Abtak Media Google News

કારના કાચ તોડી નાણાં ઉઠાવી જનારા સીસી ટીવી કેમેરામાં કેદ

ઔદ્યોગિક નગરી મોરબીમાં ચોરી લૂંટફાટની ઘટનાઓ આમ બની છર ત્યારે ગઈકાલે સવારે ઘરેથી નાણાં લઈને નીકળેલા ઉદ્યોગપતિની કારનો પીછો કરી ત્રણ લુખ્ખાઓ કારના કાચ તોડી નાણાં ભરેલી બેગ ઉઠાવી જતા ચકચાર જાગી છે, જો કે નાણાં તફડાવી જનાર સીસી ટીવી કેમેરામાં કેદ થઈ જતા પોલીસે શકમંદોની તલાશ શરૂ કરી છે.

Img 20180427 Wa0023મોરબીમાં ઉદ્યોગપતિની કારમાંથી નાણાં ભરેલી બેગ ઉઠાંતરી મામલે જાણવા મળ્યા મુજબ ગઈ કાલે સવારે ૧૦:૦૦ કલાકે મોરબીના ઉદ્યોગપતિ પૈસાની બેગ ગાડીમાં લઈને ઘરે થી નીકળેલ રસ્તામાં કોઈ ને પૈસા આપવા રોકાયેલ ત્યાં ૩ ટપોરી બાઈક સવાર પૈસાની લેતી દેતી જોઈ ગયેલ તે ગાડીનો પીછો કરતા કરતા અયોધ્યા પુરી રોડ પર આવેલ જ્યાં ઉદ્યોગપતિ કોઈ વસ્તુની ખરીદી કરવા ગાડી પાર્ક કરેલ હતી ત્યારે આ ત્રણ બાઈક સવાર ગાડીનો કાચ તોડીંને બેગ લઇ ગયેલ.

Img 20180427 Wa0025

વધુમાં આ તમામ ઘટના મોરબી પોલીસના CCTV કેમેરા સિસ્ટમમાં રેકોર્ડ થઈ ગયેલ છે અને પોલીસે બાઈક સવારને પકડવા ચક્રો ગતિમાન કરેલ છે.

વધુમાં આ ઘટનાના ફોટા મોરબી સિરામિક એસોસિએશન દ્વારા વાયરલ કરી આવા ટપોરી થી સાવચેત રહેવા તમામ મેમ્બરોને અપીલ કરી હતી.

(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebookhttps://facebook.com/abtakmedia/ અને Twitterhttps://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ abtakmedia.com

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.