Abtak Media Google News

જાગૃત નાગરિક દ્વારા ૧૮૧ હેલ્પ લાઈન માં ફોન કરી ને જણાવવામાં આવ્યું કે એક બાળકી અને તેની સાથે વૃદ્ધ માણસ ઘુંટું રોડ પર આવેલ ફેક્ટરી પાસે છે જેમાં વૃદ્ધ માણસ ને અશક્તિ અને નબળાઈ ને કારણે અર્ધ બેભાન હોય તેવું જણાય  આવે છે અને બાળકી રડે છે જેથી મોરબી ૧૮૧ ટીમ તાત્કાલિક ઘટના સ્થળે જઈ વૃદ્ધ માણસ અને બાળકી સાથે પૂછતાછ કરતાં જાણવા મળ્યું હતું કે તેઓ બાળકીના નાના છે અને બે દિવસ પહેલા તેના દીકરીના ઘરે ગયા હતા ત્યાંથી તેની સાથે આ બાળકી ને લાવેલ હતા અને તેઓ થાન માં રહે છે.તેમજ તેઓ મોરબી કામની શોધમાં આવ્યા હતા.

બાદ બાળકી સાથે પરામર્શ કરતા બાળકી તેની માતા કે જેઓ  ગાંધીધામ -કચ્છ માં રહે છે તેની પાસે જવા માંગે છે ત્યાર બાદ બાળકીને આશ્રય અને અન્ય મદદ માટે ૧૦૯૮ ચાઈલ્ડ હેલ્પ લાઈન ની ટીમ ને જાણ કરાઇ હતી અને તેઓ દ્વારા  બાળકી ને રેસ્કયું કરીને ચાઈલ્ડ લાઈનની  ઓફિસ ખાતે લઇ જવામાં આવી હતી. બાળકી પાસે થી ૧૦૯૮ની ટીમને માહિતી મળેલ કે તેની માતા ગાંધીધામ કચ્છ ના રહેવાસી હોવાનું જાણવા મળતાં  તેના માતા નો  સંપર્ક કરવા માં આવ્યો અને ત્યાર બાદ તેની માતા ને બાળકી વિશે જાણકારી આપી  તેઓ મોરબી લેવા આવવા રવાના થઇ ગયા અને તારીખ ૧૫-૧૦- ૨૦૨૦ નાં રોજ તેની માતા ને મોરબી બી- ડિવિઝન પોલીસ સ્ટેશન  બોલાવી અને તે બાળકીને ૧૮૧ મહિલા હેલ્પ લાઇન  અને ચાઈલ્ડ લાઈન ૧૦૯૮ની હાજરીમાં બાળકીને માતાને સોપવામાં આવી હતી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.