સુરેન્દ્રનગરના દૂધરેજ વડવાળા મંદિરના મહંત ઉપર ખૂની હુમલો

જમીન બાબતે હત્યા કરવાના ઇરાદે હુમલો કરી અજાણ્યો શખ્સ નાસી છૂટ્યો: માલધારી સમાજમાં રોષની લાગણી

સુરેન્દ્રનગર જિલ્લામાં અને વ્યવસ્થાની પરિસ્થિતિ ખૂબ કથળતી જઇ રહી છે. ત્યારે માલ-  મિલકત સંબંધિત ખૂની હુમલાના બનાવો સુરેન્દ્રનગર જિલ્લામાં રહ્યા છે  ત્યારે સુરેન્દ્રનગર જિલ્લામાં જાણે હુમલા કરનારાઓને પોલીસનો ખોફ જ ન રહ્યો હોય તેવી રીતે હુમલાઓ કરવામાં આવી રહ્યા છે. ત્યારે સુરેન્દ્રનગર શહેરમાં વધુ એક ખૂની હુમલા નો બનાવ સામે આવવા પામ્યો છે. દુધરેજ ગામમાં આવેલ વડવાળા મંદિરમાં વસવાટ કરતા મહંત ઉપર અજાણ્યા શખ્સે ખૂની હુમલો કરી નાશી છૂટ્યા અંગેની ફરિયાદ નોંધાઈ છે. પી.એસ.આઈ એન.કે.ચૌહાણે વધુ તપાસ હાથ ધરી છે. પ્રાપ્ત વિગતો મુજબ દુધરેજ ગામમાં આવેલ વડવાળા મંદિરમાં રહેતા મહંત ઝીણા રામદાસ ગુરૂશ્રી કલ્યાણદાસજી મહંત ઉપર ખૂની હુમલો થવાનો બનાવ સામે આવ્યો છે. ત્યારે મહંત શ્રી ઝીણા રામદાસ ગુરૂશ્રી કલ્યાણદાસજી મહારાજ સુરેન્દ્રનગર જિલ્લામાં આવેલ દુધરેજ મંદિરમાં જમીનનો વહીવટ સંભાળી રહ્યા છે ત્યારે સુરેન્દ્રનગર જિલ્લાના દુધરેજ વડવાળા મંદિર માં ગૌશાળા હોવાના કારણે ઘણી જમીનો સુરેન્દ્રનગર વડવાળા મંદિર ના પાસે છે ત્યારે આ સમગ્ર જમીન નો વહીવટ મહંત શ્રી ઝીણા રામદાસ ગુરૂશ્રી કલ્યાણદાસજી મહારાજ કરી રહ્યા છે. ત્યારે  દુધરેજ ચમારજ રોડ ઉપર પણ દુધરેજ વડવાળા મંદિરની જગ્યા અને જમીન આવેલી છે. જ્યાં દુધરેજ સમાજ રોડ ઉપર આવેલી દુધરેજ વડવાળા મંદિર ની જગ્યા માં મહંત શ્રી ઝીણા રામદાસ ગુરૂશ્રી કલ્યાણદાસજી મહારાજ આ જમીન ની મુલાકાતે ગયા હતા અને આ જમીન ના વહિવટ માટે દુધરેજ ચમારજ રોડ ઉપર આવેલ દુધરેજ વડવાળા મંદિર ની જગ્યા મા આ મહંત ગયા હતા.

તે અરસામાં આ જમીનની મુલાકાત દરમ્યાન અને આ જમીનનો વહીવટ કરતા હતા તે સમયે મહંત શ્રી ઝીણા રામદાસ ગુરૂશ્રી કલ્યાણદાસજી મહારાજ ઉપર ખૂની હુમલો અજાણ્યા શખ્સ દ્વારા કરવામાં આવ્યો હતો ત્યારે આ મહંત શ્રી જીણા રામ દાસ ગુરૂશ્રી કલ્યાણદાસજી મહારાજ ઉપર મોઢાના ભાગ ઉપર અત્યારના ઈરાદે બોથડ પદાર્થના ઘા ઝીંકી અજાણ્યા શખ્સો દ્વારા હુમલો કરી આ શખ્સ હાલમાં નાસી છૂટ્યો છે. ત્યારે આ બાબતની હુમલાની જાણ આજુબાજુની જમીનદારોને તાત્કાલિકપણે આજુબાજુના જમીનદારો દ્વારા ઇજાગ્રસ્ત મહંત શ્રી ઝીણા રામદાસ ગુરુ શ્રી કલ્યાણ દાસજી મહારાજ ને સારવાર અર્થે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા ત્યારે આ બાબતની ફરિયાદ સુરેન્દ્રનગર જિલ્લા સિટી પોલીસ મથકમાં સાધુ મુકુંદ રામજી ગુરૂશ્રી કલ્યાણદ ાસજી મહારાજ દ્વારા નોંધાવવામાં આવી છે ત્યારે પોલીસ દ્વારા હાલમાં સુરેન્દ્રનગર જિલ્લા કલેકટરના જાહેરનામાનો ભંગ નો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે અને મહંત ઉપર ખૂની હુમલો કરનાર શખ્સને ઝડપી લેવાની તાજવીજ પોલીસ દ્વારા હાથ ધરવામાં આવી છે.

દુધરેજમાં મહંત પર હુમલો થતા માલધારી સમાજમાં રોષ

દુધરેજ વડવાળા મંદિર ની જમીનનો વહીવટ કરતા મહંત ઉપર બોથડ પદાર્થ વડે અજાણ્યા શખ્સો દ્વારા હુમલો કરી હાલમાં આ શખ્સ નાસી છૂટવા પામ્યો છે. બનાવના પગલે માલધારી સમાજનું ટોળું હોસ્પિટલ અને પોલીસ સ્ટેશનમાં દોડી ગયું હતું.અજાણ્યા શખ્સ સામે આકરી કાર્યવાહી કરવા માટે માલધારી સમજે માંગ કરી છે.

Loading...