મોરબીનો મન મેધાણી રૂપેરી પરદે ચમકશે

નાની ઉમરમાં મોટું નામ

સફળતા ૦ કિમી ગુજરાતી ફિલ્મમાં માસ્ટર ધર્મેશસરના બાળપણનું પાત્ર મોરબીનો ડાન્સર મન ભજવી રહ્યો છે

સફળતા ૦ કિમિ ગુજરાતી મુવી આજે રિલીઝ થવા જઈ રહ્યું છે. આ ફિલ્મના મુખ્ય પાત્ર એવા ડાન્સ માસ્ટર ધર્મેશસરના બાળપણનું પાત્ર મોરબીનો ડાન્સર મન મેઘાણી ભજવી રહ્યો છે. નાના એવા મોરબી શહેરના મન મેઘાણીને રૂપેરી પડદે જોઈને સૌ કોઈ શહેરીજનો ગર્વની લાગણી અનુભવી રહ્યા છે ડાન્સ માસ્ટર ધર્મેશસરે ખૂબ કપરી પરિસ્થિતિમાંથી પસાર થઈને આજે ડાન્સ ક્ષેત્રમાં પ્રભુત્વ જમાવ્યું છે. ત્યારે તેઓની આ સંઘર્ષગાથા લોકો સમક્ષ મુકવા સફળતા ૦ કિમિ ગુજરાતી ફિલ્મનું નિર્માણ કરવામાં આવ્યું છે. આ ફિલ્મમાં ધર્મેશસર પોતે મુખ્ય ભૂમિકા ભજવી રહ્યા છે. જેઓના નાનપણનો રોલ મોરબીના ૧૨ વર્ષના મન મેઘાણીએ ભજવ્યો છે. મન મેઘાણી અગાઉ પોતાની ડાન્સની પ્રતિભાને તો સમગ્ર દેશ સમક્ષ રજુ કરી ચુક્યો છે. હવે તેણે ડાન્સની સાથોસાથ પોતાની એક્ટિંગ સ્કીલને પણ બખૂબી રીતે સમગ્ર ગુજરાત સમક્ષ નિભાવી છે.મન મેઘાણી અગાઉ ડાન્સ ઇન્ડિયા ડાન્સ લિટલ માસ્ટરમા થર્ડ રનર્સ અપ રહી ચુક્યો છે. તેણે ટેલિવિઝનના માધ્યમથી પોતાના ડાન્સનું સૌ કોઈને ઘેલું લગાડ્યું હતું. ઉલ્લેખનીય છે કે મન મેઘાણીના પિતા રમેશભાઈ મેઘાણી પણ પોતાના જમાનાના ડાન્સ કિંગ રહી ચુક્યા છે. પણ પરિવારની જવાબદારી અને મજબૂરીથી તેઓએ ડાન્સને અલવિદા કહીને નોકરી તરફ પ્રયાણ કર્યું હતું. પોતે એક સફળ ડાન્સર ન બની શક્યા તેનો કોઈ વસવસો રમેશભાઈને નથી. કારણકે તેઓનો લાડકવાયો પુત્ર મન આજે તેમના પગલે ચાલીને ડાન્સ ક્ષેત્રે ખૂબ આગળ વધી રહ્યો છે.

Loading...