Abtak Media Google News

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કુલપતિ, કોલેજના પ્રિન્સીપાલ સહિતના મહાનુભાવો જોડાયા

ગુજરાત વિધાનસભા-૨૦૧૭ ચૂંટણીને હવે ગણતરીના જ દિવસો બાકી ર્હયાં છે. ત્યારે ચૂંટણીને લઈને વધુને વધુ મતદાન થાય તેવા પ્રયાસ રાજકોટ જિલ્લા ચૂંટણીપંચ દ્વારા કરવામાં આવી રહ્યો છે. જેને લઈને શહેરમાં પણ મતદાન જાગૃતિ અંગે અનેક કાર્યક્રમ યોજવામાં આવે છે જે અંતર્ગત આજરોજ કણસાગરા કોલેજમાં સૌરાષ્ટ્ર યુનિવર્સિયીના કુલપતિ પ્રો.પ્રતાપસિંહ ચૌહાણની ઉપસ્થિતિમાં જુદી જુદી શાળા અને કોલેજના મળી ૩૦૦૦થી વધુ વિદ્યાર્થીઓએ મતદાન કરવાના શપથ લીધા હતા.

આ ઉપરાંત સાથોસાથ એઈડ્સ કલબ દ્વારા શહેર-જિલ્લાના ૧૧૦૦ શાળા-કોલેજના એક જ સમયે રેડ રિબીન બનાવીને દોઢ લાખ છાત્રોને જન જાગૃતિમાં આવરી લેવામાં આવ્યા હતા. આ ઉપરાંત મતદાન જાગૃતિ અને એઈડ્સ જાગૃતિના પેંપલેટ પણ વિતરણ કરવામાં આવ્યા હતા.

આગામી વિધાનસભાની ચૂંટણીને લઈને રાજકોટ જિલ્લા ચૂંટણીપંચ દ્વારા વધુને વધુ મતદાન થાય તે માટે સ્વીપ અંતર્ગત અનેક કાર્યક્રમો યોજાયા છે. જે પૈકી આજરોજ બહોળી સંખ્યામાં વિધાર્થીઓએ એક સાથે મતદાનનાં શપથ લીધા હતા અને હજુ આગામી પણ શપથવિધિના અનેક કાર્યક્રમો ચૂંટણીપંચ દ્વારા કરવામાં આવશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.