Abtak Media Google News

આ વર્ષનું લડતસુત્ર-નો યોર સ્ટેટસ

કાલે વિશ્ર્વ એઈડ્સ દિન

૧લી ડિસેમ્બર સમગ્ર વિશ્ર્વમાં એઈડસ દિવસ તરીકે ઉજવાય રહ્યો છે. દર વર્ષ યુ.એન.એઈડસ સામે લડાઈ લડવા માટે વૈશ્ર્વિક સુત્ર આપે છે. આ વર્ષનું લડતસુત્રનો યોર સ્ટેટસ છે. એટલે કે તમારી પરિસ્થિતિ જાણો.

માત્ર ચાર કારણોથી ફેલાતા એચઆઈવી/એઈડસને ના થયો હોય તો છેવાડાના માનવી સુધી તેની સાચી અને વૈજ્ઞાનિક સમજ આપવી પડે છે. તેની સાથે જીવતા લોકો પુરતી સારવાર નિદાન પણ કરાવતા નથી. આવા લોકોને સમાજ, પરિવાર સહયોગ નથી આપતાં ત્યારે મનોવ્યથા સમજી તેના માટે સ્વચ્છ વાતાવરણ સમાજે નિર્માણ કરવું જરૂરી છે. એચઆઈવી/એઈડસની તમામ જીવન રક્ષક દવા, ટેસ્ટીંગની તમામ મેડિકલ સુવિધા સરકાર તરફથી સિવિલ હોસ્પિટલમાં વિનામુલ્યે મળે છે. હજી પણ બધા તેનો લાભ લેતા નથી.

રાજકોટમાં પણ દર વર્ષે ૬૦૦થી વધુ નવા દરદીઓ ઉમેરાય છે. શહેર જિલ્લામાં ૨૪ હજારથી વધુ દર્દીઓ જોવા મળે છે. ગત વર્ષ કરતા ચાલુ વર્ષે આંશિક વધારો જોવા મળ્યો છે. જનજાગૃતિ મેડિકલ ફેસીલીટીના કારણે લોકોમાં જાગસતી આવવાથી ૨૦૨૦ કે ૨૦૩૦માં આપણે એઈડસને આપણે સંપૂર્ણપણે નાબુદ કરવાનો આશાવાદ છે એ માટે આગામી ૧૦૦૦ દિવસ યુધ્ધના ધોરણે નિયંત્રણ બાબતે કાર્ય કરવું પડશે.

વિશ્ર્વમાં દર વિકે ૭૦૦૦ યંગ વુમન ૧૫ થી ૨૪ વર્ષની ચેપગ્રસ્ત બને છે. જયારે દરરોજ નવા ૧૬૦૦૦થી વધુ એચઆઈવી-એઈડ્સના વાહકો વિશ્ર્વમાં ઉમેરાય છે. જેને તબીબી સારવાર દવા પહોંચાડવા ૯૦-૯૦-૯૦ પ્રોજેકટ થયુ એન્ડ એઈડસ ચલાવે છે. ૨૦૧૦થી ૧૬ વચ્ચે નવા ઈન્ફેકશનમાં બદલાવ જોવા મળ્યો વાઈરસ પોતે નબળો પડતા હવે પહેલા જેવા ભયંકર મૃત્યુ દર ૨૦૧૭-૧૮માં જોવા મળતા નથી. આજે વિશ્ર્વ એઈડસ દિવસે સૌ જોડાઈને વર્ષભેર ૩૬૫ દિવસ તેના માટે જન જાગૃતિ કાર્યક્રમ યોજે તેવો સંકલ્પ સૌ નગરજનોએ કરવો જોઈએ.

વિશેષ માહિતી માટે એઈડસ પ્રિવેનશન કલબ ચેરમેન અરૂણ દવેનો કોર્પોરેશન વોર્ડ ઓફિસ, રાષ્ટ્રીય શાળા મેઈન રોડ ખાતે સંપર્ક કરવો. તેમજ મો.૯૮૨૫૦ ૭૮૦૦૦ એઈડસ મોબાઈલ હેલ્પલાઈન ઉપર વિશેષ માહિતી માટે સંપર્ક કરવો.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.