Abtak Media Google News

આકાશ બાદે હવે ઈશા અંબાણીના લગ્નની તારીખ પણ નકકી: ડિસેમ્બરમાં આનંદ પીરામલ સાથે લગ્નગ્રંથીથી જોડાશે

ભારત દેશના સૌથી ધનવાન વ્યકિત અને રીલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના ચેરમેન એવા મુકેશ અંબાણીના પુત્ર આકાશ અંબાણી બાદ હવે તેમની પુત્રી ઈશા અંબાણીની લગ્નની તારીખ પણ નકકી થઈ ગઈ છે. મુકેશ અને નીતા અંબાણીની પુત્રી ઈશા આ વર્ષે ડિસેમ્બરમાં બિઝનેસમેન અજય પીરામલના પુત્ર આનંદ પીરામલની સાથે લગ્નના તાંતણે બંધાશે.

લાંબા સમયની ફ્રેન્ડશીપ બાદ આનંદ પીરામલે ઈશા અંબાણીને મહાબળેશ્ર્વર મંદિરમાં તાજેતરમાં પ્રપોઝ કર્યું. આ બાદ બંનેએ પોતાના પરિવારજનો સાથે લંચ કર્યું. જણાવી દઈએ કે, ઈશા અને આનંદ ઘણા લાંબા સમયથી મિત્રો હતા. અંબાણી અને પીરામલ પરિવાર એકબીજાને છેલ્લા ૪૦ વર્ષથી જાણે છે. આ દોસ્તી હવે, લગ્ન સંબંધમાં પરિણમશે.

Finalઈશાએ યેલ યુનિવર્સિટીમાંથી બેંચલર ડિગ્રી કરી છે અને બોર્ડ ઓફ રીલાયન્સ જીઓ અને રીલાયન્સ રીટેલ સંભાળી રહી છે. જયારે આનંદ પરીમલ રીઆલીટીનો સંશોધક છે અને પરીમલ ગ્રુપનો એકઝીકયુટીવ ડાયરેકટર પણ છે તેણે હાર્વડ બિઝનેસ સ્કૂલમાંથી બીઝનેસ એડમીનીસ્ટ્રેશન ડિગ્રીમાં માસ્ટર કર્યું છે તે અગાઉ ઈન્ડિયન મર્ચન્ટ ચેમ્બરનો યંગેસ્ટ પ્રેસીડન્ટ પણ રહી ચુકયો છે. જણાવી દઈએ કે, મુકેશ અંબાણીના પુત્ર આકાશ અંબાણીની લગ્નની તારીખ હજુ એક અઠવાડિયા પહેલા જ નકકી થઈ છે. જે રુસેલ મહેતાની પુત્રી શલોકા મહેતા સાથે લગ્નગ્રંથીથી જોડાશે.

(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebookhttps://facebook.com/abtakmedia/ અને Twitterhttps://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ abtakmedia.com

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.