Abtak Media Google News

સરકારના વન ટેકસ, વન નેશન તરફ તબક્કાવાર પગલા

જીએસટીના કારણે વેપાર-ઉદ્યોગ જગત ઘણા સમયથી સરકારથી નારાજ હતુ. પરંતુ તાજેતરમાં સરકારે જીએસટીમાં સુધારા કર્યા હતા. સરકારે ૧૭૬ ચીજ-વસ્તુઓને જીએસટીના ૨૮ ટકાના સ્લેબમાંથી ૧૮ ટકાના સ્લેબમાં મુકતા લોકોએ રાહતનો શ્ર્વાસ લીધો હતો. હવે સરકાર આગામી સમયમાં જીએસટીમાં વધુ રાહતો આપે તેવી સંભાવના છે.

નાણા પ્રધાન અ‚ણ જેટલીએ આ મામલે વિરોધ પક્ષ ઉપર પ્રહાર કરતા સમયે સરકાર વધુ રાહત આપશે તેવા સંકેતો આપ્યા હતા. તેમણે કહ્યું હતું કે, જીએસટીમાં સુધારાની પ્રક્રિયા હજુ ચાલુ રહેશે. સરકારની તિજોરી ઉપર આવકના પ્રમાણમાં આ સુધારો આધારીત રહેશે. જીએસટી કાઉન્સીલની આગામી બેઠકમાં સરકાર વેપારીઓ-નિકાસકારોને વધુ રાહતો આપે તેવી આશા સેવાઈ રહી છે. સરકાર પણ ફુગાવો ઘટાડવા માટે જીએસટીમાં સુધારાનો સહારો લેશે. નાણાપ્રધાન અરૂણ જેટલીએ જણાવ્યું હતું કે, જે લોકો જીએસટીનો વિરોધ કરી રહ્યાં છે. તેઓ જીએસટી વિશે અજાણ છે. આ વિધાનમાં તેમનો ઈશારો તાજેતરમાં રાહુલ ગાંધીએ આપેલા નિવેદન ઉપર હતો. અ‚ણ જેટલીએ દાવો કર્યો હતો કે, જીએસટીના કારણે ફૂગાવાનો દર ઘટશે. તેમણે જીએસટી અર્થતંત્ર માટે ફાયદાકારક હોવાનો મત વ્યકત કર્યો હતો. તેમણે ઉમેર્યું હતું કે, સેન્ટ્રલ એકસાઈઝ, સ્ટેટ વેટ, સેલ્સ ટેકસ સહિતના ઘણા વેરા કેટલીક આઈટમો ઉપર કુલ ૩૧ ટકા સુધી રહેતા હતા. જે જીએસટીના કારણે ૨૮ ટકામાં પહોંચી ગયા છે.

તેમણે વધુમાં ઉમેર્યું હતું કે, ખાદ્ય વસ્તુઓ ઉપર કરદર ઘટાડવા માટે સરકાર વિચાર કરી રહી છે. સરકાર સામાન્ય લોકોને જરૂરી ઉત્પાદનો ૫ ટકાના બ્રેકેટમાં રહે તે સુનિશ્ર્ચિત કરશે. મર્સીડીસ કારના સ્લેબમાં ઘઉં, ચોખા કે ખાંડ રાખી શકાય નહીં. માટે તમામ વસ્તુઓના દર વાસ્તવિક રહે તે માટે સરકાર પ્રયત્ન કરશે. સમગ્ર જીએસટીને સામાન્ય લોકો માટે અનુકુળ બનાવતા સમય લાગશે.

જીએસટીની અમલવારી બાદ ઔદ્યોગીક જગત મંદિમાંથી પસાર થઈ રહ્યો છે. જીએસટીના દરોમાં અનિશ્ર્ચિતતાના કારણે સામાન્ય લોકોના બજેટ પર પણ મહદઅંશે અસર થઈ છે અનેક ક્ષેત્રોમાં એકમો બંધ પડી જાય તેવી સ્થિતિના કારણે સરકારે કેટલીક વસ્તુઓ જીએસટીના દરમાં ફેરફાર કર્યો છે. મોટાપાયે ફેરફાર બાદ લોકોને આંશિક રાહત તો થઈ છે પરંતુ અનેક અપેક્ષાઓ સરકાર તરફ લોકોની છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.