સુરેન્દ્રનગર જીલ્લાના યોગ કાર્યક્રમમાં ૨ લાખ કરતા વધુ લોકોએ યોગસન કર્યા

159
surendranagar yog divas
surendranagar yog divas

જિલ્‍લાના વેપારી મહામંડળો અને નિવૃત કર્મચારીઓ જોડાયા

સુરેન્‍દ્રનગર જીલ્લામાં આજના વિશ્વ યોગ દિવસે જીલ્લાકક્ષાના ૬ (છ) કેન્‍દ્રો તેમજ તાલુકા, નગરપાલિકા તેમજ ગ્રામ્‍યકક્ષા ખાતેના તમામ કેન્‍દ્રો પર અંદાજીત ૨(બે) લાખ કરતા વધુ યોગવીર ભાઈઓ/બહેનોએ ભાગ લીધો હતો.

        સુરેન્‍દ્રનગર જીલ્‍લામાં ચાલુ વર્ષે  વિશ્વ યોગ દિવસની ઉજવણી જીલ્લાકક્ષાએ ૬ (છ) કેન્‍દ્રો પર કરવામાં આવેલ છે. આ ઉપરાંત તાલુકાકક્ષા અને નગરપાલિકા કક્ષાએ બે -બે કેન્‍દ્રો ખાતે તેમજ શાળા, કોલેજો, સ્‍વૈચ્‍છિક સંસ્‍થાઓમાં પણ વિશ્વ યોગ દિવસની ઉજવણી કરવામાં આવી હતી.

વિશ્વ યોગ દિવસની ઉજવણીમાં સુરેન્‍દ્રનગર જીલ્લામાં વિવિધ કેન્‍દ્રો પૈકી શ્રી એમ.પી. શાહ આર્ટસ એન્‍ડ સાયન્‍સ કોલેજ મેદાન ખાતે જીલ્‍લાનો મુખ્‍ય કાર્યક્રમ યોજાઈ ગયો જેમાં મુખ્‍ય મહેમાન તરીકે સ્‍વર્ણિમ ગુજરાત ૫૦ મુદ્દા અમલીકરણ સમિતિના કાર્યવાહક અધ્‍યક્ષશ્રી આઈ.કે.જાડેજા, સુરેન્‍દ્રનગર જિલ્‍લાના સાંસદશ્રી દેવજીભાઈ ફતેપરા, વઢવાણ ધારાસભ્‍યશ્રી ધનજીભાઈ પટેલ, નગરપાલિકા પ્રમુખશ્રી વિપીનભાઈ ટોળીયા, પૂર્વ ધારાસભ્‍યશ્રી વર્ષાબેન દોશી, જિલ્‍લા કલેકટરશ્રી કે. રાજેશ, જીલ્‍લા વિકાસ અધિકારીશ્રી મનીષ બંસલ, જીલ્‍લા પોલીસ અધિક્ષકશ્રી દિપક મેઘાણી, નગરપાલિકાના સભ્‍યશ્રીઓ, અન્‍ય પદાધિકારીશ્રીઓ, પત્રકારશ્રીઓ, વિવિધ સંસ્‍થાઓ જેવી કે, આર્ટ ઓફ લીવીંગ, પતંજલી, પ્રજાપિતા બ્રહ્માકુમારી, આયુષ મંત્રાલય, વકીલ મંડળ, ડોકટર્સ એશોસીએશન, સી.યુ.શાહ મેડીકલ કોલેજ, રોટરી કલબ, સ્‍વામી વિવેકાનંદ યુવક મંડળ, સ્‍વામી વિવેકાનંદ મહિલા મંડળ, પ્રધાનમંત્રી કૌશલ્‍ય કેન્‍દ્ર, વેપારી મંડળ, ચેમ્‍બર્સ ઓફ કોમર્સ, શહેરના વરીષ્‍ટ નાગરિકો અન્‍ય વિવિધ ધાર્મિક સંસ્‍થાઓ, દિવ્‍યાંગ સંસ્‍થાઓ, એશોસીએશનો, રમતવીરો, અધિકારીશ્રીઓ, કર્મચારીશ્રીઓ, પદાધિકારીશ્રીઓ જીલ્લા વ્‍યાયામ શિક્ષક મંડળ, જિલ્‍લા માધ્‍યમિક આચાર્ય સંઘ, જીલ્લા પ્રાથમિક શિક્ષક સંઘ, નિવૃત કર્મચારી મંડળ,  વિવિધ કર્મચારી મંડળો, કોલેજ-શાળાના વિદ્યાર્થીઓ વગેરે યોગ કાર્યક્રમમાં સ્‍વયંભુ અને ઉત્‍સાહથી ભાગ લઈ સરકારશ્રીના ઉમદા કાર્યમાં જોડાયા હતા.

સુરેન્‍દ્રનગર જીલ્‍લામાં આજના વિશ્વ યોગ દિવસે જીલ્‍લાકક્ષાના ૬(છ) કેન્‍દ્રો તેમજ તાલુકા, નગરપાલિકા તેમજ ગ્રામ્‍યકક્ષા ખાતેના તમામ કેન્‍દ્રો પર અંદાજીત ૨ (બે) લાખ કરતા વધુ યોગવીર ભાઈઓ/બહેનોએ ભાગ લીધેલ હતો.

 

Loading...