Abtak Media Google News

રાજકોટ હાયોસીઝ ટ્રસ્ટ દ્વારા સંચાલીત કલાવડરોડ સ્થિત ક્રાઈસ્ટ સ્કુલ ઈ.સ. ૨૦૧૫થી કાર્યરત છે. ડાયોસીઝ માનવતાની સેવા તરીકે શૈક્ષણીક, સામાજીક, આરોગ્ય અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ કરાવવામા આવે છે. જે અંતગર્ત આજરોજ ક્રાઈસ્ટ સ્કુલ ખાતે કે.જી.થી ધો.૫ના વિદ્યાર્થીઓ દ્વારા અપ્રુવ ૨૦૧૮નું આયોજન કરવામાં આવ્યું હતુ સમગ્ર ભારતભરમાં ૨૮મી ફેબ્રુઆરીને રાષ્ટ્રીય વિજ્ઞાન દીન તરીકે ઉજવણી કરવામાં આવે છે. આવા ઉમદા હેતુથી ક્રાઈસ્ટ સ્કુલ દ્વારા વિજ્ઞાન મેળો ‘અપ્રુવ’ ૨૦૧૮નું આયોજન કરવામાં આવ્યું હતુ જેમાં સ્કુલના કે.જી.થી લઈ ધો.૫ના વિદ્યાર્થીઓએ અલગ અલગ કૃતિઓ રજૂ કરી હતી.

Dsc 0594જેમાં ક્રાઈસ્ટ સ્કુલમાં ધો.૨માં અભ્યાસ કરતી કંગના દેવેન્દ્ર મણીયારે ગોબર ગેસ પ્લાન્ટ નામનો પ્રોજેકટ તૈયાર કર્યો હતો. આ પ્રોજેકટનો હેતુ એજ છે કે ગાયનું છાણ તેમજ કચરો એકઠો કરી ગોબર ગેસ પ્લાન્ટ તૈયાર કરી તેનો રાંધણગેસમાં ઉપયોગમાં લઈ શકાય છે. આ ઉપરાંત ખેતરમાં ખેડુત ખાતર તરીકે પણ ઉપયોગમાં લઈ શકે છે. આ ઉપરાંત સ્કુલના ૧૦૦થી વધુ વિદ્યાર્થી અને વિદ્યાર્થીનીઓએ ‘વસુંધૈવ કુટુમ્બકમ’, કચરાનો નિકાલ, સર્વધર્મ એક સમાન, મેથ્સ સહિતના વિષયો પર કૃતિઓ રજૂ કરી હતી.

Dsc 0600

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.