Abtak Media Google News

૪૮ કલાકમાં ૧૦ વર્ષના રેકોડ બ્રેક ૨૧.૫ ઈંચ વરસાદથી સતત દોડતુ મુંબઈનું જનજીવન થંભી ગયુ આવતીકાલ સુધી શાળા, કોલેજો, સરકારી, ખાનગી કચેરીઓમાં રજા જાહેર કરાઇ: મોટાભાગની ટ્રેનો, વિમાની સેવાઓ રદ કરાઇ: હજુ આગામી ૪૮ કલાક ભારે વરસાદની આગાહીની મુબંઈ ગરાઓના જીવ તાળવે !

દેશની આર્થિક રાજધાની મુંબઈમાં મોડે મોડેથી પધારેલા મેઘરાજાએ સતત વરસીને ‘આફત’નો વરસાદ વરસાવ્યો છે. સતત પાંચમા દિવસે મેઘરાજા મનમૂકીને વરસતા મુંબઈમાં ઠેર ઠેર વરસાદી પાણી ભરાય જવા પામ્યા હતા છેલ્લા ૪૮ કલાકમાં અવિરત ૨૧.૫ ઈંચ જેવો ભારે વરસાદ પડતા રસ્તાઓ રેલવે ટ્રેકો સહિત ઠેર ઠેર પાણી રાય જવા પામ્યા હતા. ૧૦ વર્ષ બાદ ઉભી થયેલી આવી વિકટ વરસાદી પરિસ્થિતિના કારણે મુંબઈનું દોડતુ જનજીવન થંભી જવા પામ્યું હતુ લોકલ ટ્રેનો અને વાહન વ્યવહાર બંધ થઈ જવાથી સરકારે બીજી જુલાઈ સુધી સ્કુલો, કોલેજો સરકારી અને ખાનગી કચેરીઓમાં રજા જાહેર કરી દીધી છે.

મુંબઈના તમામ પરા વિસ્તારોમાં ભારે વરસાદના કારણે પાણી ભરાઈ જવા પામ્યું હોય અનેક નીચાણવાળા વિસ્તારોમાં રહેતા મુંબઈવાસીઓનાં ઘરોમાં વરસાદી પાણી ભરાઈ જવા પામ્યા છે. ઠેર ઠેર રસ્તાઓ પાણીની નદીઓ વહેતી નજરે ચડતી હોય લોકોનું ઘરની બહાર નીકળવું પણ મુશ્કેલ બની ગયું છે. ત્યારે વરસાદના કારણે શોર્ટ સર્કિટ થવાની વિજ કરન્ટ લાગવાથી તથા દિવાલો ઘસવાના કારણે આજદીન સુધીમાં ૧૬ મુંબઈગરાઓનાં મૃત્યુ થયાની વિગતો મળી રહી છે. હવામાન ખાતાએ હજુ મુંબઈમાં આગામી ૪૮ કલાક ભારે વરસાદની આગાહી વ્યકત કરી હોય તંત્રને હાઈ એલર્ટ પર મૂકી દેવામાં આવ્યું છે.

મુંબઈ પર સતત પાંચ દિવસથી આસમાની આફત વરસી રહી હોય તેમ ભારે વરસાદને પગલે ચોવીસ કલાક દોડતી રહેતી મુંબઈની રફતાર પર બ્રેક લાગી ગઈ છે. રસ્તાઓની સાથે સાથે હોસ્પિટલો, રેલવે સ્ટેશનો, બજારો અને એરપોર્ટ જાણે પાણીમાં ડુબી ગયેલ નજરે પડે છે. ગઈકાલથી શરૂ થયેલા ભારે વરસાદનો દોર આજે પણ આખો દિવસ શરૂ રહે તેવી સંભાવનાના પગલે સરકારે ભારે વરસાદને પગલે તમામ સરકારી અને ખાનગી શાળાઓ અને ઓફીસાથે બંધ રાખવાની જાહેરાત કરી છે મુંબઈ મહાનગરપાલીકાએ સરકારી અને ખાનગી ઓફીસાથેમાં રજા જાહેર કરી હોવાનું જાણવા મળ્યું છે. આગામી ૨૪ કલાકમાં ભારે વરસાદને કારણે પાણી ભરાવવાની શકયતા રહેલી છે.

પાલઘર અને નાલાસાથેપરા રેલવે સ્ટેશન પર ભારે વરસાદના કારણે પૂર જેવી પરિસ્થિતિ ઉભી થઈ ગઈ હતી આજે પણ ભારે વરસાદને કારણે પરિસ્થિતિ વધુ વકરે તેવી શકયતા સેવાય રહી છે. હોસ્પિટલોમાં પાણી ભરાઈ જવાથી દર્દીઓ ડોકટરો અને સગાઓને ગોઠણડુબ પાણી વચ્ચે પોતાની ફરજ બજાવતી નજરે પડયા હતા અનેક ટ્રેનો રદ કરી દેવામાં આવી છે. જેમાં સેન્ટ્રલ રેલવેએ આઠ મુખ્ય ટ્રેનો અનિચ્છિત મુદત સુધી રદ કરી દીધી છે. જેમાં કુર્લા અને થાણાની વચ્ચે દોડતી તમામ ટ્રેનો રોકી દેવામાં આવી છે. વિરાર પાલઘર વચ્ચે દોડતી ટ્રેનો બંધ કરી દેવામાં આવી છે. પૂણેમાં દિવાલ ઘસી પડવાથી ૨૨ લોકોના મૃત્યુની આશંકા છે. પૂર્ણેના સિંઘણ કોલેજની એક દિવાલ ધરાશયી થઈ ગઈ હતી ઈસ્ટ મલાડ મુંબઈમાં દિવાલ ઝુપડાઓ પર ઘસી ગઈ હતી આ ઉપરાંત વરસાદને કારણે ૧૬ના મૃત્યુની જાહેરાત કરવામાં આવી છે. અનેક ટ્રેનો ઉપરાંત હવાઈ સેવા પણ સ્થગીત થઈ જવા પામી છે.

મુંબઈની આ પરિસ્થિતિમાં જેમ બને તેમ નુકશાન ઓછુ થાય તે માટે તંત્ર અને ડિઝાસ્ટર મેનેજમેન્ટ રાઉન્ડ ધ કલોક એલર્ટ બની ગયું છે. ભારે વરસાદને કારણે મહાનગરી મુંબઈ અત્યાર ખૂબજ કપરી પરિસ્થિતિમાંથી પસાર થઈ રહ્યું છે. ભારે વરસાદને કારણે ઉતર અને દક્ષિણ વિભાગ અને પૂર્વ એકસપ્રેસ હાઈવે ગાંદી માર્ગની પરિસ્થિતિ ઉપરાંત બોરીવલી વસપ, વાસીરોડ અને રેલવે વ્યવસ્થા પણ ખોરવાઈ ગઈ છે. કેટલાંક વિસ્તારોમાં વરસાદનું પ્રમાણ ઓછુ રહેતા પાણી ઓસરવાથી વાહન વ્યવહાર ધીરેધીરે ચાલુ થયું છે. આ લખાઈ રહ્યું છે ત્યારે ભારે વરસાદ વરસી રહ્યો છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.