સેવાનો ધર્મ સમજાવતા મધર ટેરેસા

141
mother-teresa-explaining-the-religion-of-service
mother-teresa-explaining-the-religion-of-service

ચાલ્યા જે જીવનમાં ઈસુ ખ્રિસ્તના માર્ગે પર,

કરાવી જેને ઓળખ નિસ્વાર્થ સેવાની,

પરમ-ધર્મ હતો જેનો માત્ર સેવા,

સાદગીથી જે જીવ્યા પોતાનું જીવન,

જીત્યો જેમને ખિતાબ નોબલ શાંતિ પુરુસ્કારનો,

કર્મોથી  જે દેશ- વિદેશ થયા પ્રસિદ્ધ,

સમજવ્યું  જેને  માફી આપવી સૌને,

કારણ તેના થકી છે ખુશી જીવનમાં,

લોકોમાં જેને પરિચય  અપાવ્યો સેવાનો,

સમજવ્યું જેણે  આપો જીવનમાં  આપનું શ્રેષ્ઠ,

પરિણામ અપાવશે તેનું ઈશ્વર અતિશ્રેષ્ઠ,

જેને કરી  સ્થાપના સંસ્થાઓની,

આપ્યું બલિદાન જીવનમાં સેવા થકી,

ભૂલી ભેદભાવ કર્યા અનેક કર્તવ્ય,

સમજાવ્યો મદદનો સાર જીવનમાં,

જોડાયા અનેકના જીવનમાં સેવા થકી,

મમતા અને મદદથી જે ઓળખાયા,

એવા સૌના દિલમાં હજી વસેલા,

સેવાનો ધર્મ સમજાવતા મધર ટેરેસા.

કવિ : દેવ એસ મહેતા

Loading...