Abtak Media Google News

રૈયાધાર ખાતે આવેલ ગાર્બેજ કલેક્શન ખાતે ફૂડ વેસ્ટમાંથી બનાવવામાં આવતા ખાતર પ્લાન્ટની RMCના પદાધિકારીઓ એ મુલાકાત લીધી

શહેરમાં સ્વચ્છતા માટે ભીનો અને સુકો કચરો લોકો દ્વારા અલગ અલગ મળે તે માટે જુદા જુદા પગલાઓ લેવામાં આવી રહેલ  છે.

રાજકોટ મહાનગરપાલિકા દ્વારા સ્વચ્છ ભારત મિશન હેઠળ શહેરની સ્વચ્છતા માટે અનેકવિધ પગલાઓ લઇ રહેલ છે.સ્વચ્છતાની સાથો સાથ ડોર ટુ ડોર થતા કચરો બે ભાગમાં મળે તે માટે એટલે કે, સુકો અને ભીનો કચરો મેળવવાની કાર્યવાહી ગતિમાં છે.

શહેરમાંથી એકઠો થતા કચરો જુદા જુદા ગાર્બેજ કલેક્શન ખાતે એકઠો કરવામાં આવે છે. તા.૨૨/૧૧/૨૦૧૮ના રોજ રૈયાધાર ખાતે સુકા કચરા માટેના ગાર્બેજ કલેક્શન તથા ફૂડ વેસ્ટમાંથી પાંચ ટન સુધીનો ખાતર બનાવવા પ્લાન્ટની મુલાકાત લેતા મેયર બિનાબેન આચાર્ય, ડેપ્યુટી મેયર અશ્વિનભાઈ મોલીયા, મ્યુનિસિપલ કમિશનર બંછાનિધિ પાની, શાસક પક્ષ નેતા દલસુખભાઈ જાગાણી, દંડક અજયભાઈ પરમાર, ડ્રેનેજ સમિતિ ચેરમેન જ્યોત્સનાબેન ટીલાળા, પર્યાવરણ અધિકારી તુવર, જીંજાળા, વિગેરે ઉપસ્થિત રહેલ. શહેરના ફૂડ વેસ્ટમાંથી એજન્સી દ્વારા ખાતર બનાવવામાં આવે છે. તે અંગે જરૂરી ચર્ચા કરવામાં આવેલ.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.