Abtak Media Google News

બ્રહ્માંડમાં ઉલ્કાઓની રાખથી રચાયેલા આવરણથી સુર્યકિરણ પૃથ્વી પર આવતા અટકી ગયા હતાં, જેને લઇ પૃથ્વીના વાતાવરણમાં પરિવર્તન આવીને જીવસૃષ્ટિ માટે યોગ્ય બન્યું હતું

વિશ્વભરનું વિજ્ઞાન સદાકાળ કુદરતી અજબ સર્જનશકિતના ભેદ પામવા માટે સદીયોથી માથા પછાડતું આવ્યું છે. ત્યારે પૃથ્વીની સર્જનાત્મકતા  તેના આવિષ્કાર અને જીવસૃષ્ટિ કેવી રીતે ઉદ્દભવી તેના ઉપર સતત સંશોધન ચાલે છે. બ્લેક હોલનું તેના ઉપર સતત સંશોધન ચાલે છે. બ્લેક હોલનું સર્જન અને બ્રહ્માંડના રહસ્યોમાં પૃથ્વી પર અનય ગ્રહોના અસર અને ખગોળીય ઘટનાઓ ની ખુબજ મોટી અસર હોવાનું સંશોધનથી સિઘ્ધ થયું છે. પૃથ્વી પર બ્રહ્માંડમાં અને તારા મંડળમાં રહેલા ગુરુ જેવા અન્ય ગ્રહોની અસર અને બ્રહ્માંડની ઘટનાઓથી મોટાપાયે ફેરફાર થતા રહે છે. પૃથ્વીની બાહેર એવું શું બન્યું કે જેનાથી પૃથ્વી પર અત્યારની સમૃઘ્ધી જીવનલીલા ધબકતી થઇ છે.

વૈજ્ઞાનિકોના સંશોધનમાં નવા નવા તથ્યો બહાર આવતા જાય છે. તાજેતરમાં  જ લ્યુન્ડ યુનિવર્સિટી સ્વીડને કરેલા અભ્યાસમાં વૈજ્ઞાનિક બિરગર સ્મિસએ મુકેલા નવા તારણમાં જણાવાયું હતું છે કે બ્રહ્માંડમાં સર્જાયેલી ગ્રહોની ભિષણ ટકકરથી ઉત્પન્ન થયેલી ઉલ્કાઓની રાખથી કરોડો  વર્ષ પહેલા પૃથ્વી પર હવામાનમાં માટે ફેરફાર થયો હતો અને આગના ગોળા જેવી પૃથ્વી પર આવેલી આ રાખથી કરોડો વર્ષપહેલા પૃથ્વી ઠીરઠામ થઇ હતી. પૃથ્વી પર દર વર્ષે અન્ય ગ્રહમાાંથી ઉલ્કા વર્ષા ના રુપમાં ૪૦,૦૦૦ ટન જેટલી રાખ આવતી રહે છે પરંતુ ૪૬ કરોડ વર્ષો પહેલા ૯૩ માઇલ જ વિશાળ ત્રિજયા ધરાવતાં એક મંગળથી ગુરુ તરફ જતા ઉલ્કા પીંડની ટકકરથી સર્જાય.ેલી રાખ પૃથ્વી પર આવી હતી અને બીજા બે મીલીયન વર્ષ સુધીઆ રાખનો વરસાદ પૃથ્વી પર થતો રહ્યો હતો અને પૃથ્વી પર હિમયુગશરુ થયો હતો આગના ગોળા જેવી પૃથ્વી પર આ રાખના પડ જામી જવાથી સૂર્યના પ્રકાશના કિરણો પૃથ્વી સુધી પહોચતા અટકી ગયા હતા. અને પૃથ્વી ઠરવા લાગી હતી. જેના પરિણામે પૃથ્વી પર ધીરે ધીરે સમુદ્રની રચના જીવ અને વનસ્પતિનો વિકાસ પ૦ ડીગ્રી ફેરન હિટ ના તાપમાનના સર્જનથી શકાય બન્યું હશે.

વિજ્ઞાનિકોએ સર્જનથી શકય બન્યું હશે વિવિધ ખડકોમાંથી મળી આવેલી જીવાસમીઓ ના અભ્યાસથી શોધી કાઢી છે. ઉલ્કા વર્ષાની રાખથી પૃથ્વીના ખડકોનું નિર્માણ થયું હશે વૈજ્ઞાનિક ફિલીપહોકે જણાવ્યું હતુંપ્રથમ પર જીવસૃષ્ટિ માટેનું ઉમદા વાતાવરણ ર મિલીયન વર્ષ પહેલા થવુઁ જોઇએ જો આપણે ભુતકાળમાં ડોકીયુ કરીએ તો પૃથ્વી પર નહી પરંતુ અવકાશમાં સર્જાયેલી કેટલીક ઘટનાઓના કારણે પૃથ્વીનું વાતાવરણ બદલાયેલું હોવાના કારણે મળે છે.

સ્વીત્ઝ અને તેના સાથે વૈજ્ઞાનિકોએ કરેલા તારણમાં એવું જણાવાયું છે કે પૃથ્વી પર આવેલા રાખના આવરણના કારણે પૃથ્વી અને સૂર્ય વચ્ચે એક પડદા જેવી પરિસ્થિતિ નું નિર્માણ થયું હતું. રાખના આવરણને કારણે પૃથ્વી સુધી પહોચતા સુર્ય કિરણો અટકી ગયા હતા અને તેના કારણે સમુઘ્ધની સપાટી અને તાપમાનમાં પ૦ ડીગ્રી ફેરનહીટ સુધીની તબદીલી આવી હતી આ આવગત અને ગુરુત્વાકર્ષક બળને કારણે સર્જાયેલા રજકણોથી સૂર્ય પ્રકાશ અટકી ગયો હતો અને પૃથ્વીમાં હિમ યુગથી જીવન સિઘ્ધ સુધીની સફર શરુ થઇ હતી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.