Abtak Media Google News

છત્તીસગઢ વિધાનસભાની ચૂંટણીના પ્રથમ તબકકાનું શાંતિપૂર્ણ મતદાન

છત્તીસગઢ વિધાનસભાની ચૂંટણીના પહેલા તબકકાની ૧૮ સીટો માટેનું મતદાન શાંતિપૂર્ણ રૂપે સમાપ્ત થયું છે. જયાં ભયગ્રસ્ત છે. નકસલી વિસ્તારમાં ઓછા મતદાનના એંધાણો હતા ત્યાં ‘બેલેટે’ ‘બુલેટ’ને માત આપી છે. સરેરાશ છત્તીસગઢમાં ૭૦ ટકાથી વધુ મતદાન નોંધાયું છે. વિવિધ વિસ્તારોના મતદાનની ટકાવારી મુજબ ૭૨ ટકા સાથે ખુજ્જીમાં સૌથી વધુ મત પડયા તો સૌથી ઓછું મતદાન બીજાપુરમાં ૩૩ ટકા જેટલું થયું હતું.

સૂત્રોના જણાવ્યા મુજબ દરેક બુથમાંથી અંતીમ આંકડા આવ્યા બાદ પણ મતદાનની ટકાવારીમાં વધારો થવાની શકયતા સેવાઈ રહી હતી. બીજાપુરમાં ૩૩ ટકા, નારાયણપુરમાં ૩૯ ટકા, અન્તાગઢમાં ૪૩ ટકા, ભાનુપ્રતાપપુરમાં ૫૭ ટકા, કાંકેરમાં ૬૨ ટકા, દાંતેવાડામાં ૪૯ ટકા, બસ્તરમાં ૭૦ ટકા, જગદલપુરમાં ૬૫ ટકા, ચિત્રકોટમાં ૭૧ ટકા, કોન્ડાગાઉમાં ૬૧.૪૭ ટકા અને કોમ્ટા વિસ્તારમાં ૪૬ ટકા મતદાન થયું હતું.

બસ્તર વિસ્તારમાં સવારના સમય મતદારોનો ધસારો રહ્યો હતો અને ઉલ્લેખનીય છે કે, શ્રીનગરની ચૂંટણી જેવી સ્થિતિ અને ફિલ્મ ન્યુટન જેવા દ્રષ્યો સર્જાવાની ભીતિ છતાં મતદાન માટે પુરૂષ ઉપરાંત મહિલાઓની પણ લાંબી લાઈનો લાગી હતી.

ટેકનીકલ ખામીને કારણે ૫૩ બુથોમાં વીવીપેટ મશીન બંધ પડયા હતા તો ચૂંટણી દરમિયાન બે જીવતા બોંબ પણ મળી આવ્યા હતા તો ૧ લાખ સુરક્ષા સૈનાનીઓની તૈનાતી વચ્ચે શાંતિપૂર્ણ મતદાન થયું હતું.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.