Abtak Media Google News

ઓખાની કેન્દ્રીય વિદ્યાલય સ્કૂલમાં ધો.૧ થી ૧૨માં કુલ ૪૦૦ વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યા છે. જેમાં સીબીએસઈ બોર્ડના અભ્યાસને કારણે અહીં નેવી, કોસગાર્ડ અને ડિફેન્સ સ્ટાફના બાળકો વધારે જોવા મળે છે. અહીંના પ્રિન્સીપાલ અનિલકુમાર જૈન અને ઉચ્ચ શિક્ષક સ્ટાફ દ્વારા અહીં શિક્ષણ સાથે અનેક એકટીવીટી પ્રવૃતિઓ પણ ચલાવવામાં આવે છે. આજરોજ ઓખા કેવી પ્રિન્સીપાલ અનિલકુમાર જૈનના અધ્યક્ષ સ્થાને વન મહોત્સવ-૨૦૧૮ અંતર્ગત વૃક્ષારોપણનો અનોખો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો.

આ પ્રસંગે સ્કૂલના બાળકોની બ્લુ, યેલો, ગ્રીન અને રેડ એમ ચાર અલગ-અલગ ટીમ બનાવી શાળાના વિશાળ મેદાનમાં અલગ અલગ ફુલો અને ફળના વૃક્ષોનું વાવેતર કરવામાં આવ્યું હતું. આ વૃક્ષ મહોત્સવ-૨૦૧૮ને સફળ બનાવવા પ્રિન્સીપાલ સાથે રાજેશ વર્મા, મુકેશભાઈ મેઘવાલ, નરેન્દ્ર પુનીયા, સુજીત જનાર્ધન, અમીત વ્યાસ, રાજેશ બારીયા, વિક્રમકુમાર વગેરે તમામ સ્ટાફગણોએ ખુબ જ સારી જહેમત ઉઠાવી હતી અને બાળકોએ પણ વૃક્ષો વાવો વૃક્ષો બચાવોના નારા સાથે તમામ ઘરોમાં એક એક વૃક્ષ વાવાનો સંકલ્પ કર્યો હતો. વર્તમાન સમયમાં પર્યાવરણ બચાવવા વૃક્ષોનું વાવેતર અને વૃક્ષોને બચાવવો એજ શ્રેષ્ઠ ઉપાય છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.