ અને રાહુલ ઉર્ફે લાલો કિશોર રાઠોડ નામના શખ્સોએ છરીના ઘા ઝીંકી હત્યા કર્યાની મૃતકની માતા ભાનુબેન બુધાભાઇ રાઠોડે પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.

રાહુલ અને તેના પિતા કિશોરભાઇ કારણ વિના મુન્ના રાઠોડને ગાળો દેતા હોવાથી તેને ગાળો દેવાની ના કહેતા બંને શખ્સોએ છરીથી હુમલો કરતી ભાગી ગયા હતા. ગંભીર રીતે ઘવાયેલા મુન્ના રાઠોડનું મોત નીપજપા પોલીસે પિતા-પુત્ર સામે હત્યાનો ગુનો નોંધી તપાસ હાથધરી છે.

રાજકોટના ભગવતીપરામાં રહેતા અને ટ્રાફિક બ્રિગેડમાં ફરજ બજાવતા રવિ વાલજીભાઇ લાલુકીયા અને તેના ભાઇ અમિત લાલુકીયા પર જીજ્ઞેશ ઉપેઈ જીગો ગોવિંદ ગાંગડીયા, શકીલ રાઉમા, જયેશ અને બે અજાણ્યા શખ્સોએ છરીથી ખૂની હુમલો કર્યાની પોલીસમાં ફરિયાદ નોંધાઇ છે.

ભગવતીપરા વિસ્તારની ઇશિતા નામની બાવાજી યુવતીને જીજ્ઞેશને પ્રેમ સંબંધ હોવાથી અમિતે બાવાજી યુવતીને ખોટી રીતે બદનામ ન કરવા અંગે સમજાવતા બંને વચ્ચે ઝઘડો થયો હોવાથી પાંચેય શખ્સો છરી સાથે ઘરે ઘસી આવ્યા હતા અને બંને ભાઇઓ પર હુમલો કરી ભાગી ગયાનું ફરિયાદમાં જણાવ્યું છે. બી ડિવિઝન પોલીસે પાંચેય શખ્સો સામે હત્યાની કોશિષનો ગુનો નોંધી તપાસ હાથધરી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.