Abtak Media Google News

આંબા, આમળા, અરડુસી, અર્જૂન સાદડ, બહેડા, બીલી, બદામ, ખીજડો સહિતના વિવિધ ફળાઉ, ફૂલછોડ, વૃક્ષ અને ઔષધીય રોપાઓનું ટૂંક સમયમાં વિતરણ કાર્ય શરૂ થશે

પ્રકૃતિ અને વૃક્ષ એક બીજાના પર્યાય છે. કોઈપણ હિલ સ્ટેશન હરિયાળી વગર કલ્પવું અશક્ય છે. વર્ષ ર૦૨૦-૨૧ના ૭૧માં વન મહોત્સવ અંતર્ગત રાજકોટ જિલ્લાની ૫૬ નર્સરીઓના ૨૩.૦૫ લાખ રોપાઓ તૈયાર કરવામાં આવ્યા છે તેમ નાયબ વનસંરક્ષક પી.ટી. શિયાણી જણાવે છે.રાજકોટ જિલ્લામાં રાજકોટ, લોધીકા, પડધરી, ગોંડલ, જસદણ, જેતપુર, ધોરાજી, જામકંડોરણા, ઉપલેટા તાલુકાની વિવિધ નર્સરીઓમા આંબા, આમળા, અરડુસો, અર્જુન સાદડ, આસોપાલવ, અરીઠા, બદામ, બહેડા, બંગાળી બાવળ, બીલી, બોરસલી, ચંદન, દાડમ, દેશી બાવળ, ગરમાળો, ગોરસ આંબલી, ગુલમહોર, ગુંદા,ગુંદી, જામફળ, જાંબુ, કણજી, કરંજ, કાસીદ, કાંઠી, કાઈજેલીયા, ખેર, ખાટી આબલી, ખીજડો, લીમડો, લીંબુ, મહુડો, નીલગીરી, પેલ્ટોફોર્મ, પીન્કેસીયા, પેન્ડુલા, પીપળ, રેઈન ટ્રી, રાયણ, સાગ, સાદડ, સરગવો, સીંદુર, સેવન, સીરસ, સીતાફળ,સીસુ, શરૂ, ઉમરો, વડ, વાંસ, ફુલછોડ અને અન્ય રોપાઓનો ઉછેર કરવામાં આવી રહ્યો છે જેનુ ટૂંક સમયમાં વિતરણ કરવામાં આવનાર છે.

૧૦૦થી વધુ રોપા ઉછેરનારને અપાશે વિશેષ માર્ગદર્શન

નર્સરી ખાતેથી ૧૦ સે.મી. બાય ૨૦ સે.મી.ની પોલીથીન બેગમાં ઉછેરેલ વિવિધ પ્રકારના રોપા તથા ૧૫ સે.મી. બાય ૨૫ સે.મી.ની પોલીથીન બેગમાં સ્થાનિક રીતે મળી આવતા વૃક્ષોની જાતોના ઉછેરેલ રોપા કોઇ પણ વ્યક્તિ, સંસ્થાને પોતાના ઉપયોગ માટે નિ:શુલ્ક આપવામાં આવશે. ૧૦૦થી વધુ રોપા ઉછેરનારને યોગ્ય માર્ગદર્શન આપવામાં આવશે અને વાવેતર પછી તેની જાળવણી માટે સમાજિક વનીકરણના યથા યોગ્ય વાવેતર મોડલ હેઠળ તેનો સમાવેશ કરાશે, કે જેથી અસરકારક વૃક્ષ ઉછેર સુનિશ્ચિત કરી શકાય તેમ નાયબ વનસંરક્ષક ઉમેરે છે. અન્ય વિશિષ્ટ પ્રકારના રોપા કે જે રોપાની પોલીથીન બેગ સાઈઝ મુજબ ૧૦ સે.મી. બાય ર૦ સે.મી.રૂ. ૨.૦૦, ૧પ સે.મી. બાય રપ સે.મી.રૂ.૪, ર૦ સે.મી. બાય ૨૦ સે.મી.રૂ ૫, ર૦ સે.મી. બાય ૩૦ સે.મી. રૂ.૭.૫૦, ૩૦ સે.મી. બાય ૪૦ સે.મી. રૂ.૧પ, અન્ય મોટી પોલીથીન બેગ રૂ.૧૦૦ લેખે વિતરણ કરવામાં આવશે. ખાસ જાતના રોપાઓ જેવા કે વાંસનું રાઇઝોમ રૂ.૨, સાગના સ્ટમ્પ રૂ.૪, ટીસ્યુ કલ્ચર સાગના રોપા રૂ.૨૫, કલોનલ નીલગીરી રૂ.૫, મલબાર લીમડો રૂ.૧૦ તથા ચંદનના રોપા રૂ.૨૦ લેખે વિતરણ કરવામાં આવશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.