દેશમાં કોરોનાથી વધુ ૨૬ના મોત, મૃત્યુઆંક ૨૦૦ નજીક પહોંચ્યો

92

ગુજરાતમાં ૧૧ નવા કેસ: ૧૬ મોત સાથે દેશમાં ત્રીજા નંબરે

દેશમાં કોરોનાથી બુધવારે વધુ ૨૬ લોકોના મોત થવા સાથે કુલ મૃત્યઆંક ૧૯૮ થયો છે. મહારાષ્ટ્રમાં એક જ દિવસમાં ૧૬ના મોત થયા છે તે દેશમાં કોરોના રોગચાળો ફાટી નીકળ્યો ત્યારથી અત્યાર સુધીના સૌથી વધુ છે. મધ્યપ્રદેશમાં સાત, ઉત્તર પ્રદેશ, પંજાબ અને કર્ણાટકમાં એક એક મોત થયા છે.

મહારાષ્ટ્રમાં ૧૬ મોત થયા છે. તેમાં ૧૦તો માત્ર પૂના ખાતે જ નોંધાયા છે. મહારાષ્ટ્રમાં કોરોનાથી મૃત્યુઆંક ૮૦ થયો છે. પૂનામાં થયેલા ૧૦ મોતમાંથી ૮ મોત કોરોનાથી થયા તે અંગે સ્થાનિક પાલીકાએ જણાવ્યું છે તે હજુ રાજયનાં મૃત્યુઆંકમાં જોડવાના બાકી છે. એટલે કોરોના મૃત્યુ ૭૨ છે આજથી બે માસ અગાઉ ૯ માર્ચના રોજ મહારાષ્ટ્રમાં પૂના ખાતે કોરોનાના પ્રથમ બે કેસ નોંધાયા હતા દેશમાં સતત સાતમા દિવસે કોરોના ૫૦૦ નવા કેસ નોંધાયા છે.

જેમાના ત્રીજા ભાગના કેસ એટલે કે ૧૧૭ કેસ મહારાષ્ટ્રમાં થયા છે. મધ્યપ્રદેશમાં બુધવારે ૬૪ નવા કેસ થયા છે. એ મહારાષ્ટ્ર પછી સૌથી વધુ ૩૦ મોત થયા છે. એ સાથે દેશમાં કોરોનાના કેસમાં પાંચમાં નંબરે છે. ઈન્દોરમાં બુધવારે ચારના મોત સાથે રાજયમાં એકજ દિવસમાં સાત મોત થયા છે.

દિલ્હીમાં કોરોનાના ૯૩ નવા કેસ નોંધાયા છે. એને તબલીગી જમાતના છે એ તમામને શહેરમાં અલગ અલગ જગ્યાએ કોરેન્ટાઈન કેન્દ્રમાં રાખવામાં આવ્યા છે. દિલ્હીમાં ૬૬૯ નવા કેસ થયા છે.જેમાં ૬૪ ટકા એટલે કે ૪૨૬ કેસ તબલીગી જમાતના છે.

જયારે એનસીઆર ગૌરગાંવમાં એક જ દિવસમાં નવા ૧૨ કેસ થયા છે.તે પણ તબલીગી જમાત સાથે સંબંધ ધરાવે છે.

રાજસ્થાનમાં ૪૦ થી વધુ કેસ નવા નોંધાયા છે. જેમાં ૨૩ તો રાજયનાં પાટનગર જયપૂરમાં નોંધાયા છે. રાજયમાં કુલ કેસ ૩૮૩ છે. જયપૂરમાં નોંધાયેલા કેસમાં ૨૩ કેસ તબલીગી જમાતના છે અને તે કર્ણાટકના બાગલકોટના છે. તેલંગાણામાં બુધવારે ૪૯ કેસ નોંધાયા છે. ગુજરાતમાં નવા ૧૧ કેસ સાથે કુલ આંક ૧૮૬ થયો છે. રાજય કોરોનાથી ૧૬ મોત સાથે દેશમાં ત્રીજા નંબરે છે. છોટાઉદેપૂર જિલ્લાના બોડેલી ગામની બે વર્ષની અકે બાળકીને કોરોના પોઝીટીવ છે.

કેરળમાં નવા ૯ કેસ સાથે કુલ કેસ ૩૪૫ થયા છે. જેમાં ૨૫૯ હાલ સારવાર હેઠળ છે. જયારે જમ્મુ અને કાશ્મીરમાં ૩૩ કેસ સાથે રાજયનો કુલ આંક ૧૫૮ એ પહોચ્યો છે.

Loading...