Abtak Media Google News

મહાનગર પાલિકાના કમિશ્નર ઉદત અગ્રવાલે અબતક સાથેની વાતમાં જણાવ્યું હતું કે અમે દરેક સોસાયટીના પ્રમુખોને જાણ કરેલી છે કે તેમના વિસ્તારમાં બહારથી કોઇ વ્યક્તિ આવી હોય અને તેમાં કોરોના વાયરસના લક્ષણો દેખાતા હોય તો તુરંત અમને જાણ કરે પહેલા તબકકે ૧૫ ધનવંતરી રથ શરૂ કર્યા હતા. આજે બીજા ૩૫ ધનવંતી રથો શરૂ કર્યા. અત્યારે ડોકટરો જે આર.એન.સીમાં કે આયુસ હોય કે ડેન્ટર નીમણુક કરવામાં આવી છે. જેમને વધારાનું ઇન્સેન્ટીવ આપવામાં આવશે. ઇન્ટરવ્યું પણ શરૂ થઇ ચુકયા છે. ૪૦ જગ્યાઓ ભરવાની છે.

રેન બસેરા અત્યાર સુધી જનરલ કવોરન્ટાઇન માટે હતા. હવે તેને કોવિડ-૧૯ કેર સેન્ટર તરીકે વાપરવામાં આવશેે તેમ છતાં પણ જો વધારે જરૂર પડશે. તો કમ્યુનીટીહોલની પણ ઉપયોગ કરવામાં આવશે. ટેલીફોન મારફતે લોકો હોમ કવોરોનટાઇન થઇ શકશે અને સારવાર પણ મેળવી શકશે.

આરોગ્ય કમિશ્નરએ આજે જ ક્ધટેનમેન્ટ ઝોનની મુલાકાત લીધી છે. અને ધનવંતરી રથની મુલાકાત લીધી છે. તેમજ સંતોષ વ્યકત કર્યો. બીજા હોસ્પોટ વિસ્તારમાંથી લોકો આવી રહ્યા છે તો કેસ વધવાની સંભાવના છે કે લોકોને અપિલ કરવામાં આવે છે કે આવી કોઇ બહારથી આવેલી વ્યકિતને લક્ષણ દેખાય તો હોમ કવોરનટાઇન થવું. એક પરિવારની ૧૯ લોકોને કોરોના પોઝિટીવ આવ્યા હતા બધા માટે એક ઉદાહરણ રૂપ છે. આપણે ધ્યાન રાખવું પડશે કે લોકો ભેગા ન થાય. બીમારી પ્રાપ્ત વ્યક્તિએ ખાસ ધ્યાન રાખવાની જરૂર છે તે લોકોને કોરોના ઝડપી ફેલાઇ છે. નવા સ્ટાફ જે આવે છે તે ધનવંતરી રથમાં કોરોનાને લગતી કામગીરી કરવામાં આવશે જે ત્રણ મહિના માટે હશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.