Abtak Media Google News

રાહત પેકેજ અંતર્ગત જાહેર થયેલી એક જ મહિનામાં ૪૫ હજાર કરોડનું ધિરાણ

લોકડાઉનના લીધે માઠી અસર થતા સરકારે જાહેર કરેલા ૨૦ લાખ કરોડના આર્થિક પેકેજને લોકોએ આવકાર આપ્યો છે. આ પેકેજમાં એમએસએમઈ ક્ષેત્રે ત્રણ લાખ કરોડની ફાળવણી કરવામાં આવી હતી. જેમાં ૩૭ દિવસમાં ૧ લાખ કરોડની લોન મંજૂર કરવામાં આવી છે અને ૪૫ હજાર કરોડનું ધિરાણ તો થઈ પણ ગયું છે.

એક જ માસમાં ત્રીજા ભાગનો લક્ષ્યાંક સિદ્ધ થઈ ગયો છે. દેશમાં કોરોનાને પગલે લોકડાઉન લાદવામાં આવ્યું હતું. મધ્યમ ઉદ્યોગોની હાલત કફોડી બનતા સરકારે ૨૦ લાખ કરોડનું આર્થિક પેકેજ જાહેર કર્યું હતું. જેમાં ૩ લાખ કરોડની ફાળવણી એમએસએમઈ ક્ષેત્ર માટે કરવામાં આવી હતી.

આત્મનિર્ભર યોજના હેઠળ જાહેર થયેલા આ પેકેજમાં નાના મધ્યમ ઉદ્યોગોને વધારાનું ૩ લાખ કરોડનું ધિરાણ આપવાનું નક્કી કરાયું હતું. આ યોજના હેઠળ એમએસએમઈ ક્ષેત્રના ઉદ્યોગકારો પોતાના મંજૂર થયેલા ધિરાણ ઉપરાંત વધારાનું ૨૦ ટકા ધિરાણ મેળવી શકતા હતા.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.