Abtak Media Google News
શ્રી આર જે એચ હાઈસ્કૂલ ઢસા જંકશન રાષ્ટ્રીય સેવા યોજના યુનિટનો વાષિક સાત દિવસનોકેમ્પ તારીખ ૧૧.૦૨.૨૦૧૯ થી ૧૭.૦૨.૨૦૧૯ દરમિયાન ખીજડીયા ગામે યોજાયો હતો. જેમાં કુલ ૧૧૦ સ્વયંસેવકોએ ભાગ લીધો હતો આ કેમ્પ દરમિયાન ગ્રામ સફાઈ સ્મશાન સફાઈ નદી તળાવોની સફાઈ અંધશ્રધ્ધા નાબુદી કુરીવાજ નાબુદી બેટી બચાવો અભિયાન આરોગ્ય વિષયક જાગુતિ પક્ષી બચાવો અભિયાન વ્યસન મુક્તિ રકતદાન કેમ્પ થેલેસેમિયા જાગુતિ અભિયાન જળ સંચય અભિયાન રોજગાર વિષયક માહિતી કેમ્પ વગેરે જેવાં કાર્યક્રમો હાથ ધરવામાં આવ્યાં હતા.
Img 20190218 Wa0023
કેમ્પ દરમિયાન જુદા-જુદા વિષયના વક્તાઓને બોલાવી જ્ઞાન સત્ર દરમિયાન સ્વયંસેવકો ને જ્ઞાન પીરસવામાં આવ્યું હતું આ માટે પૂર્વ નિયામકશ્રી GCERT ગાંધીનગર શ્રી નલીન પંડીત ખાસ ઉપસ્થિત રહ્યા હતા આ ઉપરાંત દાદા ખાચર કોલેજના પ્રાધ્યાપક ડો.જનક ગઢવી સજીવ ખેતીનાં પ્રણેતા હીરજીભાઇ ભીગંરાડીયા રોજગાર વિષયક માહિતી માટે દ્વારકાદાસ લલાડીયા પુર્વ ફોરેસ્ટ અધિકારી શ્રી વી.ડી.બાલા  સાહેબ વગેરે મહાનુભાવો ખાસ ઉપસ્થિત રહ્યા હતા રાત્રે સાંસ્કૃતિક કાર્યક્રમો અને દેશભક્તિ લગતાં કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું સમાપન પ્રસંગે યોજાયેલ રક્તદાન શિબિરમાં કુલ ૧૦૧ બોટલ રક્તદાન પણ એકત્ર કરવામાં આવ્યું હતું
સમ્રગ કેમ્પને સફળ બનાવવા મા N.C.C પ્રોગ્રામ ઓફીસર શ્રી આર.બી.હેરમા અને બી.ડી સાકરીયાએ ભારે જહેમત ઉઠાવી હતી N.C.C ની ઉમદા કામગીરી માટે બન્ને પ્રોગ્રામ ઓફીસરને પધારેલ મહેમાનો અધિકારીઓ વહીવટદાર વાઢેર સાહેબ શાળા આર્ચાય ડો.જી.બી.હેરમાએ અભિનંદન આપ્યા હતાં…

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.