Abtak Media Google News

નાગરપુરમાં આયોજીત અખિલ ભારતીય પ્રતિનિધિ સભામાં ભાષાઓના સંરક્ષણ અને ઉતિ ઉપર ભાર મુકાયો

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ દ્વારા તાજેતરમાં નાગપુર ખાતે ત્રિદિસીય અખિલ ભારતીય પ્રતિનિધિ સભા યોજાઇ હતી. જેમાં ભારતીય ભાષાઓમાં સરક્ષણ અને ઉન્નતિની આવશ્યકતા ઉપર ઠરાવ મુકવામાં આવ્યો હતો.

આ અંગે આર.એસ.એસ. દ્વારા પ્રેસ કોન્ફરન્સનું આયોજન કરાયું હતું. તેમાં મુકેશભાઇએ માહીતી આપતા જણાવ્યું હતું કે ભાષા કોઇપણ વ્યકિત અને સમાજની ઓળખનું એક મહત્વનું પાસું છે. અને ભાષા તેની સંસ્કૃતિને જીવન રાખે છે.

સમગ્ર દેશમાં પ્રાથમીક શિક્ષણ માતૃભાષા અથવા કોઇપણ અન્ય ભારતીય ભાષામાં હોવું જોઇએ. તેમજ નેશનલ લાયકાત અને પ્રવેશ પરીક્ષા (નીટ) અને યુનિયન પબ્લિક સર્વિસ કમિશને ભારતીય ભાષાઓમાં પરીક્ષાઓ શરુ કરી છે.

આ પહેલું સ્વાગત છે સિવાય આ વિકલ્પ અન્ય પ્રવેશકો અને સ્પર્ધાત્મક પરીક્ષાઓ જે હજુ સુધી ભારતીય ભાષાઓમાં સુલભ નથી તેની જોગવાય કરવી જોઇએ દરેક સરકારી કચેરીઓમાં માતૃભાષાનો જ ઉપયોગ થવો જોઇએ.

અખિલ ભારતીય પ્રતિનિધિ સભા સ્વૈચ્છિક સંસ્થાઓ સમુહ માઘ્યમાં સંસ્કૃતિઓના સંગઠનો શૈક્ષણિક સંસ્થાઓને અનુરોધ કરાયો છે. કે આપણા જીવનમાં ભારતીય ભાષાઓના ઉપયોગ કરી ઉન્નતિ વધાર પ્રકાશ કરવા જણાવાયું છે.

દેશમાં પ્રચલિત વિવિધ ભાષાઓ અને બોલીઓ પણ આપણી સંસ્કૃતિ, ઉદ્દાત પરંપરાઓ, ઉત્કૃષ્ટ જ્ઞાન અને પુષ્કળ સાહિત્ય અકબંધ રાખવાની  સાથે વૈચારિક નવસર્જન માટે પણ આવશ્યક છે. વિવિધ ભાષાઓમાં ઉપલબ્ધ લિખિત સાહિત્ય કરતાં વધુ જ્ઞાન ગીતો, લોકકથાઓ, તથા લોકગીતો વગેરેની મૌખીક પરંપરાના રુમમાં મળી રહે છે.

આજે વિવિધ ભારતીય ભાષાઓ અને બોલીઓનો ઉપયોગ અને આભાવને કારણે, વિવિધ ભારતીય ભાષાઓ અને બોલીઓ વ્યવહારમાં નિરંતર ઘટી રહી છે. તેના શબ્દોનો ઉ૫યોગ ન થવો તથા વિદેશી ભાષાના શબ્દોનો પ્રયોગ જેવી બાબતો એક ગંભીર ચુનૌતી રુપે સામે છે. આજ અનેક ભાષા અને લોકબોલી  લુપ્ત થઇ ગઇ છે. અને અનેક અન્ય લોકભાષાઓનું અસ્તિત્વ કટોકટીમાં છે. સરકારી અને સ્વૈચ્છિત સંસ્થાઓો દેશના વિવિધ ભાષાઓ અને બોલીઓને જાળવવા અને પ્રોત્સાહન આપવા દરેક શકય પ્રયત્નો કરવા જોઇએ.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.