Abtak Media Google News

મેરેથોનમાં ૬૦૦ મહિલાઓ તથા ર૦૦ બાળકોએ ખુબ જ ઉત્સાહથી ભાગ લીધો

સેલવાસમાં મેરેથોનનું આયોજન કરવામાં આવ્યું હતું. કૃષ્ણા એન્ડ એસો. દ્વારા બ્રેસ્ટ કેન્સર અવેરનેસ મેરેથોનનું આયોજન કરવામાં આવ્યું લગભગ ૬૦૦ મહીલા તથા ર૦૦ બાળકો તેમા સામેલ થયા આ મેરેથોનનો શુભારંભ પર્યટન વિભાગના સચિવ પૂજા જૈન દ્વારા લીલીઝંડી આપી કરાયો. ખુબ જ ઉત્સાહથી મહીલાઓ તથા બાળકો આ મેરેથોનમાં જોડાયા લગભગ દરેકે ફીનીસીંગ લાઇન પુરી કરી. દરેકને મેડલ અને પાર્ટીસિપેટ સર્ટીફીકેટ આપવામાં આવ્યા જયારે દોડમાં પ્રથમ આવેલી લિસા રાજીવ યુવા વર્ગમાંવિનસ બલસારા, જુનીયર વર્ગમાં આશ્રય કીની, સીનીયર સીટીઝન વર્ગમાં રેખા ચમડીયાને પ્રથમ વિજેતા બનતા એવોર્ડ આપવામાં આવ્યો તો બીજી એક ૭૭ વર્ષીય મહીલાઓ મેરેથોન પુરી કરી તેમને એવોર્ડથી સન્માનીત કરાયા આ મેરેથોનને સફળ બનાવવા પ્રશાસન તથા મીડીયાનો સહયોગ મળ્યો

સંસ્થાના ચેરપર્સનલ મીના તવરે જણાવ્યું કે અમારો ઉદ્દેશ્ય મેરેથોન દ્વારા મહીલાઓ ને બ્રેસ્ટ કેન્સર અંગે જાગૃત કરવાનો હતો. અમે ૧ર વર્ષથી આ ક્ષેત્રમાં કામ કરી રહ્યા છીએ. જાગૃતતાની કમીના કારણે મહીલાઓ ડોકટર પાસે જતા ખચકાટ અનુભવે છે. અને જો બ્રેસ્ટ કેન્સરની જાણ ઝડપથી થાય તો તેને વધુ વકરતા નિવારી શકાય છે. આ મેરેથોનને સફળ બનાવવામાં જયકોર્પ લી. આર આર કેબલ, કેસી પાવર તથા અન્ય લોકોનો સહયોગ મળ્યો પ્રશાંત શાહ, મનીષા પવાર અર્ચના મિશ્રાએ આ સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા જહેમત ઉઠાવી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.